Geography

ટુંડ્ર પ્રદેશ

ટુંડ્ર પ્રદેશ : વૃક્ષજીવનનો અંત આવતો હોય અને સ્થાયી હિમાચ્છાદિત પ્રદેશનો પ્રારંભ થતો હોય તે બંને વચ્ચે આવેલા વિસ્તારનો વનસ્પતિ-સમૂહ. ફિનલૅન્ડના વતનીઓ તેમના વૃક્ષરહિત ઉત્તરીય વિસ્તારોને  ‘ટુન્ટુરી’ (tunturi) કહેતા હતા, પરંતુ ખૂબ મોટા સપાટ થીજી ગયેલા વિસ્તારને વિશિષ્ટ પરિસ્થિતિકીય પ્રદેશ ‘ટુંડ્ર’ તરીકે ઓળખાવનાર રશિયનો સૌપ્રથમ હતા. સામાન્યપણે ટુંડ્ર પ્રદેશમાં વનસ્પતિનું…

વધુ વાંચો >

ટેકરી

ટેકરી (hill) : ભૂમિસ્વરૂપોનો એક પ્રકાર. પૃથ્વીની સપાટી ઉપર ઊંચાણ–નીચાણ દર્શાવતા આકારો. ટેકરી એ પૈકીનું એક ભૂમિસ્વરૂપ છે. 600 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા ભૂમિસ્વરૂપને ટેકરી કહેવાય છે, જે પર્વતને મળતું આવતું નાનું સ્વરૂપ છે. તેનો શીર્ષભાગ શિખર આકારમાં સ્પષ્ટપણે જુદો તરી આવે છે. ટેકરીનો બધી બાજુનો ઢોળાવ એકસરખો હોવા છતાં…

વધુ વાંચો >

ટૅક્સાસ

ટૅક્સાસ : છેક દક્ષિણ સરહદે આવેલું યુ.એસ.નું સંલગ્ન રાજ્ય. અલાસ્કા પછી ટૅક્સાસ સૌથી મોટું રાજ્ય છે. ભૌગોલિક સ્થાન : 26o ઉ. અ. થી  36o ઉ. અ. અને 94o પ. રે. થી 106o પ. રે.. મેક્સિકો દેશની સરહદે આવેલું આ રાજ્ય કપાસના ઉત્પાદનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ખનિજતેલ અને કુદરતી ગૅસનાં…

વધુ વાંચો >

ટેથિઝ

ટેથિઝ : આજથી અંદાજે 40 કરોડ વર્ષથી માંડીને 5 કરોડ વર્ષ અગાઉના વચ્ચેના કાળગાળાના ભૂસ્તરીય અતીત દરમિયાન તત્કાલીન પૃથ્વીના મધ્યભાગમાં અસ્તિત્વ ધરાવતા વિશાળ સમુદ્ર કે મહાસાગર માટે ભૂસ્તરવિદોએ આપેલું નામ. યુરોપ–એશિયા અને આફ્રિકા ખંડોને જુદો પાડતો આ સમુદ્રવિસ્તાર પૂર્વ–પશ્ચિમ લંબાયેલો હતો અને આજના દક્ષિણ યુરોપ, ભૂમધ્યસમુદ્ર, ઉત્તર આફ્રિકા, ઈરાન, આલ્પ્સ,…

વધુ વાંચો >

ટેનેસી

ટેનેસી : યુ.એસ.ના અગ્નિ ભાગમાં આવેલું દેશનું સંલગ્ન રાજ્ય. 35° 10´ ઉત્તર અક્ષાંશ તથા 85° 10´ પશ્ચિમ રેખાંશ આજુબાજુ તે આવેલું છે. તેની ઉત્તરે કેન્ટકી અને વર્જિનિયા, પૂર્વમાં ઉત્તર કૅરોલિના, દક્ષિણે જ્યૉર્જિયા, આલાબામા અને મિસિસિપી રાજ્યો તથા પશ્ચિમમાં મિસિસિપી નદી આવેલાં છે. આ નદી આર્કાન્સાસ (Arkansas) અને મિસૂરીને જુદાં પાડે…

