લૉરેન્શિયન શ્રેણી

January, 2005

લૉરેન્શિયન શ્રેણી : પ્રી-કૅમ્બ્રિયન ખડકોનો એક વિભાગ. પ્રી-કૅમ્બ્રિયન કાળગાળો 4.6 અબજ વર્ષ પૂર્વે, પૃથ્વીની ઉત્પત્તિ સાથે શરૂ થયેલો અને વર્તમાન પૂર્વે 57 કરોડ વર્ષ અગાઉ પૂરો થયેલો. જ્યાં લૉરેન્શિયન ખડકો સર્વપ્રથમ વાર ઓળખાયા, તે લેક સુપીરિયર વિસ્તાર(કૅનેડા)નું તત્કાલીન નામ લૉરેન્ટાઇડ હતું, તે પરથી આ શ્રેણીનું નામ અપાયેલું છે. જોકે આ શબ્દનો ચોક્કસ અર્થ હજી વિવાદાસ્પદ રહેલો છે. મિનેસોટામાં ‘લૉરેન્શિયન’ શબ્દ ત્યાંની કીવાટિન ખડકશ્રેણીમાં અંતર્ભેદન પામેલા ગ્રૅનાઇટ અને નાઇસ માટે ઉપયોગમાં લેવાય છે. કૅનેડામાં આ ‘લૉરેન્શિયન’ શબ્દ જૂનામાં જૂના ગ્રૅનાઇટ માટે વપરાય છે.

ગિરીશભાઈ પંડ્યા