Geography
કોરિયા
કોરિયા : ચીન અને રશિયાના મિલનસ્થાન આગળ પૂર્વ એશિયામાં દ્વીપકલ્પ રૂપે આવેલો દેશ. સમગ્ર દેશ 34° અને 43° ઉ. અ. તથા 124° અને 131° પૂ. રે. વચ્ચે આવેલો છે. તેનું ક્ષેત્રફળ 2,22,154 ચોકિમી. છે. દ્વીપકલ્પના દક્ષિણ છેડાથી જાપાન માત્ર 195 કિમી. દૂર છે. ચીનનો મંચુરિયાનો પ્રદેશ તેની ઉત્તરે છે. રશિયાની…
વધુ વાંચો >કૉરિયોલિસ બળ
કૉરિયોલિસ બળ : પૃથ્વીના પશ્ચિમથી પૂર્વ દિશાના દૈનિક ધરી-ભ્રમણને લીધે પવન ઉપર લાગતું બળ. ફ્રેંચ ગણિતજ્ઞ કૉરિયોલિસે આ પ્રકારના બળ વિશે સૌપ્રથમ ધ્યાન દોર્યું હતું આથી એને કૉરિયોલિસ બળ નામ આપવામાં આવ્યું છે. આ બળ પવનનો વેગ, પૃથ્વીની ધરી-ભ્રમણની ગતિ અને જે તે સ્થળના અક્ષાંશના સીધા પ્રમાણમાં હોય છે. વિષુવવૃત્ત…
વધુ વાંચો >કોરી ખાડી
કોરી ખાડી : સિંધુ નદીના લુપ્ત પૂર્વમુખનો અવશેષ. ભૌગોલિક સ્થાન : 23° 45′ ઉ. અ. અને 68°. 30′ પૂ. રે. કોરી ખાડી કચ્છના છેક પશ્ચિમ છેડા ઉપર આવેલી છે. ભૂતકાળમાં પૂર્વમાંથી આવતી રાજસ્થાનની લૂણી નદી તથા બનાસ અને સિંધુનો એક ફાંટો અરબી સમુદ્રને મળતો હતો. સિંધુનું મુખ પશ્ચિમ તરફ ખસતાં…
વધુ વાંચો >કોરોમંડલ
કોરોમંડલ : કૃષ્ણા નદીના મુખથી (15°-47′ ઉ. અ. અને 80° 47′ પૂ. રે.) કેલ્લીમેડ ભૂશિર સુધી (10°-17′ ઉ. અ. અને 79° 50′ પૂ. રે.) આવેલો ભારતનો પૂર્વકિનારાનો પ્રદેશ. તેની પૂર્વે બંગાળની ખાડી, પશ્ચિમે પૂર્વઘાટ, દક્ષિણે કાવેરીનો ત્રિકોણાકાર પ્રદેશ અને ઉત્તરે ઓડિસાનું મેદાન છે. સમગ્ર પ્રદેશનું ક્ષેત્રફળ 22,800 ચોકિમી. છે. તેની…
વધુ વાંચો >કૉર્ક
કૉર્ક : યુરોપનું શ્રેષ્ઠ કુદરતી બંદર. ભૌગોલિક સ્થાન 51° 54′ ઉ. અ. અને 8°. 28′ પ. રે. આયર્લૅન્ડનું આટલાન્ટિક મહાસાગરને કિનારે લી નદીના મુખપ્રદેશ પર આવેલું બંદર, દેશનું બીજા ક્રમે સૌથી મોટું શહેર, કૉર્ક પરગણાનું વડું મથક અને મન્સ્ટર પ્રાન્તમાં આવેલું દેશનું સૌથી મોટું પરગણું. પરગણાનો વિસ્તાર 7,460 ચોકિમી. વસ્તી…
વધુ વાંચો >કૉર્ડોવા
કૉર્ડોવા : દક્ષિણ સ્પેનના અંડાલુસિયાના મેદાનમાં સિયેરા મોરેના પર્વતની તળેટીમાં ગૌડાલકવીવીર નદીને કાંઠે આવેલું પ્રાચીન સ્થાપત્ય તેમજ સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતું કેન્દ્ર તથા તે જ નામના પ્રાંતની રાજધાની. ભૌગોલિક સ્થાન : 37° 53′ ઉ.અ. તથા 4.46′ પ. રે. પ્રાંતની વસ્તી : 7,67,175 તથા શહેરની વસ્તી 3,25,708 (2023) અને મેટ્રો…
વધુ વાંચો >કૉર્સિકા
કૉર્સિકા : ભૂમધ્ય સાગરમાં આવેલો વિસ્તારની ર્દષ્ટિએ ચોથા નંબરનો ટાપુ. ભૌગોલિક સ્થાન 42°. 00′ ઉ. અ. અને 9°. 00′ પૂ. રે. તેનું ક્ષેત્રફળ 8681 ચોકિમી., વસ્તી 3,49,465 (2022) અને મોટામાં મોટું શહેર બાસ્તિયા છે. રોમનોએ અહીં શહેરો વસાવ્યાં અને ખેતીની શરૂઆત કરી હતી. લગભગ ચાર સદીના શાસન પછી 1768માં જિનીવા…
વધુ વાંચો >કોલક
કોલક : વલસાડ જિલ્લાનું અરબી સમુદ્ર ઉપર આવેલું મત્સ્ય બંદર અને તે જ નામની નદી. ભૌગોલિક સ્થાન 20° 30′ ઉ. અ. અને 72° 55′ પૂ. રે. કોલક પારડીથી પશ્ચિમે 10 કિમી., ઉદવાડાથી 6.4 કિમી. અને પાર નદીના દરિયા સાથેના સંગમથી 8.5 કિમી. દૂર છે. તે વાપીથી ધરમપુર જતા માર્ગ સાથે…
વધુ વાંચો >કોલંબિયા
કોલંબિયા : દક્ષિણ અમેરિકાની વાયવ્યે આવેલો પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન 4°. 00′ ઉ. અ. અને 72°.00′ પૂ. રે.ની આજુબાજુનો 11,40,108 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. નૈર્ઋત્યમાં અમેરિકા ખંડની શોધ કરનાર ક્રિસ્તોફર કોલંબસ પરથી આ દેશનું નામ કોલંબિયા પડ્યું છે. કદની દૃષ્ટિએ લૅટિન અમેરિકામાં તેનો ચોથો ક્રમ છે. તેની અગ્નિ…
વધુ વાંચો >કોલંબો
કોલંબો : શ્રીલંકા(સિલોન – પ્રાચીન નામ સિંહલદ્વીપ)નું પાટનગર અને દેશનું સૌથી મોટું વેપારી મથક અને બંદર. ભૌગોલિક સ્થાન 6°. 56′ ઉ.અ. અને 79°.51′ પૂ.રે. મનારના અખાતમાં શ્રીલંકાની પશ્ચિમે આ બંદર આવેલું છે. તેનો વિકાસ પોર્ટુગીઝ દ્વારા થયેલો. આ બંદર સિંહાલી ભાષામાં ‘Kolaamba’ (કોલાઅમ્બા) નામે ઓળખાતું. આબોહવા : કોલંબોનું જાન્યુઆરીનું તાપમાન…
વધુ વાંચો >