વધુ વાંચો >

ટેનેસી નદી

ટેનેસી નદી : અગ્નિ યુ.એસ.નો મુખ્ય જળમાર્ગ. તે હોલસ્ટન અને ફ્રેંચ બ્રૉડ નદીના સંગમથી બને છે. મિસિસિપી અને આલાબામા રાજ્યો ઉપરાંત આ નદી ટેનેસી અને કેન્ટકી રાજ્યોમાંથી પણ વહે છે. પડ્યુકા પાસે તે ઓહાયો નદીને મળે છે. આ નદીનું નામ કદાચ ટેનેસી રાજ્યના નામ  પ્રમાણે ચેરોકી ઇન્ડિયન ગામડા પરથી પડ્યું…

વધુ વાંચો >

ટેમ્સ નદી

ટેમ્સ નદી : ઇંગ્લૅન્ડની સૌથી મહત્વની તથા સૌથી લાંબી નદી. તે દક્ષિણ ઇંગ્લૅન્ડમાં આવેલી છે. દેશના દક્ષિણ ભાગમાં 346 કિમી. સુધી વહીને તે ઉત્તર સમુદ્રને મળે છે. આ નદી ગ્લુચેસ્ટરશાયરના કાસ્ટ વોલ્ડની પહાડીઓમાંથી અનેક ધારાઓના રૂપે વહે છે. તે નૈર્ઋત્યમાં વહીને આગળ જાય છે. ઑક્સફર્ડ પાસે તેના પ્રવાહની પહોળાઈ આશરે…

વધુ વાંચો >

ટેંજિર

ટેંજિર : મોરોક્કો રાજ્યનું તે જ નામ ધરાવતા પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 35° 34’ ઉ. અ. અને 6° 00’ પ. રે. તે ઉત્તર આફ્રિકામાં આવેલું છે. આ પ્રાંતની ઉત્તરે અને પશ્ચિમે ઍટલાન્ટિક મહાસાગર અને દક્ષિણ અને પૂર્વ દિશાએ ટેટવાન પ્રાંત છે. શહેરથી દક્ષિણે આવેલ રીફ પર્વત સુધી પ્રાંતની હદ…

વધુ વાંચો >

ટૉકન્ટીન્સ

ટૉકન્ટીન્સ : મધ્ય બ્રાઝિલની નદી. તે ઉત્તરે વહીને ઍટલાન્ટિક મહાસાગરને મળે છે. તે આશરે 2700 કિમી.ની લંબાઈ ધરાવે છે. બ્રાઝિલના ગુરેઇસ રાજ્યમાં આવેલા દક્ષિણ-મધ્યના ઉચ્ચપ્રદેશમાંથી તે રિયોસ દાસ આલ્માસ અને મૅરનયેઉં નામના મુખ્ય જળપ્રવાહ રૂપે ઉદભવીને ઉત્તર તરફ વહે છે. આ દરમિયાન તેને રિયો મૅન્યુએલ આલ્વેસ ગ્રાન્ડ નામની નદી મળે…

વધુ વાંચો >

ટોકિયો

ટોકિયો : જાપાનનું પાટનગર. તે વિશ્વનું સૌથી મોટું વધુ ગીચ વસ્તી ધરાવતાં મહાનગરો પૈકીનું એક છે. દેશના હોન્શુ નામક મુખ્ય ટાપુના પૂર્વ કિનારાના મેદાની વિસ્તારના મધ્યમાં ટોકિયો વાન ઉપસાગરને કાંઠે આશરે 35° 40´ ઉ. અક્ષાંશવૃત્ત અને 139° 45´ પૂ. રેખાંશવૃત્ત પર આવેલું છે. મહાનગરની વસ્તી 4.60 કરોડ અને શહેરની વસ્તી…

વધુ વાંચો >