ઇચલકરંજી : મહારાષ્ટ્ર રાજ્યના કોલ્હાપુર જિલ્લામાં, કર્ણાટક રાજ્યની સરહદે આવેલું જૂના રજવાડાનું કેન્દ્ર. મરાઠા શાસનકાળ દરમિયાન આ શહેર જાણીતું હતું. ત્યાંના પેશવાઈ શાસનમાં ઘોરપડે કુળના આગેવાનોએ રાજ્યશાસનમાં પંતસચિવો તરીકેની ઉમદા કામગીરી નોંધાવી હતી. તે જમીનમાર્ગે સાંગલી સાથે જોડાયેલું છે. આસપાસના શેરડીના પાકના વિસ્તારોને કારણે ખેતઉત્પાદન બજાર માટે પણ તે શહેર જાણીતું છે. કોયના બંધને કારણે આ શહેરની આજુબાજુની ફળદ્રૂપ જમીનને સિંચાઈની સુવિધા મળે છે.

Rajwada

ઇચલકરંજીનો કિલ્લો

સૌ. "Rajwada" | Public Domain, CC0

મહેશ મ. ત્રિવેદી