Geology
ડેવોનિયન રચના
ડેવોનિયન રચના : ડેવોનિયન કાળગાળા દરમિયાન જમાવટ પામેલા ખડકસ્તરોની બનેલી રચના. ભૂસ્તરીય કાળગણનાક્રમમાં પેલિયોઝોઇક યુગ (પ્રથમજીવ યુગ) પૈકીનો ચોથા ક્રમે આવતો કાળગાળો ‘ડેવોનિયન’ નામથી ઓળખાય છે. ડેવોનિયન નીચે સાઇલ્યુરિયન અને ઉપર કાર્બોનિફેરસ રચનાઓ છે. આ રચનાના ખડકો ક્યાંક ખંડીય તો ક્યાંક દરિયાઈ ઉત્પત્તિજન્ય છે. ભૂસ્તરીય ઇતિહાસમાં તેમની જમાવટ આજથી ગણતાં…
વધુ વાંચો >ડેસાઇટ
ડેસાઇટ : જ્વાળામુખી ખડક. મુખ્યત્વે ઓલિગોક્લેઝ કે ઍન્ડેસાઇન જેવા સોડિક પ્લેજિઓક્લેઝ અને સેનિડિન તેમજ ક્વાર્ટ્ઝ કે ટ્રીડીમાઇટ જેવાં મુક્ત-સિલિકા ખનિજોથી તથા બાયોટાઇટ, એમ્ફિબોલ અથવા પાયરૉક્સીન જેવાં ઘેરા રંગનાં મેફિક ખનિજોથી બનેલો અતિસૂક્ષ્મ સ્ફટિકમય કે કાચમય દ્રવ્ય બંધારણવાળો જ્વાળામુખીજન્ય ખડક. કણરચનાની ર્દષ્ટિએ જોતાં લઘુ, મધ્યમ કે મહાસ્ફટિક સ્વરૂપે રહેલાં ઉપર્યુક્ત ખનિજો…
વધુ વાંચો >ડોબરે, ગ્રેબ્રિએલ ઑગસ્ટે
ડોબરે, ગ્રેબ્રિએલ ઑગસ્ટે (જ. 25 જૂન, 1814, મેટ્ઝ; અ. 29 મે 1896, પૅરિસ) : ફ્રેન્ચ ખાણ-ઇજનેર અને પ્રાધ્યાપક. તેમણે સપાટીજળ તેમજ ભૂગર્ભજળની ઉત્પત્તિ, વિતરણ અને ગુણધર્મોનું સંક્ષિપ્ત રૂપમાં સર્વેક્ષણ કરેલું. તે પ્રયોગાત્મક ભૂસ્તરશાસ્ત્રના આદ્ય પ્રણેતા હતા. તેમણે ખાસ કરીને વિકૃત ખડકોની ઉત્પત્તિ દરમિયાન ઘણી ઊંડાઈએ પાણીના ગરમ થવાની અસરો વિશે…
વધુ વાંચો >ડૉલેરાઇટ
ડૉલેરાઇટ : ગૅબ્રો અને બેસાલ્ટના જેવા જ ખનિજીય અને રાસાયણિક બંધારણવાળો મધ્યમ દાણાદાર બેઝિક ભૂમધ્યકૃત આગ્નેય ખડક. આ પર્યાય માટે ક્યારેક તો સૂક્ષ્મગૅબ્રો જેવું વધુ યોગ્ય નામ પણ ઉપયોગમાં લેવાય છે. બ્રિટનમાં આ પર્યાય ઑફિટિક કણરચનાવાળા તાજા તોડેલા બેસાલ્ટ ખડક માટે વપરાય છે, જ્યારે યુ.એસ.માં તે ડાયાબેઝ માટે વપરાય છે.…
વધુ વાંચો >ડૉલોમાઇટ
ડૉલોમાઇટ (Dolomite) : રાસા. બં. Camg(CO3)2; સ્ફ. વ.; હેક્ઝાગોનલ; સ્ફ. સ્વ. : સાદા રોમ્બોહેડ્રન સ્ફટિકો, ક્યારેક ફલકો વળાંકવાળા. સ્વરૂપ પ્રિઝમૅટિક, ભાગ્યે જ મેજઆકાર કે ઑક્ટાહેડ્રલ. દળદાર, સૂક્ષ્મથી સ્થૂળ દાણાદાર; ભાગ્યે જ રેસાદાર કે વટાણાકાર. યુગ્મતા (0001) સામાન્ય; પણ તે (1010), (1120) (1011) અને (0221) પૈકી ગમે તે ફલક પર મળી…
