Geography

ઍલ્યુશિયન ટાપુઓ

ઍલ્યુશિયન ટાપુઓ : ઉત્તર અમેરિકા ખંડની છેક ઉપર પશ્ચિમ બાજુએ યુ.એસ.નું અલાસ્કા રાજ્ય આવેલું છે. અલાસ્કાની નૈર્ઋત્ય બાજુએ ઍલ્યુશિન ટાપુઓ આવેલા છે. પૅસિફિક મહાસાગરમાં બૅરિંગ સમુદ્રમાં આ ટાપુઓ એક લાંબી સાંકળ સ્વરૂપે 1,600 કિમી. સુધીની લંબાઈ ધરાવે છે. તેમાં 20 જેટલા જ્વાળામુખી ટાપુઓનો સમાવેશ થાય છે. આ ઍલ્યુશિયન ટાપુઓ અલાસ્કા…

વધુ વાંચો >

એવન

એવન : ઇંગ્લૅન્ડના નૈર્ઋત્ય ભાગમાં આવેલ કાઉન્ટી. 1974માં ગ્લોસેસ્ટરશાયર અને સમરસેટમાંથી તેનું અલગ પરગણું કરવામાં આવ્યું હતું. તેનું ક્ષેત્રફળ 1,336 કિમી. અને વસ્તી 9,34,674 (1991) જેટલી હતી. ઔદ્યોગિક વસાહતોથી દૂર હોવાને કારણે તે મોટેભાગે ખેતીપ્રધાન વિસ્તાર હતો. સમય જતાં તેને જોડેના નગરમાં ભેળવી દેવામાં આવ્યું છે. નીતિન કોઠારી

વધુ વાંચો >

એવન નદી

એવન નદી : મધ્ય ઇંગ્લૅન્ડની એક નદી. તે નેઝબી આગળથી શરૂ થઈને નૈર્ઋત્ય દિશામાં 155 કિમી. સુધી વહી સેવર્ન નદીને મળે છે. મોટાં વહાણો માટે અયોગ્ય હોવાથી તેમાં મુખ્યત્વે નાની નાવ વપરાય છે. તેની આજુબાજુનો પ્રદેશ વનશ્રી અને કુદરતી સૌંદર્યવાળો છે. ઇંગ્લૅન્ડના જગમશહૂર મહાન કવિ શેક્સપિયર આ નદીના કિનારે આવેલા…

વધુ વાંચો >

એવરેસ્ટ શિખર

એવરેસ્ટ શિખર : પૃથ્વી પરનું મહત્તમ ઊંચાઈ ધરાવતું ગિરિશિખર. એશિયાની દક્ષિણે આવેલી હિમાલય પર્વતરચના પૈકીની મધ્યઅક્ષીય હારમાળાની ઉત્તરે, નેપાલ-તિબેટની સરહદે, પરંતુ નેપાલની ભૌગોલિક હદમાં આવેલું છે. ભૌગોલિક સ્થાન : 28° ઉ. અ. અને 87° પૂ. રે. પર તે બે શિખર-ટોચમાં વિભાજિત છે. ઉત્તરીય ટોચ સમુદ્રસપાટીથી 8,848 મીટરની અને દક્ષિણટોચ 8,748…

વધુ વાંચો >

એવિગ્નોન

એવિગ્નોન : ફ્રાન્સના અગ્નિખૂણામાં ર્હોન નદીને કિનારે આવેલું કૃષિકેન્દ્ર અને ઐતિહાસિક નગર. રોમન યુગમાં તે સમૃદ્ધ નગર હતું. પાંચમી સદીમાં ઉત્તર યુરોપીય આક્રમણને લીધે પતન થયું. ફ્રાન્સના રાજા ફિલિપના પ્રભાવ હેઠળ ચૂંટાયેલા પોપ ક્લૅમન્ટ પાંચમાએ 1309થી 1377 સુધી આ નગરમાં નિવાસ કર્યો. આ ગાળો ઇતિહાસમાં ‘એવિગ્નોન પોપશાહી’ કે ‘બૅબિલોનિયન કૅપ્ટિવિટી…

