Geography
નેપલ્સ (નાપોલી)
નેપલ્સ (નાપોલી) : ઇટાલીમાં આવેલું ઘણું જાણીતું અને મહત્વનું ઔદ્યોગિક શહેર તથા ટાઇહ્રેનિયન સમુદ્રના નેપલ્સના અખાત પરનું ધમધમતું બંદર. ભૌગોલિક સ્થાન : 40° 53´ ઉ. અ. અને 14° 25´ પૂ. રે.. તે ઇટાલીના પાટનગર રોમથી આશરે 192 કિમી. અગ્નિકોણમાં દક્ષિણ ઇટાલીના પશ્ચિમ કાંઠા પર ટેકરીઓની તળેટીમાં વસેલું છે. શહેરી વિસ્તારની…
વધુ વાંચો >નેપાળ
નેપાળ દક્ષિણ મધ્ય એશિયાનો દેશ. આ દેશ ભારતની ઉત્તરે આવેલી હિમાલય ગિરિમાળાના દક્ષિણ ઢોળાવો પર આશરે 26° 19´થી 30° 18´ ઉ. અ. તથા 80° 03´થી 88° 11´ પૂ. રે વચ્ચે વિસ્તરેલો છે. લંબચોરસ આકારનો આ દેશ પૂર્વ-પશ્ચિમ આશરે 800 કિમી. લાંબો અને ઉત્તર-દક્ષિણ 150થી 240 કિમી. પહોળો છે. તેનું ક્ષેત્રફળ…
વધુ વાંચો >નેફા
નેફા : જુઓ, અરુણાચલ પ્રદેશ
વધુ વાંચો >નેબ્રાસ્કા
નેબ્રાસ્કા : યુનાઇટેડ સ્ટેટ્સના મધ્ય-ઉત્તર ભાગમાં મિસૂરી નદીની પશ્ચિમે આવેલું કૃષિપ્રધાન રાજ્ય. ભૌગોલિક સ્થાન : 40°થી 43´ ઉ. અ. અને 95° 19´થી 104° 03´ પ. રે. વચ્ચે તે આવેલું છે. સિંચાઈ સુવિધા ધરાવતા આ રાજ્યનો મુખ્ય પાક મકાઈ (corn) હોવાથી તેનું લાડનું નામ ‘કૉર્નહસ્કર સ્ટેટ’ પડેલું છે. ‘નેબ્રાસ્કા’ નામ ઓટો…
વધુ વાંચો >નેલ્લોર (શ્રીપોટ્ટી સિરારમુલુ) (જિલ્લો)
નેલ્લોર (શ્રીપોટ્ટી સિરારમુલુ) (જિલ્લો) : આંધ્રપ્રદેશના દક્ષિણ ભાગમાં બંગાળના ઉપસાગરના કિનારે આવેલો જિલ્લો અને શહેર. ભૌગોલિક સ્થાન : તે આશરે 13° 35´થી 16° 0´ ઉ. અ. અને 79° 12´થી 80° 15´ પૂ. રે. વચ્ચે આવેલો છે. આંધ્રપ્રદેશના 26 જિલ્લાઓમાંનો એક જિલ્લો. તેની પૂર્વે બંગાળનો ઉપસાગર, પશ્ચિમે કડપ્પા અને અન્નામાયા(Annamayya) જિલ્લા, ઉત્તરે…
વધુ વાંચો >નેલ્લોર (શહેર)
નેલ્લોર (શહેર) : પેન્નાર નદીના કાંઠા પર આવેલું આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાનું શહેર અને જિલ્લા વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 14° 26´ ઉ. અ. અને 79° 58´ પૂ. રે. પર તે ચેન્નાઈથી લગભગ 173 કિમી. દૂર ઉત્તર તરફ આવેલું છે. શહેરનું ક્ષેત્રફળ 48.39 ચોકિમી. બૃહદ શહેર ક્ષેત્રફળ : 100.33 ચોકિમી. છે.…
વધુ વાંચો >નેલ્સન (નદી)
નેલ્સન (નદી) : કૅનેડાના મધ્ય-ઉત્તર મેનિટોબામાં આવેલી મુખ્ય નદી. તે વિનિપેગ સરોવરના ઉત્તર ભાગમાંથી નીકળી ઈશાન તરફ વહે છે અને હડસનના ઉપસાગર પર આવેલા પૉર્ટ નેલ્સનની દક્ષિણે ઠલવાય છે. વિનિપેગ સરોવર અને હડસનના ઉપસાગર વચ્ચેની તેની લંબાઈ 628 કિમી. છે. પરંતુ બો અને સસ્કેચવાન નદીરચનાને જો તેની સાથે જોડવામાં આવે…
વધુ વાંચો >નેલ્સન (શહેર)
નેલ્સન (શહેર) : ન્યૂઝીલૅન્ડના દક્ષિણ ટાપુને ઉત્તર કાંઠે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 41° 17´ દ. અ. અને 173° 17´ પૂ. રે.. 1858માં રાણી વિક્ટોરિયાએ આ શહેર વસાવેલું. ટસ્માન ઉપસાગરના શિરોભાગ પર તે આવેલું છે તથા નેલ્સન પ્રાંતનું એકમાત્ર શહેર અને બંદર છે. તે સમશીતોષ્ણ કટિબંધની હૂંફાળી આબોહવા ધરાવે છે.…
વધુ વાંચો >નેવાડા
નેવાડા : યુનાઇટેડ સ્ટેટ્સના લગભગ છેક પશ્ચિમ ભાગમાં આવેલું આંતરપર્વતીય રાજ્ય. ભૌગોલિક સ્થાન : 35° થી 42° ઉ. અ. અને 114° થી 120° પ. રે. વચ્ચે આવેલું છે. ‘નેવાડા’ એ મૂળ સ્પૅનિશ શબ્દ છે, તેનો અર્થ ‘બરફઆચ્છાદિત’ એવો થાય છે; વળી અહીંથી ચાંદીનાં ખનિજો મળી આવતાં હોવાથી તેનું લાડનું નામ…
વધુ વાંચો >નેવાસા
નેવાસા : મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર શહેરથી ઈશાનમાં આશરે 55 કિમી.ના અંતરે, ગોદાવરી નદીની એક શાખા પ્રવરાને કાંઠે વસેલું નગર. તે નેવાસા ખુર્દ તરીકે ઓળખાય છે. આ વસાહતના ઉલ્લેખો પ્રાચીન સાહિત્યમાં મળે છે. નેવાસા મુખ્યત્વે ‘જ્ઞાનેશ્વરી’ માટે પ્રસિદ્ધ છે. સંત જ્ઞાનેશ્વરે ગીતા પર ટિપ્પણી કે જે ‘જ્ઞાનેશ્વરી’ તરીકે જાણીતી છે તે…
વધુ વાંચો >