Geography

તરતી હિમશિલા

તરતી હિમશિલા (iceberg) : સમુદ્રજળમાં તરતા બરફજથ્થા (હિમગિરિ). વિશાળ હિમનદના નીચલા (છેડાના) ભાગમાંથી તૂટેલા જુદા જુદા પરિમાણવાળા બરફ જથ્થા છૂટા પડીને, સરકી આવીને સમુદ્રજળમાં તરતા રહે છે. તેના 9/10 ભાગ પાણીમાં અને 1/10 ભાગ સમુદ્રસપાટીથી બહાર રહે છે. ઊંચા અક્ષાંશોમાં એટલે કે ધ્રુવીય પ્રદેશોમાં જો હિમનદી નજીકના દરિયાકિનારે પહોંચતી હોય…

વધુ વાંચો >

તલોદ

તલોદ : ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનું નગર અને મુખ્ય વ્યાપારી મથક. તે આશરે 23° 21´ ઉ. અ. તથા 72° 56´ પૂ. રે. પર સમુદ્રસપાટીથી લગભગ 108 મી.ની ઊંચાઈએ આવેલું છે. તેની આસપાસ ઉત્તરથી દક્ષિણ તરફ વહેતી ખારી, બોખ અને લૂણી નદીઓ છે, જેમણે હજારો વર્ષોથી આ પ્રદેશમાં કાંપ, માટી…

વધુ વાંચો >

તળાજા

તળાજા : ભાવનગર જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 21° 21´ ઉ. અ. અને 72° 03´ પૂ. રે.. શેત્રુંજી અને તળાજી નદીઓના સંગમ ઉપર આવેલું આ નગર પ્રાચીન બૌદ્ધ ગુફાઓ અને નરસિંહ મહેતાના જન્મસ્થળ તરીકે જાણીતું છે. અહીં પ્રાચીન કાળમાં વસતા તાલવ દૈત્યના નામ ઉપરથી તેનું ‘તાલધ્વજપુર’ નામ…

વધુ વાંચો >

તાઇપેઈ

તાઇપેઈ : ચીનની મુખ્ય ભૂમિની પડખે આવેલા ટાપુઓના બનેલા પ્રજાસત્તાક દેશ તાઇવાન(ફોર્મોસા)નું પાટનગર અને મોટામાં મોટું નગર. આ ટાપુના વાયવ્યે તે આશરે 25° 05´ ઉ. અ. તથા 121° 32´ પૂ. રે. પર આવેલું છે. મૂળમાં તાઇવાન અને તેને સંકલિત બીજા નાના નાના ટાપુઓ, એ ચીનનો એક અંતર્ગત ભાગ હતો, પણ…

વધુ વાંચો >

તાઇવાન

તાઇવાન : ચીનની મુખ્ય ભૂમિથી લગભગ 194 કિમી. દૂર ચીનના તળપ્રદેશના અગ્નિ ખૂણામાં આવેલો ચીન હસ્તકનો ટાપુ. તે 21° 45´ ઉ.થી 25° 15´ ઉ. અક્ષાંશવૃત્ત તથા 120o 0´ પૂ.થી 122° 0´ પૂ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલો છે. પહેલાં તે  ફોર્મોસા નામથી ઓળખાતો હતો. તાઇવાનની સામુદ્રધુની દ્વારા તે ચીનની મુખ્યભૂમિથી અલગ પડેલો…

વધુ વાંચો >

તાજિકિસ્તાન

તાજિકિસ્તાન : ભૂતપૂર્વ સોવિયેત સંઘના વિઘટન પછી અસ્તિત્વમાં આવેલ સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્ય. લગભગ 1,43,100 ચોકિમી. વિસ્તારમાં પથરાયેલા આ પહાડી દેશનું ભૌગોલિક સ્થાન મધ્ય એશિયાની ઊંચી ગિરિમાળાઓ અને ઉચ્ચપ્રદેશોમાં આશરે 37° ઉ.થી 40° ઉ. અક્ષાંશવૃત્તો તેમજ 67° પૂ.થી 75° પૂ. રેખાંશવૃત્તો વચ્ચે આવેલું છે. તેની ઉત્તરમાં કિંર્ગિઝસ્તાન (કીર્ઘિયા), પશ્ચિમમાં ઉઝબેકિસ્તાન, પૂર્વમાં…

વધુ વાંચો >

તાપમાન-વ્યુત્ક્રમણ

તાપમાન-વ્યુત્ક્રમણ (temperature inversion) : ઊંચાઈ વધે તેની સાથે તાપમાન ઘટે એવી સામાન્ય સ્થિતિને બદલે તેનાથી ઊલટું, વધતી ઊંચાઈની સાથે તાપમાન વધતું જાય તે સ્થિતિ. સામાન્ય રીતે વાતાવરણમાં જેમ ઊંચાઈ વધે તેમ તાપમાન ઘટે છે, પણ કેટલાક સંજોગો એવા છે જેમાં ઊલટું બને છે, એટલે કે, ઊંચાઈની સાથે તાપમાન પણ વધે…

વધુ વાંચો >

તાપી (જિલ્લો)

તાપી (જિલ્લો) : ગુજરાતના 33 જિલ્લા પૈકીનો એક જિલ્લો. સૂરત જિલ્લાનું વિભાજન કરીને 2007ના સપ્ટેમ્બર માસની 27 તારીખે આ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. આ જિલ્લાનું મુખ્ય મથક વ્યારા છે અને તેને પાંચ તાલુકા (વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર અને વાલોદ)માં વિભાજિત કરવામાં આવ્યો છે, જે પૈકી વ્યારા અને સોનગઢ તાલુકા ગીચ જંગલો(વાંસ)વાળા…

વધુ વાંચો >

તાપી (નદી)

તાપી (નદી) : પશ્ચિમ ભારત અને ગુજરાતની એક મોટી નદી. પુરાણકથા મુજબ ‘તાપી’ શબ્દ સૂર્યપુત્રી ‘તપતી’ પરથી ઊતરી આવ્યો છે. મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં મહાદેવની ટેકરીઓમાં આવેલ એક સરોવરમાંથી તે નીકળે છે. તેની કુલ લંબાઈ 752 કિમી તથા સ્રાવ વિસ્તાર 75,000 ચોકિમી. છે. અતિવૃષ્ટિના સમયમાં દર કલાકે તે 9,12,00,000 ક્યૂબિક મીટર…

વધુ વાંચો >

તારંગા

તારંગા : ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું જૈન તીર્થસ્થાન. આ યાત્રાધામ ખેરાલુ તાલુકાના ટીમ્બા ગામની નજીકમાં આશરે 24° ઉ. અ. તથા 72° 46´ પૂ. રે. પર આવેલું છે. વળી મહેસાણાને સાંકળતા બ્રૉડગેજ રેલમાર્ગનું અંતિમ રેલ-મથક ‘તારંગા હિલ’ તેનાથી પૂર્વમાં લગભગ 10 કિમી.ને અંતરે છે. તારંગા અને અંબાજીને સાંકળતા રેલમાર્ગનું પણ આયોજન…

વધુ વાંચો >