વધુ વાંચો >

એશિયા

એશિયા દુનિયાના સાત ખંડો પૈકી સૌથી મોટો ખંડ. પૂર્વ ગોળાર્ધના ઉત્તર ભાગમાં 100 દ. અ.થી 800 ઉ. અ. અને 250 પૂ. રે.થી 1750 પૂ. રે. વચ્ચે આવેલો છે. પૃથ્વીના કુલ વિસ્તારના 11થી 12 ટકા અને કુલ સૂકી જમીનના 1/3 ભાગને તે આવરી લે છે. તેનું ક્ષેત્રફળ 4,46,14,399 ચોકિમી. છે. તેની…

વધુ વાંચો >

એશિયા માઇનોર

એશિયા માઇનોર (આનાતોલિયા) : વર્તમાન તુર્કસ્તાનના એશિયા ખંડ તરફના ભૌગોલિક વિસ્તારને આવરી લેતો દ્વીપકલ્પ. ભૌગોલિક સ્થાન : 390 ઉ. અ. અને 320 પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. તેના મધ્યમાં સમુદ્રની સપાટીથી આશરે 900 મીટરની ઊંચાઈ પર પઠાર છે. ઉત્તરમાં ટેકરીઓની લાંબી હારમાળા છે, દક્ષિણ તરફ આશરે 3,700 મીટર જેટલી ઊંચાઈ ધરાવતી…

વધુ વાંચો >

ઍસિડિક લાવા

ઍસિડિક લાવા : વધુ સિલિકાદ્રવ્ય ધરાવતો લાવા. પૃથ્વીના પોપડાના પડમાં ક્યારેક થતી રહેતી વિક્ષેપજન્ય અસરોને કારણે ત્યાં રહેલા જે તે ખડકો પીગળી જઈ તૈયાર થતો ભૂરસ મૅગ્મા તરીકે અને તે જ્યારે ભૂપૃષ્ઠ પર નીકળી આવે ત્યારે લાવા તરીકે ઓળખાય છે. લાવા(કે મૅગ્મા)ના ઍસિડિક કે બેઝિક હોવાનો આધાર તે જેમાંથી ઉદભવે…

વધુ વાંચો >

એસિરિયન સંસ્કૃતિ

એસિરિયન સંસ્કૃતિ : મેસોપોટેમિયાનો એક ભૌગોલિક પ્રદેશ. તે બૅબિલૉનથી આશરે 980 કિમી. ઉત્તરે આવેલો છે. પ્રાચીન કાળમાં યુફ્રેટીસ અને ટાઇગ્રિસ નદીઓના તટપ્રદેશ પર જે સંસ્કૃતિનો વિકાસ થયો તે મેસોપોટેમિયા(બે નદીઓ વચ્ચેનો પ્રદેશ)ની સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. અહીં વસતી પ્રજાનો મુખ્ય દેવ ‘અસુર’ હતો. તેના નામ ઉપરથી આ લોકો એસિરિયન કહેવાતા.…

વધુ વાંચો >

એસુન્સિયૉન

એસુન્સિયૉન (Asuncion) : દક્ષિણ અમેરિકા ખંડના અગ્નિ ખૂણામાં આવેલા પેરુગ્વે દેશનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 250 16’ દ. અ. અને 570 40’ પ. રે.. પેરુગ્વે નદીના પૂર્વ કિનારે વસેલું આ શહેર ગ્રાનચાકોના મેદાની પ્રદેશમાં આર્જેન્ટિના અને પેરુગ્વેની સરહદ ઉપર આવેલું છે અને સેન્ટ્રલ પેરુગ્વે રેલવેનું મથક છે, તેથી રેલમાર્ગે મોન્ટેવીડિયો…

વધુ વાંચો >