Geography

જળગાંવ

જળગાંવ : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો. ભૂતકાળમાં તે પૂર્વ ખાનદેશ નામથી ઓળખાતો હતો. તાપી નદીની મધ્ય ખીણમાં આવેલો આ જિલ્લો રાજ્યની વાયવ્ય દિશામાં 20oથી 21o ઉ. અ. તથા 75oથી 76o-28’ પૂ. રે.ની વચ્ચે પ્રસરેલો છે. તેની ઉત્તરમાં મધ્યપ્રદેશ રાજ્ય, દક્ષિણમાં ઔરંગાબાદ જિલ્લો, પૂર્વમાં નાશિક જિલ્લો તથા પશ્ચિમ દિશામાં ધુળે જિલ્લાની સીમાઓ…

વધુ વાંચો >

જળજન્ય નિક્ષેપો

જળજન્ય નિક્ષેપો : જળઆધારિત તૈયાર થતા નિક્ષેપો. નદીજન્ય, સરોવરજન્ય, ખાડીસરોવરજન્ય, નદીનાળજન્ય, હિમનદીજન્ય તેમજ સમુદ્ર-મહાસાગરજન્ય નિક્ષેપોનો જળજન્ય નિક્ષેપોમાં સમાવેશ કરી શકાય. નદીપટમાં, નદીની આસપાસના ભાગોમાં, પૂરનાં મેદાનોમાં, પર્વતોના તળેટી વિસ્તારમાં, નદીના સીડીદાર પ્રદેશોમાં, ત્રિકોણપ્રદેશીય ભાગમાં રચાતા સ્વચ્છ જળજન્ય નિક્ષેપો નદીજળજન્ય નિક્ષેપો કહેવાય છે. સ્વચ્છ જળનાં કે ખારા પાણીનાં સરોવરો (આવું દરેક…

વધુ વાંચો >

જળધોધ-જળપ્રપાત

જળધોધ-જળપ્રપાત : નદીમાર્ગમાં વહી જતો જળજથ્થો ઉપરથી નીચે તરફ, લંબદિશામાં એકાએક નીચે પડે એવી જલપાતસ્થિતિ. લંબદિશાને બદલે વધુ ઢોળાવની સ્થિતિ રચાય ત્યારે ઘણી ઝડપથી પરંતુ તૂટક તૂટક રીતે જલપાત થવાની ક્રિયાને જળપ્રપાત કહે છે. જળધોધ કે જળપ્રપાતની સ્થિતિ ઉત્પન્ન થવા માટે ઘણા જુદા જુદા ભૂપૃષ્ઠરચનાત્મક કે ભૂસ્તરીય સંજોગો કારણભૂત હોય…

વધુ વાંચો >

જળવિભાજક (watershedwaterdivide)

જળવિભાજક (watershedwaterdivide) : નદીનો જળવહન માર્ગ જે સ્થાનેથી વિભાજિત થતો હોય તેની ઉપરવાસનો જળપરિવાહ વિસ્તાર અથવા બે ભેગી થતી નદીઓનાં થાળાં કે ખીણપ્રદેશો વચ્ચે વિભાજિત રેખા (વિભાગ) બનાવતો ઊંચાણવાળો ભૂમિભાગ. જળવિભાજક આ રીતે બે નજીક નજીકની જળપરિવાહરચનાઓ વચ્ચે સરહદ બનાવી ઉપરવાસની બે નદીઓને અલગ પાડે છે. પાણીપુરવઠા ઇજનેરીમાં તે જળવિભાજક…

વધુ વાંચો >

જંબુદ્વીપ (જૈન-પરંપરા અનુસાર)

જંબુદ્વીપ (જૈન-પરંપરા અનુસાર) : જૈન, બૌદ્ધ અને હિંદુ-પરંપરા પ્રમાણે જંબુદ્વીપ પૌરાણિક દ્વીપ છે. તે મેરુ પર્વતની દક્ષિણે આવેલો માનવામાં આવે છે. બૌદ્ધ-પરંપરા પ્રમાણે ચાર મહાદ્વીપોમાંનો તે એક છે. ખૂબ જ વિશાળ અને ભવ્ય એવા જંબુ અથવા નાગવૃક્ષ પરથી આવું નામ પડ્યું છે. બૌદ્ધ-પરંપરા તો એમ પણ માને છે કે બુદ્ધ…

