Geography

રસ્તા (ભૂમિમાર્ગ)

રસ્તા (ભૂમિમાર્ગ) : વિવિધ ભૂમિસ્થળોને જોડતો પગપાળા ચાલવાનો અથવા પરિવહન માટેનો પથ. રસ્તાઓ વિભિન્ન પ્રકારના હોય છે, જેવા કે ગ્રામવિસ્તારોને જોડતા સ્થાનિક રસ્તાઓ (local roads); તે સાંકડા હોય છે. શહેરોને જોડતા મુખ્ય રસ્તાઓ (main roads); તે પહોળા હોય છે. શહેરની અંદર બનાવેલા રસ્તાઓ (શેરીઓ  streets) તેમજ શહેર બહાર બનાવેલા ગોળાકાર…

વધુ વાંચો >

રંગપુર (જિલ્લો)

રંગપુર (જિલ્લો) : બાંગ્લાદેશના રાજશાહી વિભાગમાં આવેલો એક જિલ્લો. તેનું ક્ષેત્રફળ 9,586 ચોકિમી. જેટલું છે. તેનું ભૂપૃષ્ઠ કાંપનાં મેદાનોથી બનેલું છે. મેદાનોના પૂર્વભાગમાં નદીનો ખીણપ્રદેશ છે. જિલ્લામાં લગભગ બધે જ ખેતી થાય છે. તમાકુ, ડાંગર, શણ અને તેલીબિયાં અહીંના મુખ્ય કૃષિપાકો છે. જિલ્લામાં રેલમાર્ગો સારી રીતે ગૂંથાયેલા હોવાથી અહીં પેદા…

વધુ વાંચો >

રંગારેડ્ડી

રંગારેડ્ડી : આંધ્રપ્રદેશ રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે આશરે 16° 45´થી 17° 40´ ઉ. અ. અને 77° 20´થી 79° 00´ પૂ. રે. વચ્ચેનો 7,493 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે, પૂર્વમાં અને દક્ષિણે અનુક્રમે આંધ્રના મેડક, નાલગોંડા અને મહેબૂબનગર જિલ્લા તથા પશ્ચિમે કર્ણાટક રાજ્યનો…

વધુ વાંચો >

રંગીતાતા નદી

રંગીતાતા નદી : ન્યૂઝીલૅન્ડના દક્ષિણ ટાપુના પૂર્વ-મધ્ય ભાગમાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 44° 12´ દ. અ. અને 171° 30´ પૂ. રે. . આ નદી ત્યાંના દક્ષિણ આલ્પ્સ પર્વતોમાંથી નીકળતી ક્લાઇડ અને હૅવલૉક નદીઓના સંગમથી બને છે. તે રંગીતાતા કોતરમાંથી પસાર થાય છે. તે 121 કિમી.ની લંબાઈમાં અગ્નિ તરફ વહે…

વધુ વાંચો >

રંગીતીકી નદી

રંગીતીકી નદી : ન્યૂઝીલૅન્ડના ઉત્તર ટાપુના નૈર્ઋત્ય ભાગમાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 40° 18´ દ. અ. અને 175° 14´ પૂ. રે. . તે કૈમાનાવા પર્વતોમાંના પૂર્વ ઢોળાવોમાંથી નીકળે છે, તે દક્ષિણ તરફ 240 કિમી.ના અંતર સુધી વહે છે અને વાગાનુઈથી દક્ષિણે 40 કિમી.ના અંતરે તસ્માન સમુદ્રના તારાનાકી ઉપસાગરમાં ઠલવાય…

વધુ વાંચો >

રંગૂન (નદી)

રંગૂન (નદી) : દક્ષિણ મ્યાનમારમાં પાટનગર રંગૂન ખાતે આવેલી દરિયાઈ નાળ (marine estuary). આ નાળ પેગુ અને મીતમાકા નદીઓના સંગમથી બને છે. આ નાળનાં પાણી રંગૂનથી 40 કિમી. અગ્નિ તરફ આંદામાન સમુદ્રના મર્તબાન અખાતમાં ઠલવાય છે. પશ્ચિમ તરફ ઇરાવદી નદી સાથે ત્વાન્તે નહેર (1883માં તે સર્વપ્રથમ ખોદવામાં આવેલી) મારફતે તેને…

વધુ વાંચો >

રંગૂન (યાન્ગોન)

રંગૂન (યાન્ગોન) : મ્યાનમારનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 16° 45´ ઉ. અ. અને 96° 07´ પૂ. રે. દેશનું તે મુખ્ય બંદર તેમજ ઔદ્યોગિક મથક પણ છે. તે દેશના દક્ષિણ ભાગમાં રંગૂન નદીના બંને કાંઠા પર વસેલું છે અને હિન્દી મહાસાગરના ફાંટારૂપ મર્તબાનના અખાતની ઉત્તરે 32 કિમી.ને…

વધુ વાંચો >

રાઇસવાઇક (Rijswijk)

રાઇસવાઇક (Rijswijk) : હેગના અગ્નિભાગમાં આવેલું, પશ્ચિમ નેધરલૅન્ડ્ઝના ઝુઇદ હોલૅન્ડ પ્રાંતનું શહેર. ભૌગોલિક સ્થાન : 52° 04´ ઉ. અ. અને 4° 20´ પૂ. રે. આ શહેર માત્ર નિવાસી સ્થળ હોવા ઉપરાંત ત્યાં પ્રયોગશાળાઓ, ફળોની હરાજીનું બજાર તથા આજુબાજુ તેલના કૂવા આવેલાં છે. ઉપેનબર્ગનું હવાઈ મથક પણ અહીં નજીકમાં જ છે.…

વધુ વાંચો >

રાકૈયા (નદી)

રાકૈયા (નદી) : ન્યૂઝીલૅન્ડના દક્ષિણ ટાપુના મધ્ય ભાગમાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 43° 56´ દ. અ. અને 172° 13´ પૂ. રે. તે દક્ષિણ આલ્પ્સમાંથી વ્હીટકૉમ્બે ઘાટ નજીકની લાયલ અને રામસે હિમનદીઓમાંથી નીકળે છે. ત્યાંથી પ્રથમ તે પૂર્વ તરફ અને પછીથી અગ્નિ તરફ આશરે 145 કિમી. અંતર સુધી વહીને બૅંક્સ…

વધુ વાંચો >

રાજકીય ભૂગોળ

રાજકીય ભૂગોળ : ભૌગોલિક સંદર્ભ થકી રાજ્યશાસ્ત્ર અને રાજકારણને સમજવાનો પ્રયાસ કરતી ભૂગોળ વિષયની એક શાખા. પ્રાચીન કાળમાં ગ્રીસમાં તેનો એક વિષય તરીકે અભ્યાસ થતો હતો, પરંતુ અલગ વિષય તરીકે રાજકીય ભૂગોળની સમજ આપનાર સર્વપ્રથમ વિદ્વાન અને ભૂગોળવિદ હતા ફ્રેડરિક રૅટઝેલ. આ જર્મન વિદ્વાને ‘પૉલિટશે જિયૉગ્રાફી’ (Politsche Geographie) (1897) ગ્રંથ…

વધુ વાંચો >