Geography

ટ્રાયાસિક રચના

ટ્રાયાસિક રચના (Triassic system) : ભૂસ્તરીય કાળગણના-ક્રમમાં મેસોઝોઇક યુગ(મધ્યજીવયુગ)નો પ્રથમ કાળગાળો. ટાયાસિક (ટ્રાયાસ) ગાળા દરમિયાન જમાવટ પામેલી સ્તરરચના એટલે ટ્રાયાસિક રચના. તેની નીચે પૅલિયોઝોઇક યુગની ઊર્ધ્વતમ પર્મિયન રચના અને ઉપર તરફ મેસોઝોઇકની જુરાસિક રચના આવેલી છે. ભૂસ્તરીય ઇતિહાસમાં આ રચનાની જમાવટ આજથી ગણતાં 22.5  કરોડ વર્ષ અગાઉથી શરૂ થઈને 19.5…

વધુ વાંચો >

ટ્રિએસ્ટ

ટ્રિએસ્ટ : એડ્રિયાટિક સમુદ્રના મથાળે, ટ્રિએેસ્ટના અખાત ઉપર આવેલું ઇટાલીના અંકુશ નીચેનું શહેર તથા મુક્ત આંતરરાષ્ટ્રીય બંદર. ભૌગોલિક સ્થાન: 45o 30’ ઉ. અ. અને 13o 50’ પૂ. રે.. ફ્રિયુલી વનેત્સિયા જૂલિયા પ્રદેશનું તે પાટનગર છે. તે વેનિસથી પૂર્વ દિશાએ 145 કિમી. દૂર છે. રોમનોએ તે શહેરને ટરગેસ્ટે, જર્મનોએ ટ્રિએસ્ટ અને…

વધુ વાંચો >

ટ્રિનિડાડ અને ટોબેગો

ટ્રિનિડાડ અને ટોબેગો : વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓના સમૂહમાં તેના દક્ષિણ છેડા પર આવેલો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : 11o 00’ ઉ. અ. અને 61o  00’ પ. રે.. વિસ્તારની ર્દષ્ટિએ તે ટાપુઓમાં બીજા ક્રમનો છે. તે 2 મુખ્ય તથા 21 નાના ટાપુઓનો બનેલો દેશ છે. તેનો કુલ વિસ્તાર 5,131 ચોકિમી. તથા…

વધુ વાંચો >

ટોબેગો

ટોબેગો : 1814માં  બ્રિટિશ હકૂમત હેઠળ આવેલો આ ટાપુ ટ્રિનિડાડના નૈર્ઋત્ય ખૂણે 34 કિમી. અંતરે આવેલો છે. 300 ચોકિમી. વિસ્તાર ધરાવતા આ ટાપુનો મોટાભાગનો પ્રદેશ ધગધગતા જ્વાળામુખી પર્વતથી વ્યાપ્ત છે. તેના અત્યંત અલ્પ ફળદ્રૂપ વિસ્તારમાં ખેતી થાય છે. ખાંડ, તમાકુ, કપાસ, નારિયેળ, કોકો અને કૉફી તેની મુખ્ય પેદાશો છે. તેનાં…

વધુ વાંચો >

ટ્રોક્ટોલાઇટ

ટ્રોક્ટોલાઇટ : જુઓ, ગૅબ્રો

વધુ વાંચો >

ઠાસરા

ઠાસરા : ખેડા જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક. ઠાવરા રબારીએ આ ગામ વસાવ્યું હોવાથી તેનું નામ ‘ઠાસરા’ પડ્યું એમ કહેવાય છે. આ તાલુકો 22°–33´ થી 22°–53´ ઉ. અ. અને 72°–46´થી 73°–10´ પૂ. રે. વચ્ચે ઉષ્ણકટિબંધમાં આવ્યો છે. તેની પૂર્વ દિશાએ પંચમહાલ જિલ્લો, પશ્ચિમે નડિયાદ અને કપડવંજ તાલુકાઓ, ઉત્તર દિશાએ વાડાસિનોર…

વધુ વાંચો >

ડનેત્સ્ક (ડોનેક ઑબ્લાસ્ટ)

ડનેત્સ્ક (ડોનેક ઑબ્લાસ્ટ) : યુક્રેન(ઉક્રેન)નો વહીવટી પ્રદેશ તથા ડોનેત્સ્ક નદીના તટપ્રદેશનું મોટામાં મોટું નગર. ભૌગોલિક સ્થાન : 48o 00´ ઉ. અ. અને 37o 48´ પૂ. રે.. તે યુક્રેન પ્રજાસત્તાકમાં ઉત્તરે આવેલું છે. વહીવટી પ્રદેશની રચના 1938માં થઈ હતી. વિસ્તાર 26,500 ચોકિમી. તથા શહેરી વિસ્તાર 358 ચોકિમી. છે. શહેરની વસ્તી 9,01,645…

વધુ વાંચો >

ડન્ડૉલ્કનો ઉપસાગર

ડન્ડૉલ્કનો ઉપસાગર : ઇંગ્લૅન્ડની પશ્ચિમે તથા આયર્લૅન્ડ પ્રજાસત્તાકની પૂર્વે આવેલા આઇરિશ સમુદ્રનો એક ભાગ. તે આશરે 53° 45´ થી 54° ઉત્તર અક્ષાંશ અને 6°થી 6° 15´ પશ્ચિમ રેખાંશ વચ્ચે આવેલો છે. તેની વધુમાં વધુ ઊંડાઈ 90 મી. છે. તેના કાંઠાનો પ્રદેશ વિશાળ અને સમતલ છે. આ ઉપસાગરમાં ચાર નદીઓનાં પાણી…

વધુ વાંચો >

ડબલિન

ડબલિન : આયર્લૅન્ડ પ્રજાસત્તાકનું પાટનગર, સૌથી મોટું શહેર અને આ જ નામ ધરાવતું પરગણું. ભૌગોલિક સ્થાન : 53o 20´ ઉ. અ. અને 6o 15´ પ.રે.. દેશના દક્ષિણ કાંઠા પર લેનસ્ટર પ્રાંતમાં આવેલું આ નગર લિફી નદીના બંને કાંઠે વસેલું છે અને ડબલિનના ઉપસાગરથી ત્રણ કિમી. દૂર છે. પ્રાચીન આયરિશ ભાષા…

વધુ વાંચો >

ડભોઈ

ડભોઈ : વડોદરા જિલ્લામાં આવેલ તાલુકો અને તાલુકા મથક. ભૌગોલિક સ્થાન : 22o 11´ ઉ. અ. અને 73o 26´ પૂ. રે.. તાલુકાનું ક્ષેત્રફળ 6,32.6 ચોકિમી. છે. 2011માં  તાલુકાની વસ્તી 1,80,518 હતી. આ તાલુકામાં એક શહેર ડભોઈ તથા 118 ગામો આવેલાં છે. ડભોઈ શહેરની વસ્તી આશરે 51,240 (2011) હતી. ડભોઈના ‘દર્ભાવતી’…

વધુ વાંચો >