વધુ વાંચો >

જંબુદ્વીપ (ભાગવત પુરાણ અનુસાર)

જંબુદ્વીપ (ભાગવત પુરાણ અનુસાર) : પ્રાચીન ભારતીય ભુવનકોશમાં અને પુરાણોમાં વર્ણવાયેલો પ્રદેશ. શ્રીમદ્ ભાગવત પુરાણના પાંચમા સ્કંધમાં ભૂગોળ-ખગોળનું વર્ણન આવે છે. તેમાં 5–1–20માં સાત દ્વીપોમાં; જંબુ, પ્લક્ષ, શાલ્મલિ, કુશ, ક્રૌંચ, શાક અને પુષ્કરનો ઉલ્લેખ છે. આ જંબુદ્વીપના રાજા પ્રિયવ્રતના પુત્ર આગ્નીધ્ર હતા. તેમાંના જંબુદ્વીપને નવ વર્ષ(ખંડ)માં વહેંચવામાં આવ્યો હતો. તેનાં…

વધુ વાંચો >

જંબુસર

જંબુસર : ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનું વડું મથક. નાંદીપુરીના ગુર્જર નૃપતિવંશના રાજાઓના સમયમાં બ્રાહ્મણોએ તે વસાવેલું હતું. આ વંશના રાજા દદ્દ બીજાના કલચુરિ સં. 380 અને 385(ઈ. સ. 629 અને 634)નાં દાનશાસનોમાં દાન ગ્રહણ કરનાર જંબુસરથી આવેલ બ્રાહ્મણનો નિર્દેશ છે. મૈત્રક વંશના રાજા ધ્રુવસેન બીજાના વલભી સં. 320(ઈ. સ. 639-40)ના…

વધુ વાંચો >

જાકાર્તા

જાકાર્તા : ઇન્ડોનેશિયાની રાજધાની, સૌથી અગત્યનું આર્થિક કેન્દ્ર. દેશનું સૌથી વધુ વસ્તીવાળું શહેર. ઇન્ડોનેશિયાના ટાપુ જાવા પર તે વસેલું છે. વસ્તી 83,89,443 (2000) તથા વસ્તીની ગીચતા 12,288 પ્રતિ ચોકિમી. છે. વસ્તીમાં દર વર્ષે 3 %નો વધારો થાય છે. જાવા ટાપુ પર પશ્ચિમ વિસ્તારમાં ઉત્તર તરફના ભાગમાં 6° 10’ દ. અ.…

વધુ વાંચો >

જાપાન

જાપાન જાપાન એટલે કે ‘ઊગતા સૂર્યના દેશ’ની ઉપમા પામેલો પૂર્વ એશિયાના તળપ્રદેશને અડીને આવેલો દેશ. પૅસિફિક મહાસાગરમાં લગભગ 2100 કિમી. લાંબી ચાપાકાર દ્વીપશૃંખલા બનાવતો આ દેશ આશરે 26° 59’થી 45° 31’ ઉ. અ. અને 128° 06’થી 145° 49’ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. 4 મુખ્ય ટાપુઓ ઉપરાંત લગભગ 3000 જેટલા…

વધુ વાંચો >

જાપુરા

જાપુરા : દક્ષિણ અમેરિકામાં આવેલી મહાકાય નદી એમેઝૉનની એક મોટી શાખા-નદી (tributary). વાયવ્ય કોલંબિયાનો 3000 મી. ઊંચો કૉર્ડિલેરા ઓક્સિડેન્ટલ આ નદીનું ઉદગમસ્થાન છે. ત્યાંથી નીકળી તે સામાન્ય રીતે ઘણી લંબાઈ સુધી અગ્નિખૂણે વહે છે અને વાયવ્ય બ્રાઝિલ ખાતે આવેલ, એમેઝૉનાસ રાજ્યની આરપાર વહીને તે એમેઝૉનને મળે છે. નદીનો ઉપરવાસનો ભાગ…

વધુ વાંચો >