Geography
બીડ (મહારાષ્ટ્ર)
બીડ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લા-મથક, તાલુકા-મથક તથા નગર. ભૌગોલિક સ્થાન : તે 18° 28´થી 19° 27´ ઉ. અ. અને 74° 54´થી 76° 57´ પૂ. રે. વચ્ચેનો 10,693 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જાલના, ઈશાન અને પૂર્વ તરફ પરભણી અને લાતુર,…
વધુ વાંચો >બીબી કા મકબરા
બીબી કા મકબરા : જુઓ ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)
વધુ વાંચો >બીર
બીર (1) : મધ્યપ્રદેશ રાજ્યના નિમાડ જિલ્લાનું મહત્વનું નગર. તે 22° 8´ ઉ. અ. અને 76° 35´ પૂ. રે. પર સમુદ્રસપાટીથી આશરે 300 મીટરની ઊંચાઈએ આવેલું છે. તેની ઉત્તરે વિંધ્યાચળ અને દક્ષિણે સાતપુડા ટેકરીઓ આવેલી છે. આ હારમાળાઓની વચ્ચેના નીચાણવાળા પ્રદેશમાં નર્મદાની એક શાખાનદી પર તે વસેલું છે. અહીંથી આશરે…
વધુ વાંચો >બીરબલનો મહેલ
બીરબલનો મહેલ : જુઓ ફતેહપુર સિક્રી
વધુ વાંચો >બીરભૂમ
બીરભૂમ : પશ્ચિમ બંગાળનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 23° 23´ 30´´ થી 24° 35´ 00´´ ઉ. અ. અને 87° 05´ 25´´થી 88° 01´ 40´´ પૂ. રે. વચ્ચેનો 4,545 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનો આકાર સમદ્વિભુજ ત્રિકોણ સમાન છે, તેનો શિખાગ્ર ભાગ ઉત્તર તરફ આવેલો છે. તેની…
વધુ વાંચો >બીલીમોરા
બીલીમોરા : નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં અંબિકા, ખરેરા અને કાવેરી નદીઓના ત્રિવેણીસંગમ પર આવેલું નગર અને લઘુ બંદર. ભૌગોલિક સ્થાન : તે 20° 46´ ઉ. અ. અને 72° 58´ પૂ. રે. પર આવેલું છે. નવસારીથી તે 25.6 કિમી., તાલુકામથક ગણદેવીથી 17 કિમી. અને મુંબઈથી 193 કિમી. અંતરે આવેલું છે. બીલી…
વધુ વાંચો >બીવા સરોવર
બીવા સરોવર : જાપાનમાં આવેલું મોટામાં મોટું સ્વચ્છ જળનું સરોવર. જાપાની ભાષામાં તે બીવા-કો નામથી ઓળખાય છે. તે બીવા નામના જાપાની વાજિંત્રના આકારનું હોવાથી તેને ‘બીવા’ નામ અપાયેલું છે. ભૌગોલિક સ્થાન : 35° 15´ ઉ. અ. અને 136° 05´ પૂ. રે. પર તે હોંશુ ટાપુના દક્ષિણ-મધ્ય ભાગમાં કિયોટોથી ઈશાનમાં 9…
વધુ વાંચો >બીસ્કેનો ઉપસાગર
બીસ્કેનો ઉપસાગર : પશ્ચિમ યુરોપના ફ્રાન્સ અને સ્પેન દેશો વચ્ચેના કિનારાઓ વચ્ચેનું ઍટલાન્ટિક મહાસાગરનું વિસ્તરણ. આ ઉપસાગર ફ્રાન્સની પશ્ચિમે તથા સ્પેનની ઉત્તરે વિસ્તરેલો છે. આ ઉપસાગરની મહત્તમ પહોળાઈ આશરે 480 કિમી. જેટલી છે. તેનું આ નામ સ્પેનના ખડકાળ કિનારા પર રહેતા બાસ્ક લોકો (Basques) પરથી પડેલું છે. સ્પેનના કિનારા પર…
વધુ વાંચો >બુખારા
બુખારા : મધ્ય એશિયામાં ઉઝબેકિસ્તાન ગણરાજ્યનું મહત્વનું શહેર અને મધ્યયુગની ઇસ્લામી સભ્યતા તથા સંસ્કૃતિનું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 39° 50´ ઉ. અ. અને 64° 20´ પૂ. રે. તે અફઘાન સરહદથી 440 કિમી. અને સમરકંદથી પશ્ચિમે 225 કિમી. અંતરે આવેલું છે. ઉઝબેક જાતિના તુર્કમાન લોકોની ભૂમિમાં ઝરઅફશાન નામની નદીના કાંઠે વસેલા…
વધુ વાંચો >બુખારેસ્ટ
બુખારેસ્ટ : રુમાનિયા દેશનું પાટનગર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 44° 28´ ઉ. અ. અને 26° 08´ પૂ. રે. તે રુમાનિયાના અગ્નિભાગમાં ડેન્યૂબની શાખાનદી દિમ્બોવિતાના બંને કાંઠા પર વસેલું છે. 1862થી તે દેશની રાજધાનીનું સ્થળ હોવા ઉપરાંત સાંસ્કૃતિક અને વાણિજ્યમથક પણ છે. ઓગણીસમી અને વીસમી સદીના સંક્રાંતિકાળ દરમિયાન…
વધુ વાંચો >