Geography
લા ચુંગ (La Chung)
લા ચુંગ (La Chung) : સિક્કિમ રાજ્યના ‘નૉર્થ ડિસ્ટ્રિક્ટ’ જિલ્લાનું ગામ. ભૌગોલિક સ્થાન : આ સ્થળ આશરે 28° ઉ. અ. અને 88° 45´ પૂ. રે. નજીક સિક્કિમના પાટનગર ગંગટોકથી ઉત્તરે 43 કિમી.ને અંતરે આવેલું છે. તેની પૂર્વે ચીનની સીમા આવેલી છે. આ ગામ તિસ્તા નદીની સહાયક નદી લા ચુંગને કિનારે…
વધુ વાંચો >લાઝિયો (Lazio)
લાઝિયો (Lazio) : પશ્ચિમ મધ્ય ઇટાલીનો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 42° 00´ ઉ. અ. અને 12° 30´ પૂ. રે. તિરહેનિયન સમુદ્રની સામે આવેલા પ્રદેશમાં રોમ, ફ્રોસિનોન, લૅટિના, રિયેતી અને વિતેર્બોના પ્રાંતોનો સમાવેશ થાય છે. આ પ્રદેશનો કુલ વિસ્તાર 17,203 ચોકિમી. જેટલો છે. રોમન ભાષામાં આ લાઝિયો લેટિયમ તરીકે ઓળખાય છે.…
વધુ વાંચો >લાટ
લાટ : પ્રાચીન કાળમાં જુદા જુદા સમયે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાત માટે વપરાયેલ નામ. તેની વ્યુત્પત્તિ માટે ડૉ. એ. એસ. અલતેકરે आनर्त માંથી (आलट्ट દ્વારા) તો ઉમાશંકર જોશીએ नर्तकમાંથી नट्टअ > लट्टअ દ્વારા ‘લાટ’ની સંભાવના કરી છે. ‘લાટ’નો ઉલ્લેખ ટૉલેમીની ભૂગોળ (બીજી સદી) તથા વાત્સ્યાયનના ‘કામસૂત્ર’(ત્રીજી સદી)માં…
વધુ વાંચો >લાટમંડલ
લાટમંડલ : દખ્ખણના રાષ્ટ્રકૂટોની સત્તા દરમિયાન દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાત તરીકે ઓળખાતો પ્રદેશ. દક્ષિણ ગુજરાતમાં ત્રૈકૂટકોનું રાજ્ય ગુપ્તકાલથી પ્રવર્તતું, જે ઈ. સ. 494–95 સુધી ચાલુ રહેલું જણાય છે. ઈ. સ. 669માં નવસારીમાં દખ્ખણના ચાલુક્ય રાજ્યની શાખા સત્તારૂઢ થઈ. આ વંશની સત્તા ત્યાં 75થી 80 વર્ષ ટકી. આઠમી સદીના મધ્યમાં…
વધુ વાંચો >લાટ્રોબ ખીણ
લાટ્રોબ ખીણ : ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં આવેલો કોલસાની સંપત્તિ ધરાવતો ખીણપ્રદેશ. અહીં લાટ્રોબ નદીની દક્ષિણે, કથ્થાઈ કોલસાનો વિપુલ જથ્થો રહેલો છે. લાટ્રોબે ખીણમાં રહેલા કોલસાનો કુલ અનામત જથ્થો 1,700 કરોડ મેટ્રિક ટન જેટલો હોવાનું અંદાજવામાં આવેલું છે. અહીંના કોલસાના થર ઓછામાં ઓછા 60 મીટરની જાડાઈના છે. વળી તે ભૂમિની સપાટીથી…
વધુ વાંચો >લાઠી
લાઠી : અમરેલી જિલ્લામાં આવેલો તાલુકો તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : તે 21° 43´ ઉ. અ. અને 71° 23´ પૂ. રે. પરનો આશરે 633 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. લાઠી નગર અમરેલીથી આશરે 20 કિમી.ને અંતરે ઈશાન તરફ આવેલું છે. તેની ઉત્તરે બાબરા તાલુકો, પૂર્વે…
વધુ વાંચો >લાતુર
લાતુર : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : તે આશરે 17° 50´ થી 18° 50´ ઉ. અ. અને 76° 10´ થી 77° 10´ પૂ. રે. વચ્ચેનો આશરે 7,157 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બીડ અને પરભણી જિલ્લા, ઈશાન અને પૂર્વમાં…
વધુ વાંચો >લા પાઝ
લા પાઝ : બોલિવિયાનું રાજકીય પાટનગર તથા સૌથી મોટું શહેર. તે ટીટીકાકા સરોવરથી આશરે 68 કિમી. અગ્નિખૂણે લગભગ 16° 20´ દ. અક્ષાંશવૃત્ત તથા 68° 10´ પ. રેખાંશવૃત્ત પર આવેલું છે. ઈ. સ. 1548માં કપ્તાન ઍલોન્સો દ મેન્ડોઝા (Alanso de Mendoza) દ્વારા તેની સ્થાપના થઈ હતી. લા પાઝ, ઍન્ડિઝ ગિરિમાળા સંલગ્ન…
વધુ વાંચો >લા પેરૂઝની સામુદ્રધુની (La Perouse Strait)
લા પેરૂઝની સામુદ્રધુની (La Perouse Strait) : રશિયાના સખાલીન ટાપુઓ અને જાપાનના હોકાઇડો વચ્ચે આવેલો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ. ભૌગોલિક સ્થાન : આશરે 45° 45´ ઉ. અ. અને 142° 0´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. રશિયન નામ ‘પ્રોલીવ લા પેરૂઝા’, જાપાની નામ ‘સોયા કાઇકિયો’. આ નામ ફ્રેન્ચ અભિયંતા ઝાં ફ્રાન્ક્વા દ ગૅલપે કૉમ્તે…
વધુ વાંચો >લાપ્ટેવ સમુદ્ર
લાપ્ટેવ સમુદ્ર : આર્ક્ટિક મહાસાગરના એક ભાગરૂપ ઉત્તર સાઇબીરિયાના કિનારા નજીક આવેલો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : તે 76° ઉ. અ. અને 126° પૂ. રે.ની આજુબાજુનો આશરે 7,14,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની સરેરાશ ઊંડાઈ માત્ર 578 મીટર છે, પરંતુ મહત્તમ ઊંડાઈ 2,980 મીટર છે. તેની પશ્ચિમ તરફ તૈમિર…
વધુ વાંચો >