એલ્બા : ભૂમધ્ય સમુદ્રમાં ઇટાલીના પશ્ચિમ કિનારાથી 11 કિમી.ને અંતરે આવેલો ખડકાળ ટાપુ. 363 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતા આ ટાપુની વસ્તી 30,000થી વધુ છે. પરાજયને અંતે નેપોલિયન બોનાપાર્ટને આ ટાપુ ઉપર (5-5-1814થી 26-2-1815 સુધી) રાખવામાં આવ્યો હતો. પોર્ટોફેરિયો ખાતે આવેલા સામાન્ય મકાનમાં તે રહ્યો. તે દરમિયાન સેંટ મોર્ટિનોનો ભવ્ય મહેલ બંધાયો. આ મહેલમાં હાલ સંગ્રહાલય છે; એમાં નેપોલિયનની યાદગીરીની ચીજવસ્તુઓ સાચવી રાખવામાં આવી છે. ત્યાંની પેદાશોમાં ફળો, આરસ, દારૂ તથા લોખંડનો સમાવેશ થાય છે.

જ. જ. જોશી