Geography
જાપુરા
જાપુરા : દક્ષિણ અમેરિકામાં આવેલી મહાકાય નદી એમેઝૉનની એક મોટી શાખા-નદી (tributary). વાયવ્ય કોલંબિયાનો 3000 મી. ઊંચો કૉર્ડિલેરા ઓક્સિડેન્ટલ આ નદીનું ઉદગમસ્થાન છે. ત્યાંથી નીકળી તે સામાન્ય રીતે ઘણી લંબાઈ સુધી અગ્નિખૂણે વહે છે અને વાયવ્ય બ્રાઝિલ ખાતે આવેલ, એમેઝૉનાસ રાજ્યની આરપાર વહીને તે એમેઝૉનને મળે છે. નદીનો ઉપરવાસનો ભાગ…
વધુ વાંચો >જાફરાબાદ
જાફરાબાદ : ગુજરાત રાજ્યમાં અમરેલી જિલ્લાનો મહાલ, તેનું મથક અને મધ્યમ કક્ષાનું બંદર. મહાલનું ક્ષેત્રફળ 365.6 ચોકિમી. અને વસ્તી 1,03,469 (2022) છે. અહીં 524.4 મિમી. વરસાદ પડે છે અને બાજરો, ઘઉં, કપાસ અને મગફળી મુખ્ય પાક છે. દરિયાકિનારાથી અંદરના ભાગમાં ચૂનાખડકોની ખાણો આવેલી છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને મચ્છીમારી…
વધુ વાંચો >જામજોધપુર
જામજોધપુર : જામનગર જિલ્લાના ખંભાળિયા સબડિવિઝનમાં આવેલ તાલુકો અને તાલુકામથક. આ તાલુકાની દક્ષિણે પોરબંદર જિલ્લો, પૂર્વ અને અગ્નિખૂણે રાજકોટ જિલ્લો, ઉત્તરે જામનગર જિલ્લાનો લાલપુર તાલુકો અને પશ્ચિમે ભાણવડ તાલુકો આવેલો છે. આ તાલુકામાં જામજોધપુર શહેર અને 79 ગામો આવેલાં છે. તાલુકાનું ક્ષેત્રફળ 1091.3 ચોકિમી. છે. તાલુકાની કુલ વસ્તી આશરે 1,36,456…
વધુ વાંચો >જામનગર
જામનગર : જામનગર જિલ્લાનું મુખ્ય શહેર અને આઝાદી પૂર્વે આ જ નામ ધરાવતા દેશી રાજ્યનું પાટનગર. તે 22° 28’ ઉ. અ. અને 70° 04’ પૂ. રે. ઉપર આવેલું છે. નાગમતી અને રંગમતીના સંગમ ઉપર વસેલ સ્થળ નાગનાથ તરીકે ઓળખાતું હતું, જામ રાવળે ઈ.સ. 1540માં આ સ્થળે શહેર વસાવી તેને નવાનગર…
વધુ વાંચો >જામનગર જિલ્લો
જામનગર જિલ્લો : પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કચ્છના અખાતની દક્ષિણે આવેલો જિલ્લો અને શહેર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 21 41´ ઉ. અ.થી 22 58´ ઉ. અ. અને 68 57´ પૂ. રે.થી 70 39´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે અરબી સમુદ્રના ભાગ રૂપે કચ્છનો અખાત, પૂર્વે રાજકોટ જિલ્લો, દક્ષિણે પોરબંદર જિલ્લો અને…
વધુ વાંચો >જાલના
જાલના : મહારાષ્ટ્રના 35 જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો તથા જિલ્લાનું વહીવટી મથક. ભૌતિક સ્થળ 19° 50’ ઉત્તર અક્ષાંશ અને 75° 53’ પૂર્વ રેખાંશ મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ (1960) ત્યારે તે ઔરંગાબાદ જિલ્લાનો એક તાલુકો હતો. જિલ્લાનો કુલ વિસ્તાર 7715 ચોકિમી. તથા તેની વસ્તી 20,96,273 (2022) છે. જાલના નગર કુંડલિકા નદીના…
વધુ વાંચો >જાલિકા જળપરિવાહ (reticulate drainage)
જાલિકા જળપરિવાહ (reticulate drainage) : બધી જ દિશાઓમાંથી વહેતી આવતી, અનિયમિત વળાંકોમાં વહેંચાયેલી અનેક શાખાનદીઓ જ્યારે મુખ્ય નદીને સંગમસ્થાનભેદે, જુદા જુદા ખૂણે મળે ત્યારે રચાતો જળપરિવાહ જાલિકા જળપરિવાહ કહેવાય છે. આ જળપરિવાહ જાળ જેવો અથવા વૃક્ષની અનેક શાખાઓ જેવો લાક્ષણિક આકાર દર્શાવતો હોવાથી આ પ્રમાણેનું નામ આપેલું છે. ગિરીશભાઈ પંડ્યા
વધુ વાંચો >જાલોન (Jalaun)
જાલોન (Jalaun) : ઉત્તર પ્રદેશના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન તે 26° 09’ ઉત્તર અક્ષાંશ અને 79° 21’ પૂર્વ રેખાંશની આજુબાજુનો 4565 ચોકિમી. જેટલો (પૂર્વ પશ્ચિમ 93 કિમી લંબાઈ અને ઉત્તર-દક્ષિણ 68 કિમી. પહોળાઈ) વિસ્તાર આવરી લે છે. જિલ્લાનું નામ જિલ્લા મથક જાલોન પરથી પડેલું છે. જિલ્લા મથક જાલોન…
વધુ વાંચો >જાલોર
જાલોર : રાજસ્થાનના 33 જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો અને જિલ્લા મથક. ભૌગોલિક સ્થાન 25° 21’ ઉ. અ. 72° 37’ પૂ. રે.. આઝાદી પૂર્વે તે જોધપુર રાજ્યનો ભાગ હતો. આ જિલ્લામાં જાળનાં વૃક્ષો, અન્ય વૃક્ષો કરતાં વધારે હોવાથી શહેરનું નામ જાલોર પડ્યું છે. જિલ્લો ગુજરાતની ઉત્તર સરહદે આવેલો છે. તેની પશ્ચિમે…
વધુ વાંચો >જાવા
જાવા : જુઓ ઇન્ડોનેશિયા
વધુ વાંચો >