વધુ વાંચો >ડ્યુ ટોઇટ ઍલેક્ઝાન્ડર લોગી
ડ્યુ ટોઇટ ઍલેક્ઝાન્ડર લોગી (જ. 14 માર્ચ 1878; અ. 25 ફેબ્રુઆરી 1948) : જાણીતા આફ્રિકી ભૂસ્તરશાસ્ત્રી. દક્ષિણ આફ્રિકાની ભૂસ્તરશાસ્ત્રીય માહિતીને આવરી લેતું ‘ધ જિયોલૉજી ઑવ્ સાઉથ આફ્રિકા’ પુસ્તક (1926) તેમણે લખ્યું છે, જે તે વિસ્તાર માટે સંદર્ભગ્રંથરૂપ બની રહ્યું છે. ખંડીય પ્રવહન પર પણ તેમણે ઘણું કામ કર્યું છે. ‘ધ…
વધુ વાંચો >ડ્યુરેઇન
ડ્યુરેઇન : કોલસાના થરોમાં નજરે પડતા પટ્ટાઓમાં રહેલું દ્રવ્ય. તે મુખ્યત્વે ઍક્સિનાઇટ અને ઇનર્ટાઇટથી બનેલું, રાખોડીથી કથ્થાઈ કે કાળા રંગવાળું, ખરબચડી સપાટીવાળું રાળ જેવા ઝાંખા ચટકાવાળું હોય છે. કોલસાના પ્રત્યેક ઘટકને મેસેરલ કહેવાય છે, જેના ત્રણ સમૂહો પાડવામાં આવ્યા છે – વિટ્રિનાઇટ, ઍક્સિનાઇટ અને ઇનર્ટાઇટ. આ ત્રણેના, તેમનાં દ્રવ્યનાં લક્ષણો…
વધુ વાંચો >ડ્યૂનાઇટ
ડ્યૂનાઇટ : અલ્ટ્રાબેઝિક અગ્નિકૃત ખડક-પ્રકાર. સામાન્યત: સંપૂર્ણપણે એકલા (લગભગ શુદ્ધ) ઑલિવીન ખનિજથી બનેલો એકખનિજીય ખડક. ક્યારેક તેમાં અનુષંગી પાયરૉક્સીન અને ક્રોમાઇટ પણ હોય છે; આ કારણે જ ડ્યૂનાઇટ ક્રોમાઇટ જથ્થાઓ માટેનો પ્રાપ્તિખડક ગણાય છે. કેટલાક ડ્યૂનાઇટમાં સ્પાઇનેલ-પિકોટાઇટ, મૅગ્નેટાઇટ, ઇલ્મેનાઇટ, પાયહ્રોટાઇટ અને પ્રાકૃત પ્લૅટિનમ પણ જોવા મળે છે. ઑલિવીન ઉપરાંત જો…
વધુ વાંચો >ઢાલશંકુ
ઢાલશંકુ (shield cone) : જ્વાળામુખીના નિર્ગમમુખની આજુબાજુ ફક્ત ખડકોના ટુકડા કે ફક્ત લાવાપ્રવાહ અથવા આ બંને દ્રવ્યોથી બનતી લગભગ શંકુઆકારની રચના. ઢાલશંકુ એ જ્વાળામુખી શંકુનો જ એક પ્રકાર છે. તે એક જ સ્થાને જ્વાળામુખીકંઠની આજુબાજુ લાવા પ્રસ્ફુટનનાં વારંવારનાં આવર્તનોથી એકત્રિત થઈ શંકુ આકાર ધારણ કરે છે. જ્વાળામુખી પ્રસ્ફુટનની ક્રિયા શાંત…
વધુ વાંચો >ઢાળનિક્ષેપ
ઢાળનિક્ષેપ (Talus, scree) : પર્વત કે ટેકરી પરથી ગબડીને તળેટી ઢોળાવ પર એકત્રિત થતો ખડકદ્રવ્ય-જથ્થો. ખવાણ, ઘસારો અને ધોવાણનાં ત્રિવિધ પરિબળોના પરિણામ રૂપે પર્વત કે ટેકરીઓના વિસ્તારોમાંથી છૂટો પડેલો ખડકદ્રવ્ય-જથ્થો ગુરુત્વબળની અસર હેઠળ આપમેળે નીચે તરફ સ્થાનાંતરિત થતો જાય છે, ઢોળાવો પરથી ગબડે છે અને ટેકરીઓના તળેટી–ઢોળાવો પર એકત્રિત થતો…
વધુ વાંચો >