Geography

બાલ્કન પર્વતો

બાલ્કન પર્વતો : પૂર્વ બલ્ગેરિયામાં કાળા સમુદ્ર પરની ઇમીન બુરુન ભૂશિરથી પશ્ચિમ તરફ યુગોસ્લાવ સીમા સુધી વિસ્તરેલા પર્વતો. આ પર્વતો મુખ્યત્વે ગેડવાળા ચૂનાખડકો તેમજ રેતીખડકોથી બનેલા છે, પરંતુ તેમની નીચેનો ભૂગર્ભીય વિભાગ સ્ફટિકમય ખડકબંધારણવાળો છે. બાલ્કન પર્વતોની આ હારમાળા ડૅન્યૂબ નદીથાળાની દક્ષિણ સરહદ રચે છે. તેની લંબાઈ 400 કિમી., પહોળાઈ…

વધુ વાંચો >

બાલ્ટિક સમુદ્ર

બાલ્ટિક સમુદ્ર : ઉત્તર યુરોપના પશ્ચિમ ભૂમિભાગ વચ્ચે આવેલો સમુદ્ર. તે આટલાન્ટિક મહાસાગરના એક ફાંટારૂપે યુરોપના વાયવ્ય ભાગમાં પથરાયેલો છે. આ સમુદ્ર આશરે 50°થી 65° ઉ. અ. અને 10°થી 27° પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેનો કુલ વિસ્તાર આશરે 4,20,000 ચોકિમી. જેટલો છે. તેની લંબાઈ આશરે 1,600 કિમી. અને પહોળાઈ…

વધુ વાંચો >

બાલ્ટિમોર

બાલ્ટિમોર : યુ.એસ.ના મેરીલૅન્ડ રાજ્યમાં આવેલું મોટામાં મોટું શહેર, યુ.એસ.નાં મુખ્ય બંદરો પૈકીનું એક બંદર તથા દુનિયાભરમાં મોટાં ગણાતાં કુદરતી બારાં પૈકીનું એક બારું. ભૌગોલિક સ્થાન : તે 39° 17´ ઉ. અ. અને 76° 36´ પ. રે. આવેલું છે. મેરીલૅન્ડ રાજ્યનું વાણિજ્ય, શિક્ષણ તથા ઉદ્યોગનું મુખ્ય મથક પણ છે. તે…

વધુ વાંચો >

બાવળા

બાવળા : અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 22° 49´ 30´´ ઉ. અ. અને 72° 22´ પૂ. રે. અમદાવાદથી તે 32 કિમી. દૂર નૈર્ઋત્ય દિશામાં ઉતાવળી નદીના કાંઠે વસેલું છે. બાવળા અમદાવાદ–ભાવનગર મીટરગેજ પરનું રેલમથક છે અને અમદાવાદ–ભાવનગર રાજ્ય ધોરીમાર્ગ દ્વારા ધંધૂકા, બરવાળા, વલભીપુર અને ભાવનગર સાથે…

વધુ વાંચો >

બાસી-તેરે

બાસી-તેરે : ઍટલાન્ટિક મહાસાગરમાં આવેલા કૅરિબિયન ટાપુઓ પૈકીના ગ્વાડેલુપ ટાપુનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 16° 05´ ઉ. અ. અને 61° 30´ પ. રે. ઉપલબ્ધ ઐતિહાસિક માહિતી અનુસાર, આ નગર 1643ની તવારીખ ધરાવે છે. ટાપુના પશ્ચિમ કાંઠા પર આવેલા નૈર્ઋત્ય તરફના છેડાથી આશરે 6 કિમી. અંતરે સમુદ્રકિનારા અને 1484 મીટર ઊંચા…

વધુ વાંચો >

બાંકા

બાંકા : બિહાર રાજ્યના અગ્નિ ભાગમાં ભાગલપુર વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 53´ ઉ. અ. અને 86° 55´ પૂ. રે. આજુબાજુનો આશરે 3,020 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની સમગ્ર ઉત્તર સરહદે ભાગલપુર જિલ્લો, સમગ્ર પૂર્વ સરહદે ગોડા જિલ્લો, દક્ષિણે…

વધુ વાંચો >

બાંકુરા

બાંકુરા : પશ્ચિમ બંગાળમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 38´થી 23° 38´ ઉ. અ. અને 86° 36´થી 87° 46´ પૂ. રે. વચ્ચેનો 6,882 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ઉત્તરે તથા ઈશાનમાં દામોદર નદી દ્વારા બર્ધમાન જિલ્લાથી અલગ પડે છે. તેના…

વધુ વાંચો >

બાંગુઈ

બાંગુઈ : મધ્ય આફ્રિકામાં આવેલા ‘સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક’ દેશનું પાટનગર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 4° 22´ ઉ. અ. અને 18° 35´ પૂ. રે. તે દેશના છેક દક્ષિણ ભાગમાં ઝાયર અને કોંગો દેશો સાથેની તેની સરહદ નજીક આવેલું છે. આ ત્રણ દેશોની સરહદ પર અર્ધગોળાકાર વળાંક લેતી ઉબાંગી…

વધુ વાંચો >

બાંગ્લાદેશ

બાંગ્લાદેશ ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યની પૂર્વમાં ગંગા-બ્રહ્મપુત્ર નદીઓના મુખત્રિકોણ-પ્રદેશને મહદ્અંશે આવરતો, બંગાળના ઉપસાગરની ઉત્તરમાં આવેલો દક્ષિણ એશિયાઈ દેશ. 1971 અગાઉ તે પાકિસ્તાનનો પ્રાંત હતો અને ત્યારે તે પૂર્વ પાકિસ્તાન નામથી ઓળખાતો હતો. 1971ના અંતમાં આ દેશે દુનિયાના રાજકીય નકશામાં ‘બાંગ્લાદેશ’ નામથી નવોદિત રાષ્ટ્ર તરીકે અલગ સ્થાન મેળવ્યું. કુદરત તરફથી આ…

વધુ વાંચો >

બાંજુલ

બાંજુલ : પશ્ચિમ આફ્રિકામાં આવેલા ગામ્બિયા દેશનું પાટનગર, મોટામાં મોટું શહેર તથા ઍટલાન્ટિક કિનારા પરનું બંદર. ભૌગોલિક સ્થાન : 13° 28´ ઉ. અ. અને 16° 39´ પ. રે. પર ગામ્બિયા નદીના મુખ પાસેના સેન્ટ મેરીઝ ટાપુ પર સમુદ્રસપાટીથી લગભગ 27 મીટરની ઊંચાઈએ આવેલું છે તથા મુખ્ય ભૂમિ સાથે પુલથી જોડાયેલું…

વધુ વાંચો >