Geography

ઍમેઝોન

ઍમેઝોન : દ. અમેરિકા ભૂમિખંડની બ્રાઝિલમાં આવેલી, સૌથી વિશેષ જળજથ્થો ધરાવતી નદી. આ નદી દ. અમેરિકા ભૂમિખંડની પશ્ચિમે આવેલી એન્ડિઝ ગિરિમાળામાંથી નીકળે છે અને ગિયાના અને બ્રાઝિલના ઉચ્ચપ્રદેશોની વચ્ચે વહીને આટલાન્ટિક મહાસાગરને મળે છે. તેની અનેક શાખા-પ્રશાખાઓ દ્વારા થયેલા ઘસારાથી આ બંને ઉચ્ચપ્રદેશો કોતરાઈ ગયા છે. તેમની વચ્ચે પૂર્વ તરફ…

વધુ વાંચો >

એમેરિગો, વેસપુસ્સી

એમેરિગો, વેસપુસ્સી (જ. 18 માર્ચ 1454, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 22 ફેબ્રુઆરી 1512, સેવિલ સ્પેન) : અમેરિકા શોધનાર ઇટાલિયન સાહસવીર. આ સાહસવીર 1478-80 દરમિયાન પૅરિસમાંના ફલોરેન્સના એલચીપદે રહેલા તેના કાકાના સેક્રેટરી તરીકે કામ કર્યા પછી સ્પેનના સેવિલ શહેરમાં મેદિચી નામની પ્રખ્યાત વેપારી પેઢીનો પ્રતિનિધિ રહ્યો હતો. કોલંબસે જે પ્રદેશ શોધ્યો હતો…

વધુ વાંચો >

ઍરિઝોના

ઍરિઝોના : યુનાઇટેડ સ્ટેટ્સ સંલગ્ન રાજ્યો પૈકીનું એક રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે યુ.એસ.ના નૈર્ઋત્ય ભાગમાં, 310 21’થી 370 00´ ઉ. અ. અને 1090 03´થી 1140 50´ પ.રે.ની વચ્ચેનો 2,95,276 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. રાજ્યની ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ લંબાઈ અનુક્રમે 650 કિમી. અને 550 કિમી. જેટલી છે. કદની…

વધુ વાંચો >

એરેત

એરેત : હિમશિલાથી રચાતું એક ભૂમિસ્વરૂપ. હિમથી છવાયેલા ઊંચા પર્વતોના ઢોળાવોનું ધોવાણ અને ઘસારાથી હિમગુફા ‘સર્ક’ની રચના થાય છે. આવા બે ઢોળાવ ઉપર રચાતા સર્કને લીધે પર્વતનું શિખર ધોવાતાં, ધારદાર સાંકડી પથરાળ બે ઢોળાવને છૂટા પાડતી શિખરરેખા (ridge) રચાય છે, જેની રચના પિરામિડ જેવી થાય છે. આવી ટેકરીને (ફ્રેંચ ભાષામાં)…

વધુ વાંચો >

એર્ગ

એર્ગ : રેતીના ઢૂંવા કે બારખાન. પવનથી થતી ભૂમિરચનાનું આ નવું સ્વરૂપ છે અને ખાસ કરીને સહરાના રેતાળ સાગરવિસ્તાર માટે આ અરબી શબ્દ વપરાય છે. રેતીઢૂંવા ઉપરથી પવન ઉત્પાતથી ઘસડાઈને રેતી, માટી અને ધૂળ સાગરનાં મોજાં જેવા આકારે સૂકા રણપ્રદેશમાં નિક્ષેપનથી રેતાળ સાગર સર્જે છે. વિલ્સનની રણપ્રદેશોની મોજણી (1970) પ્રમાણે…

વધુ વાંચો >

ઍલગોઅસ

ઍલગોઅસ : દક્ષિણ અમેરિકાના બ્રાઝિલ દેશના ઈશાનકોણમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 9° 00’થી 10° 30’ દ. અ. અને 35° થી 38° પ. રે. વચ્ચેનો આશરે 27,993 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે બ્રાઝિલનાં બધાં રાજ્યોમાં વિસ્તારની ર્દષ્ટિએ સૌથી નાનાં ગણાતાં રાજ્યો પૈકી દ્વિતીય ક્રમે આવે છે.…

વધુ વાંચો >

એલબુર્ઝ

એલબુર્ઝ (Elburz) : ઉત્તર ઇરાનમાં આવેલી સમાંતર હારમાળાઓથી બનેલી પર્વતરચના. તે ‘એલબ્રુઝ’ નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 36o 00’ ઉ. અ. અને 52o 00’ પૂ. રે.ની આજુબાજુ ચાપ આકારના સ્વરૂપમાં ઉત્તર ઈરાનથી પૂર્વ ઈરાન તરફ આશરે 1,030 કિમી વિસ્તારમાં પથરાયેલી છે. તેના પશ્ચિમ છેડાની પહોળાઈ 24 કિમી…

વધુ વાંચો >

એલબ્રુસ પર્વત

એલબ્રુસ પર્વત : યુરોપમાં આવેલો ઊંચામાં ઊંચો પર્વત. તે કૉકેસસ પર્વતમાળાના વાયવ્ય ભાગમાં 5,642 મીટરની ઊંચાઈએ આવેલો છે. તે જ્યૉર્જિયન પ્રજાસત્તાક(જ્યૉર્જિયા)માં ત્બિલિસીથી વાયવ્યમાં 241 કિમી. દૂર આવેલો છે. ભૌગોલિક સ્થાન : 43o 21’ ઉ. અ. અને 42o 26’ પૂ. રે. આ પર્વતમાંથી 20થી વધુ હિમનદીઓ નીકળે છે, જે આશરે 142…

વધુ વાંચો >

ઍલ સાલ્વૅડોર

ઍલ સાલ્વૅડોર : મધ્ય અમેરિકાના પૅસિફિક દરિયાકાંઠા પર આવેલું પ્રજાસત્તાક. તે મધ્ય અમેરિકાના સાત દેશોમાંનો નાનામાં નાનો દેશ છે. તેની ઉત્તર તથા પૂર્વમાં હૉન્ડુરાસ, દક્ષિણમાં 335 કિમી. લાંબો પૅસિફિક સમુદ્રનો દરિયાકાંઠો તથા વાયવ્યમાં ગ્વાટેમાલા છે. ભૌ. સ્થાન : 13o 50’ ઉ. અ. અને 88o 50’ પ. રે.ની આજુબાજુ. કુલ વિસ્તાર…

વધુ વાંચો >

ઍલાપ્પુઝા (ઍલેપ્પી)

ઍલાપ્પુઝા (ઍલેપ્પી) : કેરળ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 9o 30’ ઉ. અ. અને 76o 20’ પૂ. રે. આજુબાજુનો 1,414 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે થીરુવનંથપુરમથી વાયવ્યમાં 130 કિમી. અંતરે આવેલું છે. તેની ઉત્તરે એર્નાકુલમ્ જિલ્લો, પૂર્વમાં કોટ્ટાયમ્ અને પત્તનમથિતા જિલ્લા,…

વધુ વાંચો >