Geography

પૉર્ટલૅન્ડ ટાપુ (ઇંગ્લૅન્ડ)

પૉર્ટલૅન્ડ ટાપુ (ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડના ડોરસેટ પરગણાના કિનારા  પર દક્ષિણ તરફ ઇંગ્લિશ ખાડીમાં ઉત્તર-દક્ષિણ લંબાયેલો દ્વીપકલ્પીય સ્વરૂપનો નાનો ટાપુ. ભૌ. સ્થાન : 50o 47′ ઉ. અ. અને 2o 20′ પ. રે. તેની મહત્તમ લંબાઈ 6 કિમી. અને મહત્તમ પહોળાઈ 2.8 કિમી. જેટલી છે. કુલ ક્ષેત્રફળ 11 ચોકિમી.નું છે. આ ટાપુ…

વધુ વાંચો >

પૉર્ટ સુદાન

પૉર્ટ સુદાન : આફ્રિકી રાષ્ટ્રો પૈકી ક્ષેત્રફળમાં સૌથી મોટા ગણાતા સુદાન દેશનું રાતા સમુદ્રને કિનારે આવેલું કુદરતી બંદર, અગત્યનું શહેર તથા વ્યાપારી અને ઔદ્યોગિક મથક. ભૌ. સ્થાન : 19o 35′ ઉ. અ., 37o 2′ પૂ. રે. સુદાનના અતબારામાં થઈને વહેતી નાઇલ નદીથી રેલમાર્ગે 475 કિમી. અંતરે ઈશાનમાં રાતા સમુદ્રને કાંઠે…

વધુ વાંચો >

પોર્ટુગલ

પોર્ટુગલ : દક્ષિણ યુરોપના આઇબેરિયન દ્વીપકલ્પ[સ્પૅનિશ મેસેટા (ઉચ્ચપ્રદેશ) ના પશ્ચિમ ખૂણા પર સ્પેનની પડોશમાં આવેલો નાનો દેશ. તે આશરે 37o ઉ. અ.થી 42o ઉ. અ. અને 6o 20′ પ. રે.થી 9o 30′ પ. રે. વચ્ચે વિસ્તરેલો છે. લંબચોરસ આકાર ધરાવતા આ દેશની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 560 કિમી. અને પૂર્વ-પશ્ચિમ સરેરાશ…

વધુ વાંચો >

પૉર્ટો (ઓપૉર્ટો)

પૉર્ટો (ઓપૉર્ટો) : પોર્ટુગલ દેશનું લિસ્બન પછી મહત્ત્વનું બીજું શહેર, બંદર અને ઔદ્યોગિક મથક. ભૌ. સ્થાન : 41o 11′ ઉ. અ. અને 8o 36′ પ. રે. તે ઍટલાન્ટિક મહાસાગરના કિનારા પર ડોરો (ડાઉરો) નદીના મુખથી 5 કિમી. અંતરે આવેલું છે. આ નદીના ઢળતા ઉત્તર કિનારે મોટા ભાગનું શહેર વસેલું છે.…

વધુ વાંચો >

પૉર્ટો એલીગ્રી (Porto Alegre)

પૉર્ટો એલીગ્રી (Porto Alegre) : દક્ષિણ અમેરિકાના સૌથી મોટા દેશ બ્રાઝિલના દક્ષિણ ભાગમાં આવેલા રિયો ગ્રાન્ડ દો સુલ રાજ્યની રાજધાની, ઔદ્યોગિક શહેર અને મહત્ત્વનું આંતરિક બંદર. ભૌ. સ્થાન : 30o 04′ દ. અ. અને 51o 11′ પ. રે. ઍટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા રિયો ગ્રાન્ડ શહેરથી ઈશાનમાં આશરે 282 કિમી.ને અંતરે…

વધુ વાંચો >

પૉર્ટો રિકો (પ્યુર્ટો રિકો)

પૉર્ટો રિકો (પ્યુર્ટો રિકો) : ઉત્તર ઍટલાન્ટિક મહાસાગરના પશ્ચિમ ભાગરૂપ કૅરિબિયન સમુદ્રમાં આવેલા વેસ્ટ ઇન્ડિઝ ટાપુસમૂહના ‘ગ્રેટર ઍન્ટિલીઝ’ વિભાગનો પૂર્વ તરફનો ટાપુ. તેનું સામાન્ય ભૌગોલિક સ્થાન 18o 15′ ઉ. અ. અને 66o 30′ પ. રે.ની આજુબાજુનું ગણાય, પરંતુ તે આશરે 17o 55’થી 18o 32′ ઉ. અ. અને 65o 36’થી 67o…

વધુ વાંચો >

પોલૅન્ડ

પોલૅન્ડ : મધ્ય યુરોપના મેદાની પ્રદેશમાં બાલ્ટિક સમુદ્રની દક્ષિણે આવેલો દેશ. ભૌ. સ્થાન : તે લગભગ 49o 0’થી 54o 50′ ઉ. અ. અને 14o 07’થી 24o 08′ પૂ. રે. વચ્ચે પૂર્વ-પશ્ચિમ આશરે 704 કિમી. તથા ઉત્તર-દક્ષિણ આશરે 648 કિમી. લંબાઈ-પહોળાઈમાં વિસ્તરેલો છે. દેશનો કુલ વિસ્તાર લગભગ 3,12,677 ચોકિમી. જેટલો છે.…

વધુ વાંચો >

પોલ્લાચી

પોલ્લાચી : તમિળનાડુ રાજ્યના કોઇમ્બતુર જિલ્લાનું એક નગર. ભૌગોલિક સ્થાન : 10o 40′ ઉ. અ. અને 77o 01′ પૂ. રે. તે કોઇમ્બતુરથી આશરે 40 કિમી.ને અંતરે અગ્નિ દિશામાં પેરામ્બિકુલમ્ જતા માર્ગ પર આવેલું છે. જિલ્લાનું તે ઘણું અગત્યનું વ્યાપારી મથક છે, પ્રવાસનું કેન્દ્ર છે તથા મહત્ત્વની દૃષ્ટિએ કોઇમ્બતુર પછી બીજા…

વધુ વાંચો >

પૉંડિચેરી (પુદુચેરી)

પૉંડિચેરી (પુદુચેરી) : દક્ષિણ ભારતના પૂર્વ કિનારે બંગાળના ઉપસાગર પર આવેલો ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ અને તેનું પાટનગર. આ કેન્દ્રશાસિત પ્રદેશ 4 જિલ્લાઓ, 15 તાલુકાઓ અને 295 ગામોમાં વહેંચાયેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 492 ચોકિમી. જેટલું છે અને કુલ વસ્તી 9,19,000 (2024) જેટલી છે. પૉંડિચેરી નામ ‘પુટુ’ (Putu) એટલે નવું અને…

વધુ વાંચો >

પ્યોંગયાંગ (Pyongyang)

પ્યોંગયાંગ (Pyongyang) : એશિયા ખંડની પૂર્વમાં આવેલા ઉત્તર કોરિયા દેશનું પાટનગર. તે 39° 01´ ઉ. અ. અને 125° 45´ પૂ. રે. પર દેશના વાયવ્ય ભાગમાં ગીચ વસ્તીવાળા પ્રદેશમાં આવેલું છે. દેશની પશ્ચિમે આવેલા પીળા સમુદ્રના ભાગરૂપ પશ્ચિમ કોરિયા ઉપસાગરના કિનારાથી તે આશરે 48 કિમી.ને અંતરે અંદરના ભૂમિભાગમાં વસેલું છે. તે…

વધુ વાંચો >