Geography
ઇજિપ્ત
ઇજિપ્ત આફ્રિકા ખંડના ઈશાન કોણમાં આવેલો દેશ. તે આશરે 220 ઉ. અ.થી 320 ઉ. અ. અને 250 પૂ. રે.થી 360 પૂ. રે. વચ્ચે વિસ્તરેલો આરબ રિપબ્લિક ઑવ્ ઇજિપ્ત આરબ જગતમાં સૌથી વધુ વસ્તીવાળો દેશ છે. વિસ્તાર : 10,01,449 ચો.કિમી. (આંતરિક જળવિસ્તાર સહિત) જ્યારે ભૂમિવિસ્તાર 9,97,677 ચોકિમી. છે. વિશ્વની સૌપ્રથમ સંસ્કૃતિનો…
વધુ વાંચો >ઇઝરાયલ
ઇઝરાયલ આરબ રણની ધાર પર ભૂમધ્ય સમુદ્રના પૂર્વ છેડે એશિયા, આફ્રિકા અને યુરોપના ત્રિભેટે આવેલો દેશ. તે 310 30´ ઉ. અ. અને 350 00´ પૂ. રે. આજુબાજુનો વિસ્તાર આવરી લે છે. ઇઝરાયલનું કુલ ક્ષેત્રફળ 20,772 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. વસતિ 93 લાખ (2021), જેમાં 83 % યહૂદી, 13% મુસ્લિમ,…
વધુ વાંચો >ઇટાનગર
ઇટાનગર : અરુણાચલ રાજ્યનું પાટનગર. હિમાલયના ડફના હિલ વિસ્તારમાં આવેલું જૂનું કેન્દ્રશાસિત મથક. ભૌગોલિક સ્થાન આશરે 27o.00 ઉ. અ. અને 95o.00 પૂ. રે. હિમાલયના પર્વતીય રાજ્ય ભુતાન અને આસામની સરહદે આ શહેર આવેલું છે. તેની પૂર્વમાં લખીમપુર, હિમ્પુલી અને દિબ્રૂગઢ છે, જ્યારે દક્ષિણે તેજપુર જેવાં આસામનાં પર્વતીય શહેરો આવેલાં છે.…
વધુ વાંચો >ઇટારસી
ઇટારસી : પાંચ રાજ્યોની સીમાને સ્પર્શતા મધ્યપ્રદેશ રાજ્યમાં હોશંગાબાદ જિલ્લામાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 22o.37´ ઉ. અ. અને 74o.45´ પૂ. રે. તે નર્મદા નદીના દક્ષિણ કાંઠાનાં હોશંગાબાદથી માત્ર 30 કિમી. અંતરે આવેલું વિખ્યાત રેલવેજંક્શન છે. તે મધ્ય રેલવેના મુંબઈ-અલ્લાહાબાદ રેલમાર્ગનું તેમજ કાનપુર-આગ્રા રેલમાર્ગનું પણ જંક્શન છે. દિલ્હીથી ચેન્નાઈ જતા…
વધુ વાંચો >ઇટાલી
ઇટાલી દક્ષિણ યુરોપનું આલ્પ્સ ગિરિમાળાથી મધ્ય ભૂમધ્ય સમુદ્ર સુધી વિસ્તરેલું અને 1100 કિમી. લાંબું ઇટાલિયન રાષ્ટ્ર. 36o ઉ. અ. અને 47o ઉ. અ. તથા 7o પૂ. રે. અને 19o પૂ. રે. વચ્ચે તે આવેલું છે. તેનું ક્ષેત્રફળ 3,01,278 ચોકિમી. છે અને વસ્તી અંદાજે 6,06,05,053 (2010) છે. ઉત્તરનો ભાગ વધુ પહોળો…
વધુ વાંચો >ઇટાવાહ (જિલ્લો)
ઇટાવાહ (જિલ્લો) : ઉત્તરપ્રદેશના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 26o 25´ થી 27o 00´ ઉ. અ. અને 78o 45´ થી 79o 45´ પૂ. રે. વચ્ચેનો 4,326 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો અલ્લાહાબાદ વિભાગના વાયવ્ય ભાગમાં આવેલો છે. તેની ઉત્તરે મૈનપુરી અને ફારૂખાબાદ, પૂર્વમાં ઔરાયા,…
વધુ વાંચો >ઇટાહ (જિલ્લો)
ઇટાહ (જિલ્લો) : ઉત્તરપ્રદેશ રાજ્યમાં આગ્રા ઉપવિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને તાલુકામથક. તે 27o 18´થી 28o 02´ ઉ. અ. અને 78o 11´થી 79o 17´ પૂ. રે. વચ્ચેનો 4,446 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાની સરહદનો આકાર ખૂબ જ અનિયમિત છે. તે ગંગા અને…
વધુ વાંચો >ઇડાહો
ઇડાહો : અમેરિકાના વાયવ્ય ભાગમાં 42oથી 49o ઉત્તર અક્ષાંશ તથા 111oથી 117o પશ્ચિમ રેખાંશ વચ્ચે આવેલું રાજ્ય. ઉત્તરમાં કૅનેડા, પૂર્વમાં મોન્ટાના તથા વ્યોમિંગ, દક્ષિણમાં ઉટાહ તથા નેવાડા અને પશ્ચિમમાં ઓરેગૉન તથા વૉશિંગ્ટન આવેલાં છે. ક્ષેત્રફળ આશરે 2,16,431 ચોરસ કિમી. છે. અમેરિકાનાં બધાં રાજ્યોમાં વિસ્તારની બાબતમાં તે તેરમા ક્રમે આવે છે.…
વધુ વાંચો >ઇડુક્કી
ઇડુક્કી : કેરળ રાજ્યનો સૌથી મોટો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 9o 15´થી 10o 21´ ઉ. અ. અને 76o 47´થી 77o 25´ પૂ. રે. વચ્ચેનો 4358 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વ તરફ તમિળનાડુ રાજ્ય, દક્ષિણે પથનમથિટ્ટા, પશ્ચિમે કોટ્ટાયમ્ અને એર્નાકુલમ્ તથા વાયવ્યમાં ત્રિચુર જિલ્લો આવેલો…
વધુ વાંચો >ઇદરીસી
ઇદરીસી (જ. 1100, ક્યુટા, સ્પેન; અ. 1161, સિસિલી) : અરબી ભૂગોળવેત્તા. અબૂ અબ્દુલ્લાહ મુહંમદ ઇબ્ન મુહંમદ અલ્-ઇદરીસી સ્પેનના સમ્રાટ રૉજર બીજાના દરબારમાં મુખ્ય આભૂષણરૂપ હતો. પોતાની ભૂગોળ વિશેની કૃતિ ‘નુઝ્હતુલ્-મુશ્તાક ફી ઇખ્તિરાકિલ આફાક’ એણે આશ્રયદાતા રૉજર બીજાને અર્પણ કરી હતી. આ પુસ્તકના ભારત વિશેના ભાગનું ડૉ. સૈયદ મકબુલ અહમદ દ્વારા…
વધુ વાંચો >