Geography

ઓક્લાહોમા (શહેર)

ઓક્લાહોમા (શહેર) : અમેરિકાના ઓક્લાહોમા રાજ્યની રાજધાની તથા દેશનાં મોટાં વિમાની ઉડ્ડયન અને સંચાલન-મથકોમાંનું એક. ભો. સ્થા. : 350 28′ ઉ. અ. અને 970 30′ પ. રે. ઓક્લાહોમા એટલે ‘red people’. ઉત્તર કૅનેડિયન નદી પર તે રાષ્ટ્રપ્રમુખના જાહેરનામા (1889) દ્વારા વસાવેલું છે. શહેર વિસ્તારની વસ્તી 6,81,054 (2020) છે. તેનો ભૌગોલિક…

વધુ વાંચો >

ઑક્સફર્ડ

ઑક્સફર્ડ : ઇંગ્લૅન્ડના ઑક્સફર્ડશાયર જિલ્લાનું મહત્વનું શહેર. ભૌગોલિક સ્થાન : 510 46’ ઉ. અ. અને 10 15’ પ. રે.. તે થેમ્સ નદીના ઉપરવાસમાં ચૅરવેલ નદી સાથે થતા સંગમસ્થાન પર ઉત્તર કાંઠે વસેલું છે. ઑક્સફર્ડમાં થેમ્સ નદી આઇસિસ નામથી ઓળખાય છે. લંડનથી વાયવ્યમાં તે આશરે 80 કિમી. જેટલા અંતરે આવેલું છે.…

વધુ વાંચો >

ઓખા

ઓખા : સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના વાયવ્ય છેડા પર આવેલું બંદર. ભૌગોલિક સ્થાન : 220 28′ ઉ. અ. અને 690 05′ પૂ. રે.. ભૂમિમાર્ગે તે દ્વારકાથી 32 કિમી., મીઠાપુરથી 11 કિમી. અને જામનગરથી 161 કિમી.ના અંતરે તથા જળમાર્ગે તે મુંબઈથી 323 નૉટિકલ માઈલના અંતરે આવેલું છે. ભારતનાં પશ્ચિમ કિનારા પરનાં, વિશેષે કરીને…

વધુ વાંચો >

ઓખોટસ્કનો સમુદ્ર

ઓખોટસ્કનો સમુદ્ર : જાપાનની ઉત્તરે પ્રશાંત (પૅસિફિક) મહાસાગરનો આશરે 15.38 લાખ ચોકિમી.નો જળરાશિ વિસ્તાર ધરાવતો સમુદ્ર. ઉત્તર ધ્રુવની નજીક આવેલો હોવાથી તે વર્ષનો મોટો ભાગ બરફાચ્છાદિત રહે છે. આ સમુદ્રની ઈશાન દિશામાં સાઇબીરિયા, કામચટકાનો દ્વીપકલ્પ તેમજ કુરાઇલ ટાપુઓ પથરાયેલા છે, જ્યારે તેની દક્ષિણે વિશાળ સખાલિન ટાપુ તેમજ દૂર જાપાન દેશ…

વધુ વાંચો >

ઓચીલ ટેકરીઓ

ઓચીલ ટેકરીઓ : મધ્ય સ્કૉટલૅન્ડમાં આવેલી ટેકરીઓની હારમાળા. તે ફર્થ ઑવ્ ટેથી બ્રિજ ઑવ્ એલન સુધીના આશરે 40 કિમી. વિસ્તારમાં ફેલાયેલી છે. બેન ક્લૅચ એ તેનું ઊંચામાં ઊંચું શિખર છે (721 મીટર). ભૂતકાળમાં તેના પ્રદેશમાંથી કાચું લોખંડ, કોલસા, સીસું તથા તાંબું મોટા પ્રમાણમાં મળી આવતું હતું; પરંતુ કાળક્રમે તેની ખાણો…

વધુ વાંચો >

ઓજત (નદી)

