Geography
ધોળા
ધોળા : ગુજરાત રાજ્યમાં ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આવેલું મહત્વનું રેલવે જંકશન. ભૌ. સ્થાન 21° 45´ ઉ. અ. અને 71° 50´ પૂ. રે.. તાલુકામથક ઉમરાળાથી તે 8 કિમી. અને જિલ્લામથક ભાવનગરથી 29 કિમી. દૂર છે. ધોળાથી વલભીપુર 18 કિમી., સોનગઢ 10 કિમી. અને લોકભારતી સંસ્થાથી જાણીતું બનેલું સણોસરા 8 કિમી.…
વધુ વાંચો >ધ્રાંગધ્રા
ધ્રાંગધ્રા : સૌરાષ્ટ્રમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને ભૂતપૂર્વ દેશી રાજ્યનું પાટનગર. ધ્રાંગધ્રા તાલુકો 22° 45´થી 23° 15´ ઉ. અ. અને 71° 15´થી 71° 30´ પૂ. રે. વચ્ચે આવેલો છે, જ્યારે ધ્રાંગધ્રા શહેર ફલ્કુ નદી પર, 22° 59´ ઉ. અ. અને 71° 28´ પૂ. રે. પર આવેલું છે. આ…
વધુ વાંચો >ધ્રોળ
ધ્રોળ : જામનગર જિલ્લાનો એક તાલુકો અને તાલુકામથક. ધ્રોળનું જૂનું નામ ‘ધમાલપુર’ હતું. પણ જામ રાવળના નાનાભાઈ હરધોળજીના નામ ઉપરથી તેનું ‘ધ્રોળ’ નામ પડ્યું છે. ભૌગોલિક સ્થાન : 22° 34´ ઉ. અ. અને 70° 25´ પૂ. રે.. ધ્રોળ તાલુકાની ઉત્તરે અને પશ્ચિમે જોડિયા તાલુકો, પૂર્વ દિશામાં રાજકોટ જિલ્લાનો પડધરી તાલુકો…
વધુ વાંચો >નકશાશાસ્ત્ર
નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…
વધુ વાંચો >નકશો
નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…
વધુ વાંચો >નખત્રાણા
નખત્રાણા : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : 23° 29´ ઉ. અ. અને 69° 15´ પૂ. રે.. વિસ્તાર : 1,945 ચોકિમી. નખત્રાણાની વસ્તી 36,759 (2011). અહીં વાર્ષિક સરેરાશ વરસાદ 489 મિમી. જેટલો પડે છે. રાજ્ય પરિવહન બસ દ્વારા તે કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં મહત્ત્વનાં સ્થાનો…
વધુ વાંચો >નડિયાદ
નડિયાદ : ગુજરાતના ખેડા જિલ્લાના 10 તાલુકાઓ પૈકીનો એક અને તાલુકામથક. આ તાલુકો 22° 35´થી 22° 53´ ઉ. અ. અને 72° 46´થી 73° 10´ પૂ. રે. વચ્ચે આવેલો છે. આ તાલુકાનું ક્ષેત્રફળ 662.3 ચોકિમી. છે. તાલુકામાં નડિયાદ અને વસો એ બે શહેરો અને 100 ગામડાં આવેલાં છે. આ તાલુકો ખેડા…
વધુ વાંચો >નદીતટના સીડીદાર પ્રદેશ (river terraces)
નદીતટના સીડીદાર પ્રદેશ (river terraces) : નદીજન્ય મેદાની પ્રકારનું ભૂમિસ્વરૂપ. નદીખીણની બાજુઓ પર જોવા મળતા મેદાની વિભાગોમાં સીડીનાં સોપાન જેવી, લાંબી છાજલી આકારની રચના બનતી હોય છે. તેમના ઢોળાવો નદીની વહનદિશા તરફ તેમજ નદીના પટ તરફ એમ બે બાજુના હોય છે, પરંતુ શિરોભાગ સપાટ હોય છે. નદી તરફની ધાર કરાડ…
વધુ વાંચો >નરસિંહપુર
નરસિંહપુર : ભારતના મધ્યપ્રદેશ રાજ્યનો જિલ્લો અને જિલ્લામથક. તે આશરે 23° 0´ ઉ. અક્ષાંશવૃત્ત અને 79° 0´ પૂ. રેખાંશવૃત્ત પર સિન્ગ્રી નદીના કિનારે આવેલું છે. આ શહેરી વસાહત એક કાળે ‘છોટા ગડરવાડા’ તરીકે ઓળખાતી હતી, પણ લગભગ ઈ. સ. 1800માં અહીં વિષ્ણુના ચોથા અવતાર ભગવાન નરસિંહનું મંદિર બાંધવામાં આવ્યા પછીથી…
વધુ વાંચો >નર્મદા
નર્મદા : મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં થઈને વહેતી નદી. ભારતની સાત પવિત્ર નદીઓ પૈકીની એક. ‘નર્મ’ એટલે સુખ અથવા આનંદ અને ‘દા’ એટલે દેનારી, એ અર્થમાં ‘નર્મદા’ એવું એનું પ્રચલિત નામ પડેલું છે. તેનાં હજાર નામ મળે છે; પરંતુ તે ‘રેવા’, ‘અમરજા’, ‘રુદ્રકન્યા’, ‘મૈકલ-કન્યા’ એવાં નામોથી પણ જાણીતી છે.…
વધુ વાંચો >