Geography

નારાયણ સરોવર

નારાયણ સરોવર : કચ્છ જિલ્લામાં લખપત તાલુકાના પશ્ચિમ છેડે કોરી ખાડી પર આવેલું સરોવર તેમજ પ્રસિદ્ધ વૈષ્ણવ તીર્થધામ. ભૌગોલિક સ્થાન : 23° 35’ ઉ. અ. અને 68° 30’ પૂ. રે.. આ સ્થળ કચ્છના રણની પશ્ચિમ ધાર પર આવેલું હોવાથી તેની આજુબાજુનો પ્રદેશ શુષ્ક, વેરાન અને તદ્દન આછી વનસ્પતિ ધરાવે છે.…

વધુ વાંચો >

નાલગોંડા

નાલગોંડા : દક્ષિણ ભારતના તેલંગાણા રાજ્યનો જિલ્લો, જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 17 ઉ. અ. અને 79 પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તેની પૂર્વે સૂર્યાપેટ, અગ્નિએ આંધ્રપ્રદેશ રાજ્ય, દક્ષિણે નાગરકૂર્નુલ, પશ્ચિમે રંગારેડ્ડી અને વાયવ્યે યાદારીભુવનગિરિ જિલ્લા સીમા રૂપે આવેલ છે. આ જિલ્લાની દક્ષિણે વહેતી નદીઓમાં કૃષ્ણા નદી અને પૂર્વે સૂર્યાપેટ…

વધુ વાંચો >

નાલંદા

નાલંદા : બિહારનો એક જિલ્લો અને વિશ્વપ્રસિદ્ધ પ્રાચીન વિદ્યાકેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 25° 07´ ઉ. અ. અને 85° 25´ પૂ. રે.. તે પટણાથી આશરે 88 કિમી. દૂર ગંગાને કાંઠે અગ્નિખૂણે બડગાંવ ગામની હદમાં આવેલ છે. નાલંદા જિલ્લાનું ક્ષેત્રફળ 2,355 ચોકિમી. છે. તેના અર્થતંત્રનો આધાર ખેતી ઉપર છે અને ત્યાં ગંગાનદીની…

વધુ વાંચો >

નાશિક

નાશિક : મહારાષ્ટ્ર રાજ્યના 36 જિલ્લાઓ પૈકીનો એક, તે જ નામ ધરાવતું જિલ્લામથક અને મહત્ત્વનું શહેર. આ જિલ્લો રાજ્યની વાયવ્ય દિશામાં દખ્ખણના મેદાની વિસ્તારમાં સહ્યાદ્રિ પર્વતમાળાના પૂર્વ ઢોળાવ પર 19° 36´ થી 20° 52´ ઉ. અ. અને 73° 16´ થી 74° 56´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેનું ક્ષેત્રફળ 15,539…

વધુ વાંચો >

નાશિકના ઘાટ

નાશિકના ઘાટ : પેશવાઈ સ્થાપત્ય તથા સંસ્કૃતિના લાક્ષણિક નમૂનારૂપ ઐતિહાસિક ઘાટ. ભારતનાં પ્રમુખ પાંચ તીર્થોમાં મહત્વનું સ્થાન ભોગવતું નાશિક પશ્ચિમ કાશી તરીકે જાણીતું છે. ઈ. સ. 1747માં પેશવાઓએ નાશિક મુઘલો પાસેથી પાછું મેળવ્યું તે પછી નાશિકની મહત્તા ઘણી વધી. તે સમય દરમિયાન મરાઠાઓએ નાશિકમાં ઘણાં મંદિરો બાંધ્યાં અને ગોદાવરીના પૂર્વ…

વધુ વાંચો >

નાહન

નાહન : હિમાચલ પ્રદેશના સિરમૂર જિલ્લાનું મુખ્ય વહીવટી મથક અને જિલ્લાનું મોટામાં મોટું નગર. ભૌગોલિક સ્થાન : 30° 33’ ઉ. અ. અને 77° 18´ પૂ. રે.. સિમલાની દક્ષિણે શિવાલિક ટેકરીઓની તળેટીમાં વસેલું આ નગર તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતું છે. તે કૃષિપેદાશો તથા ઇમારતી લાકડાંના વ્યાપારનું મહત્વનું મથક છે. આ…

વધુ વાંચો >

નાંદેડ

નાંદેડ : મહારાષ્ટ્ર રાજ્યની પૂર્વ સરહદ પર આવેલો જિલ્લો, જિલ્લામથક અને નગર. રાજ્યના મરાઠાવાડા વહીવટી વિભાગમાં સામેલ આ જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 10,545 ચોકિમી. છે અને તે રાજ્યના કુલ વિસ્તારનો 3.38 ટકા ભાગ આવરી લે છે. જિલ્લાનું ભૌગોલિક સ્થાન આશરે  18° 15’ થી 19° 55’ ઉ. અ. અને  77° 07’ થી…

વધુ વાંચો >

નિકારાગુઆ

નિકારાગુઆ : ઉત્તર અને દક્ષિણ અમેરિકી ખંડોને જોડતી સંયોગી ભૂમિનો સૌથી મોટો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 10° 43’થી 15° 00’ ઉ.અ. અને 83° 10’થી 87° 40’ પ.રે. વચ્ચે વિસ્તરેલો છે. ક્ષેત્રફળ : 1,30,373 ચોકિમી.. તેની ઉત્તરે હૉન્ડુરાસ અને દક્ષિણે કૉસ્ટારીકાના દેશો તથા પૂર્વમાં કૅરિબિયન સમુદ્ર અને પશ્ચિમે પૅસિફિક…

વધુ વાંચો >

નિકોસિયા

નિકોસિયા : ભૂમધ્ય સમુદ્રના પૂર્વ ભાગમાં મધ્યમાં આવેલા સાયપ્રસ ટાપુના પ્રજાસત્તાક રાજ્યની રાજધાની  અને સાયપ્રસનું સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 35° 10’ ઉ. અ. અને 33° 22’ પૂ. રે.. તે પેડીકોસ નદી પર સમુદ્રની સપાટીથી 150 મીટરની ઊંચાઈએ પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલા મેસાઓરિયાના વૃક્ષહીન સપાટ મેદાનમાં આવેલું છે. તેનું પ્રાચીન નામ…

વધુ વાંચો >

નિઝામાબાદ

નિઝામાબાદ : તેલંગાણા રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો, જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : આ જિલ્લો 18 07´થી 19 7´ ઉ. અ. અને 77 30´થી 78 48´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. જેની ઉત્તરે નિર્મલ જિલ્લો, પૂર્વે જગતીઆલ અને રાજન્ના સીરસીલ્લા જિલ્લા, દક્ષિણે કામારેડ્ડી જિલ્લો અને…

વધુ વાંચો >