ઓજત (નદી) : પશ્ચિમ સૌરાષ્ટ્રની મહત્વની નદી. જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં ગીરની ટેકરીઓમાંથી નીકળી આ નદી પશ્ચિમે વહી નવી બંદર નજીક ભાદર નદી સાથે અરબી સમુદ્રને મળે છે. જૂનાગઢ નજીક વંથલી ગામ પાસે તેને ઉબેણ નદી મળે છે. ગીરના જંગલવિસ્તારના મોટાભાગમાંથી આ નદી વહે છે; તેથી સિંચાઈ કરતાં વિશેષ તો…

વધુ વાંચો >

ઓઝાર્કનો ઉચ્ચ પ્રદેશ

ઓઝાર્કનો ઉચ્ચ પ્રદેશ : ઉત્તર અમેરિકાની નૈર્ઋત્યે આ ઉચ્ચ પ્રદેશ આવેલો છે. અમેરિકાના ઓકલાહોમા, મિસુરી અને આરકાન્સાસ રાજ્યમાં લગભગ 1,28,000 ચોકિમી.ના વિસ્તારમાં પથરાયેલા આ ઉચ્ચ પ્રદેશનું સૌથી ઊંચું શિખર માઉન્ટ બોસ્ટન છે. મિસુરી અને આરકાન્સાસ નદીઓ દ્વારા ઉચ્ચ પ્રદેશનાં ભૂમિર્દશ્યો રચાયાં છે. પરિણામે સહેલાણીઓ માટે આ પ્રવાસધામ બનેલું છે. કુદરતી…

વધુ વાંચો >

ઓટાવા

ઓટાવા : કૅનેડાનું પાટનગર તથા તેના કાર્લટન પરગણાનું મથક. ભૌગોલિક સ્થાન : 450 25’ ઉ. અ. અને 750 42’ પ. રે.. તે ઓન્ટારિયો પ્રાંતના દક્ષિણ પૂર્વમાં, ટોરૉન્ટોની ઉત્તર-પૂર્વે 355 કિમી. તથા મોન્ટ્રિયલની પશ્ચિમે 177 કિમી.ના અંતરે આવેલું છે. સત્તરમી અને અઢારમી સદીમાં ભૌગોલિક સાહસ ખેડનારાઓ તથા વ્યાપારીઓના ઉપયોગમાં લેવાતી ત્રણ…

વધુ વાંચો >

ઓડેસા (Odesa)

ઓડેસા (Odesa) : યુક્રેઇન પ્રજાસત્તાક(સ્થાપના : 1911)નો 33,300 ચોકિમી. વિસ્તાર ધરાવતો કાળા સમુદ્રના કિનારાનો પ્રદેશ અને તેનું મહત્વનું શહેર તથા બંદર. 460 28′ ઉ. અ. અને 300 44′ પૂ. રે. વસ્તી : પ્રદેશની 25,47,800; શહેરની 10,27,000 (1998). ખેતી અને પશુપાલન ઓડેસા પ્રદેશના મુખ્ય વ્યવસાય છે. ઘઉં, મકાઈ, બીટ, જવ અને…

વધુ વાંચો >

ઑન્ટેરિયો

ઑન્ટેરિયો : વિસ્તારની ર્દષ્ટિએ બીજા ક્રમે આવતો, કૅનેડાનો પ્રાંત. ભોગોલિક સ્થાન : તે આશરે 420થી 570 ઉ. અ. અને 800થી 950 પ. રે. વચ્ચેનો કુલ 10,68,580 ચો.કિમી. (ભૂમિવિસ્તાર : 8,91,190 ચોકિમી. અને જળવિસ્તાર : 1,77,390 ચોકિમી.) જેટલો વિસ્તાર આવરી લે છે. આ પ્રાંત ઉત્તર તરફના હડસનના અખાત અને જેમ્સના અખાત…

વધુ વાંચો >