લૉર્ડ હોવે ટાપુ : ઑસ્ટ્રેલિયાના પૂર્વ કિનારાથી દૂર, સિડનીથી આશરે 702 કિમી. ઈશાન તરફ આવેલો ટાપુ. ભૌ. સ્થાન : 31° 33´ 04´´ દ. અ. અને 159° 04´ 26´´ પૂ. રે. તેનો વિસ્તાર 1,654 હેક્ટર જેટલો છે. તેની ઉત્પત્તિ જ્વાળામુખીજન્ય આ ટાપુનું સૌથી ઊંચું શિખર માઉન્ટ ગોવરૂ (866 મી.) છે તે ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યની જાગીર ગણાય છે.

પુરવઠા કમાન્ડર લેફ્ટેનન્ટ હેન્રી લિજબર્ડ બૉલે 1788માં પૉર્ટ જૅક્સનથી નોફૉર્ક ટાપુ જતી વખતે વચ્ચે લૉર્ડ હોવે ટાપુની મુલાકાત લીધેલી. તેમણે બ્રિટિશ ઍડમિરલ લૉર્ડ હોવેના માનમાં આ નામ આપેલું. 1834માં યુરોપિયનો અહીં સર્વપ્રથમ ઊતરેલા. વસ્તી : 369 (1996)

જાહનવી ભટ્ટ