Geography

જેતલપુર

જેતલપુર : અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાનું ગામ. ભૌગોલિક સ્થાન : આશરે 22° 54’ ઉ. અ. અને 72° 30’ પૂ. રે.. તે અમદાવાદથી દક્ષિણ તરફ 16 કિમી.ને અંતરે તથા બારેજડીથી 9 કિમી.ને અંતરે અમદાવાદ-મુંબઈને જોડતા 8 નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલું છે. તેની પૂર્વ તરફ જેટલે અંતરે ખારી નદી વહે…

વધુ વાંચો >

જેતલસર

જેતલસર : પશ્ચિમ રેલવેનું રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલું મહત્વનું રેલવેસ્ટેશન અને જંક્શન. 21° 5´ ઉ. અ. અને 70° 5´ પૂ. રે. ઉપર આવેલું છે. રાજકોટ–પોરબંદર, રાજકોટ–જૂનાગઢ અને રાજકોટ–ભાવનગર રેલવેલાઇનનું જંક્શન છે. જેતલસરમાં રાજકોટ, અમરેલી અને જૂનાગઢ જિલ્લાના કાઠીઓને કાબૂમાં રાખવા માટે જૂનાગઢ રાજ્યે નવો કિલ્લો બંધાવ્યો હતો. તેથી આ…

વધુ વાંચો >

જેરિકો

જેરિકો : નવાશ્મયુગીન અવશેષો તેમજ વિશ્વમાં સતત માનવવસ્તી ધરાવતું દુનિયાનું સૌથી પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન 31° 52’ ઉ. અ. અને 35° 2.7’ પૂ. રે. પશ્ચિમ જૉર્ડનમાં મૃત સરોવરના ઉત્તર છેડાની વાયવ્યે 11 કિમી. દૂર તે આવેલું છે. તે પેલેસ્ટાઇન વિસ્તારમાં વેસ્ટ બૅંક ખાતે જોર્ડન નદીનાકાંઠે સ્થિત થયેલું આરબ શહેર છે.…

વધુ વાંચો >

જેરૂસલેમ

જેરૂસલેમ : ઇઝરાયલનું પાટનગર તથા યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને મુસલમાનોનું ધાર્મિક સ્થાન. ભૌગોલિક સ્થાન 31° 46’ ઉ. અ. અને 35° 14’ પૂ. રે.. ઈ. પૂ. 1000 વર્ષે રાજા ડૅવિડે આ નગરને ઇઝરાયલની ભૂમિના પાટનગર તરીકે જાહેર કર્યું, ત્યારથી તે વિશ્વના યહૂદીઓ માટે ઐતિહાસિક, આધ્યાત્મિક તથા રાષ્ટ્રગૌરવના સ્થાન તરીકે ખ્યાતિ પામ્યું છે.…

વધુ વાંચો >

જેલમ (નદી)

જેલમ (નદી) : પંજાબની પાંચ પ્રખ્યાત નદીઓમાંની એક. તે સિંધુ નદીમાં પાણી ઠાલવે છે. પંજાબના પશ્ચિમ છેડે આવેલી છે. લંબાઈ આશરે 720 કિમી. છે. કાશ્મીર રાજ્યની બનિહાલ ખીણની તળેટીમાં તેનો ઉદગમ છે અને પીર પંજાલ પર્વતના ઉત્તર તરફના ઢાળ પરથી કાશ્મીરની ખીણોમાંથી પસાર થઈ અનંતનાગ તથા શ્રીનગર પાર કરી વાયવ્ય…

વધુ વાંચો >

જેસલમેર

જેસલમેર : રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તેમજ તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 26° 55’ ઉ. અ. અને 70° 54’ પૂ. રે.. આજુબાજુનો 38,401 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર, વાયવ્ય અને પશ્ચિમ તરફ પાકિસ્તાનની સીમા, ઈશાન, પૂર્વ અને દક્ષિણ તરફ અનુક્રમે…

વધુ વાંચો >

જૈવ ભૂગોળ (biogeography)

જૈવ ભૂગોળ (biogeography) પૃથ્વી પર સજીવોનું વિતરણ; તેમની રહેણીકરણી અને તે જે પ્રદેશમાં જોવા મળે છે તે પ્રદેશનું પર્યાવરણ; ત્યાં જોવા મળતા અન્ય સજીવોની અને અન્ય કોઈ પણ પરિબળોની તેઓ પર થતી અસર – આ સર્વનો અભ્યાસ તે ભૂગોળની એક શાખા છે. જૈવભૂગોળના અભ્યાસના બે અભિગમ છે : (1) સ્થૈતિક…

વધુ વાંચો >

જૈવિક ખવાણ

જૈવિક ખવાણ (biological weathering) : પ્રાણીઓ કે વનસ્પતિ દ્વારા થતું ખવાણ. સસલાં, ઉંદર, ઘો, નોળિયા, સાપ, અળસિયાં જેવાં પ્રાણીઓ સલામતી કે રક્ષણાત્મક હેતુઓ માટે જમીનો કે નરમ ખડકોને ખોદીને, ખોતરીને તેમનાં દર બનાવે છે. આ રીતે થતી વિભંજનક્રિયામાં દરના મુખ પાસે નરમ, છૂટો ખોદાયેલો દ્રવ્યજથ્થો નાના ઢગલા સ્વરૂપે એકઠો થતો…

વધુ વાંચો >

જોગ ધોધ

જોગ ધોધ : કર્ણાટક રાજ્યના જોગ ગામની નજીક (શરાવતી નદી) આવેલો જગવિખ્યાત ધોધ. ભૌગોલિક સ્થાન : 14° 15´ ઉ. અ. 4° 45´ પૂ. રે.. શરાવતી નદીના કાંઠા પરના ગેરસપ્પા ગામથી 19 કિમી.ને પર અંતરે તથા જોગ ગામથી 2.5 કિમી.ને અંતરે તેનું સ્થળ પર્યટનસ્થળ તરીકે વિકસેલું છે. ધોધના સ્થળે નદીનો પટ…

વધુ વાંચો >

જોડિયા

જોડિયા : જામનગર જિલ્લાના તાલુકાઓ પૈકી જામનગર સબડિવિઝનમાં આવેલ તાલુકો, તાલુકામથક અને લઘુ બંદર. તાલુકા મથક જોડિયા 22° 42´ ઉ. અ. અને 70° 21´ પૂ. રે. ઉપર આવેલું છે. આ તાલુકાની પૂર્વ દિશાએ આ જિલ્લાનો ધ્રોળ તાલુકો, પશ્ચિમે કચ્છનો અખાત, ઉત્તરે કચ્છનું રણ અને રાજકોટ જિલ્લો અને દક્ષિણે જામનગર તાલુકો…

વધુ વાંચો >