Geography

પાર્થિયા

પાર્થિયા : એશિયામાં કાસ્પિયન સમુદ્રની અગ્નિ દિશામાં આવેલું એક પ્રાચીન રાજ્ય. અત્યારે એ પ્રદેશ ઈરાનમાં ખોરાસાન તરીકે ઓળખાય છે. ઈ. સ. પૂ. 520માં એકેમેનિયન રાજા દરાયસ પહેલાના બિસિટૂન અભિલેખમાં તેનો ઉલ્લેખ ‘પાર્થવ’ તરીકે થયો છે. પાર્થિયનો સાદું જીવન જીવતા અને યોદ્ધાઓ તરીકે જાણીતા હતા. શરૂઆતમાં પાર્થિયા સ્વતંત્ર હતું. પરંતુ ઈરાનના…

વધુ વાંચો >

પાલઘાટ (પલક્કડ)

પાલઘાટ  : જુઓ પલક્કડ

વધુ વાંચો >

પાલનપુર

પાલનપુર : ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય શહેર અને જિલ્લા વહીવટી મથક. ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : 24o 10′ ઉ. અ. અને 72o 26′ પૂ. રે.. તેનું પ્રાચીન નામ પ્રહ્લાદનપુર છે. આબુના પરમારવંશી રાજા ધારાવર્ષદેવના ભાઈ પ્રહ્લાદનદેવે ઈ. સ. 1184માં તેની સ્થાપના કરી હતી. ચૌદમી સદીમાં પાલણશી ચૌહાણ અહીંનો…

વધુ વાંચો >

પાલના

પાલના : રશિયાના કોર્યાક સ્વાયત્ત પ્રદેશનું નગર તથા પ્રમુખ કેન્દ્ર. તે પાલના નદીના મુખપ્રદેશથી 8 કિમી. અંતરે કામચાટકા દ્વીપકલ્પના પશ્ચિમ કિનારા પર વસેલું છે. તે રશિયાના દૂર પૂર્વના પ્રજાસત્તાકનું મુખ્ય કેન્દ્ર છે. તેની પશ્ચિમે ઓખૉત્સ્ક સમુદ્ર, છેક ઉત્તરે કામેનકોજ નગર, ઈશાન દિશામાં ઓસોરા બંદર, અગ્નિ દિશામાં ઉકા બંદર તથા દક્ષિણે…

વધુ વાંચો >

પાલની (ટેકરીઓ)

પાલની (ટેકરીઓ) : દક્ષિણ ભારતમાં તમિળનાડુ રાજ્યના મદુરાઈ જિલ્લામાં નૈર્ઋત્ય-ઈશાન દિશામાં વિસ્તરેલી ટેકરીઓ. વાસ્તવમાં તે પશ્ચિમ ઘાટનું પૂર્વતરફી વિસ્તરણ છે. પાલઘાટથી દક્ષિણ તરફ તમિળનાડુ-કેરળ સરહદ પર આવેલી અનામલાઈ ટેકરીઓ જ્યાં પૂરી થાય છે ત્યાંથી પાલની ટેકરીઓ પૂર્વ તરફ 24 કિમી. લંબાઈમાં અને 70 કિમી. પહોળાઈમાં વિસ્તરે છે. વધુ દક્ષિણ તરફ…

વધુ વાંચો >

પાલમપુર

પાલમપુર : ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું સૌંદર્યધામ. ભૌ. સ્થાન : 32o 07′ ઉ. અ. અને 76o 32′ પૂ. રે.. તે રાજ્યના કાંગરા વૅલી વિસ્તારમાં 1,219 મીટરની ઊંચાઈ પર વસેલું છે. ચાના બગીચા તથા પાઇનનાં વૃક્ષોથી ઘેરાયેલા પાલમપુરની પાછળ આખુંય વર્ષ હિમાચ્છાદિત રહેતાં શિખરોવાળી ધવલધર પર્વતમાળા આવેલી છે. તે કુલુ,…

વધુ વાંચો >

પાલયનકોટ્ટઈ

પાલયનકોટ્ટઈ : તમિળનાડુના તિરુનેલવેલી જિલ્લામાં આવેલું નગર. ભૌ. સ્થાન : 9o 43′ ઉ. અ. અને 77o 44′ પૂ. રે.. તે પાલમકોટ્ટાહ તરીકે પણ ઓળખાય છે. તિરુનેલવેલી શહેરના પૂર્વ ભાગમાં તેના જોડિયા શહેર તરીકે તામ્રપર્ણી નદીની આસપાસ તે વસેલું છે. અગાઉ તે આ જિલ્લાનું મુખ્ય વહીવટી જિલ્લામથક હતું, પરંતુ તિરુનેલવેલીમાં ભેળવી…

વધુ વાંચો >

પાલિ

પાલિ : રાજસ્થાન રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 25 – 0´  ઉ. અ. અને 73 – 0  પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. તેની ઉત્તરે  નાગૌર, ઈશાને અજમેર, પૂર્વે અને અગ્નિએ  ઉદેપુર, નૈર્ઋત્યે સિરોહી, પશ્ચિમે જાલોર અને બાડમેર તથા વાયવ્યે જોધપુર જિલ્લા આવેલા છે. આ…

વધુ વાંચો >

પાલિતાણા

પાલિતાણા : ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનો એક તાલુકો તથા નગર, જે તાલુકામથક તથા જૈનોનું પ્રસિદ્ધ તીર્થધામ પણ છે. આ તાલુકાની ઉત્તરે તથા ઈશાનમાં શિહોર, અગ્નિમાં તળાજા તાલુકાઓ, પશ્ચિમે ગારિયાધાર તાલુકો, અગ્નિખૂણે સાવરકુંડલા તાલુકો, અને દક્ષિણે મહુવા તાલુકો આવેલા છે. તાલુકાનું નામ તાલુકામથક પરથી પડ્યું છે.  પાલિતાણાથી અર્ધો કિમી. દૂર 603…

વધુ વાંચો >

પાલેજ

પાલેજ : ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં આવેલું નગર. સ્થાન : 21o 52′ ઉ.અ. અને 72o 57′ પૂ.રે. તે ભરૂચ અને મિયાંગામ વચ્ચે આવેલું છે.  આ નગર અમદાવાદ મુંબઈ બ્રૉડગેજ રેલવેલાઇનથી તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગથી સંકળાયેલું છે; જિલ્લાનાં અને તાલુકાનાં અન્ય ગામો સાથે પણ માર્ગોથી જોડાયેલું છે. તે નર્મદા-ઢાઢર અને કીમ નદીઓથી…

વધુ વાંચો >