Geography
ડોવરની સામુદ્રધુની
ડોવરની સામુદ્રધુની : ઇંગ્લૅન્ડ અને ફ્રાંસને જુદાં પાડતો અને ઇંગ્લિશ ખાડીને જોડતો સાંકડો દરિયાઈ પ્રવેશમાર્ગ. ભૌગોલિક સ્થાન : 51° ઉ. અ. અને 01° 30´ પૂ. રે.. ‘ડોવર’ શબ્દનો અર્થ પાણી અથવા તો ઝરણું થાય છે. આ સામુદ્રધુની 30થી 40 કિમી. પહોળી અને 35થી 55 મીટર ઊંડાઈવાળી છે. વીતેલા ઐતિહાસિકકાળ (ઈ.…
વધુ વાંચો >ડ્રેસડેન
ડ્રેસડેન : જર્મનીના પૂર્વ તરફના વિસ્તારમાં આવેલું ઐતિહાસિક શહેર અને તે જ નામ ધરાવતા જિલ્લાનું વહીવટી મથક. તે બર્લિન શહેરની દક્ષિણે 177 કિમી.ના અંતરે આવેલું છે. એલ્બ નદીના બંને કાંઠા પર વસેલા આ શહેરની વસ્તી 5,56,227 જ્યારે મહાનગરની વસ્તી 7,90,400 અને મેટ્રો શહેરની વસ્તી 13,43,305 (2020) છે. દેશના અગ્નિ ખૂણામાં…
વધુ વાંચો >ઢંકપુરી
ઢંકપુરી : મહત્વનું જૈન તીર્થધામ. તે ઢંક કે ઢાંક તરીકે પણ ઓળખાય છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા ગામથી 25.6 કિમી, નજીકના રેલવે સ્ટેશન પાનેલીથી 11.2 કિમી, ગોંડલથી 72 કિમી. અને સૈન્ધવોની રાજધાની ઘૂમલીથી પૂર્વ તરફ 40 કિમી. દૂર છે. અહીં આલેચ ડુંગરની તળેટીમાં પ્રખ્યાત એવી ઢાંકની ગુફાઓ આવેલી છે. ચૂનાના ખડકોમાંથી…
વધુ વાંચો >ઢાકા
ઢાકા : ભારતનો પડોશી દેશ બાંગ્લાદેશનું પાટનગર, જિલ્લામથક અને દેશનું મહત્ત્વનું ઔદ્યોગિક નગર. ભૌગોલિક સ્થાન – આબોહવા – વનસ્પતિ : તે 23 45´ ઉ. અ. અને 90 23´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. સમુદ્રની સપાટીથી 32 મીટરની ઊંચાઈએ આવેલું છે. સમગ્ર જિલ્લો સપાટ મેદાનો ધરાવે છે. જે ગંગાના મુખત્રિકોણમાં આવેલો છે. અહીં…
વધુ વાંચો >ઢાઢર
ઢાઢર : નર્મદાને મળતી ઉપનદી. તેની કુલ લંબાઈ 126 કિમી. છે. તે પાવાગઢની દક્ષિણે આવેલા ભીલપુરથી 48 કિમી. દૂર શિવરાજપુર નજીક આવેલી ટેકરીઓમાંથી નીકળે છે. તે વડોદરા જિલ્લાના વાઘોડિયા, ડભોઈ, વડોદરા, કરજણ અને પાદરા તાલુકાઓનાં ગામોમાંથી પસાર થાય છે. વડોદરા જિલ્લામાં તેની લંબાઈ 80 કિમી. છે. તેને વિશ્વામિત્રી અને દેવ…
વધુ વાંચો >તકલામાકાન
તકલામાકાન : ચીનની વાયવ્ય દિશાએ સિંકયાંગ પ્રાંતમાં આવેલું એશિયાનું સૌથી સૂકું રણ. ભૌગોલિક સ્થાન : 39° ઉ. અ. અને 83° પૂ. રે.. તેનું ક્ષેત્રફળ 6,48,000 કિમી. છે. તેની ઉત્તરે ટીએનશાન ગિરિમાળા, દક્ષિણે કુનલુન ગિરિમાળા અને પશ્ચિમે પામીરની ગિરિમાળા છે. પૂર્વ તરફ ચીનનો કીંધાઈ પ્રાંત છે. તેની વચ્ચેથી તારીમ નદી વહે…
વધુ વાંચો >તટપ્રદેશ
તટપ્રદેશ : નદી, સરોવર કે સમુદ્ર–મહાસાગરના કિનારાઓની સમાંતર રહેલી ઓછી-વત્તી પહોળાઈવાળી ભૂમિપટ્ટી; જેમ કે, નદીતટ, સરોવરતટ, સમુદ્રતટ વગેરે. નદીઓ તેમની યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાની કક્ષાઓમાં તટપ્રદેશો પર થતી નિક્ષેપ-જમાવટ (levees) સીડીદાર પ્રદેશો અને પૂરનાં મેદાનો જેવાં ભૂમિસ્વરૂપોની રચના કરે છે. સરોવરો સામાન્ય રીતે તો શાંત, સ્થાયી જળસંચયસ્થાનો હોવાથી તેમના કિનારા ખાસ…
વધુ વાંચો >તબીબી ભૂગોળ
તબીબી ભૂગોળ : આરોગ્યલક્ષી ભૂગોળ. તેમાં તબીબી શાસ્ત્રના વૈજ્ઞાનિકો, પર્યાવરણવાદીઓ, ભૂગોળશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ અને શાસનતંત્રે માનવઆરોગ્ય અંગેની સમસ્યાની વ્યાપક સમજ માટે હાથ ધરેલા સંશોધનકાર્યનો સમન્વય છે. સંશોધનની ર્દષ્ટિએ ભારતમાં આ વિષયનો ઝડપી વિકાસ થવા લાગ્યો છે પરંતુ તેના અધ્યાપનની તકોનો હજુ અભાવ છે. પોતાના પર્યાવરણ પ્રત્યે માનવ કેવીક સક્રિયતાથી પ્રતિભાવ દાખવે…
વધુ વાંચો >તબ્રિજ
તબ્રિજ (Tabri’z) : ઈરાનની વાયવ્યે આવેલ ઉત્તર આઝરબૈજાન પ્રાંતનું પાટનગર અને દેશનાં મોટાં નગરોમાં ચોથો ક્રમ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : 38° 05´ ઉ. અ. અને 46° 18´ પૂ. રે.. વિસ્તાર : શહેર : 324 ચોકિમી; મહાનગર : 2386 ચોકિમી. તે રશિયાની સરહદથી દક્ષિણે 97 કિમી. તથા તુર્કસ્તાનથી પૂર્વમાં આશરે…
વધુ વાંચો >તમિળનાડુ
તમિળનાડુ : ભારતના દક્ષિણ કિનારે આવેલું 38 જિલ્લાઓ ધરાવતું ભારતીય સંઘનું રાજ્ય. તેને મંદિરમઢ્યો દ્રવિડ દેશ અથવા તો નટરાજ અને ભરતનાટ્યમની ભૂમિ કહી શકાય. ભૌગોલિક સ્થાન : 8° 00´ ઉ. અ. થી 13° 30´ ઉ. અ. અને 75° 10´ થી 80° 10´ પૂ.રે.. સુવર્ણકળશથી શોભતાં ગોપુરમ્ આ રાજ્યની આગવી વિશિષ્ટતા…
વધુ વાંચો >