Film

સિટીઝન કેન

સિટીઝન કેન : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1941. ભાષા : અંગ્રેજી. શ્વેત અને શ્યામ. નિર્માતા અને દિગ્દર્શક : ઓરઝન વેલ્સ. પટકથા : ઓરઝન વેલ્સ, હર્મન મેન્કિવિક્ઝ. છબિકલા : ગ્રેગ ટોલૅન્ડ. સંગીત : બર્નાર્ડ હરમાન. મુખ્ય કલાકારો : ઓરઝન વેલ્સ, હેરી શેનન, જૉસેફ કોટન, ડોરોથી કમિંગોર, રે કોલિન્સ, જ્યૉર્જ કોલોરિસ, પોલ સ્ટુઅર્ટ,…

વધુ વાંચો >

સિટીઝન્સ બૅન્ડ રેડિયો

સિટીઝન્સ બૅન્ડ રેડિયો : સંદેશાવ્યવહારની આપ-લે માટેનું વીજાણુસાધન. એક કેન્દ્રસ્થાનેથી પ્રસારિત થતો ધ્વનિ-સંદેશ અનેક રેડિયો-રિસીવર એટલે કે રેડિયો-સેટ ઉપર સાંભળવા મળે અને એ રીતે એકસાથે અનેક શ્રોતાજનોને માહિતી અને મનોરંજન મળે. આ શ્રોતાજનો જો પોતાનો સંદેશો અન્ય શ્રોતાઓને કે કેન્દ્રસ્થાને વળતો મોકલવા ઇચ્છે, તો એ શક્ય ન બને કારણ કે…

વધુ વાંચો >

સિટી લાઇટ્સ (ચલચિત્ર)

સિટી લાઇટ્સ (ચલચિત્ર) : નિર્માણવર્ષ : 1931. નિર્માતા, દિગ્દર્શક, પટકથાલેખક : ચાર્લી ચૅપ્લિન. સંગીત : ચાર્લી ચૅપ્લિન, જોસ પેડિલા. છબિકલા : ગોર્ડન પોલોક, રોલૅન્ડ ટોથેરો. મુખ્ય કલાકારો : ચાર્લી ચૅપ્લિન, વર્જિનિયા શેરિલ, હેરી મેયર્સ, ફ્લોરેન્સ લી, હેન્ક માન, અલ અર્નેસ્ટ ગાર્સિયા. મહાન ચિત્રસર્જક ચાર્લી ચૅપ્લિને ઘણાં યાદગાર મૂક ચિત્રો બનાવ્યાં…

વધુ વાંચો >

સિનાત્રા ફ્રૅન્ક

સિનાત્રા, ફ્રૅન્ક (જ. 12 ડિસેમ્બર 1915, હોબૉકન, ન્યૂ જર્સી; અ. 14 મે 1998) : અમેરિકાના નામી ગાયક અને ફિલ્મી અભિનેતા. 1933માં જ્યારે તેઓ કલાપ્રેમી પ્રતિભાની સ્પર્ધામાં જોડાયા ત્યારથી તેમની ગાયક તરીકેની કારકિર્દીનો પ્રારંભ થયો. પછી તેઓ હૉબોકન ફૉર નામક અર્ધધંધાદારી જૂથમાં જોડાયા. 1939માં બૅન્ડના વડા હેરી જેમ્સે એક કાફેમાંથી તેમની…

વધુ વાંચો >

સિપ્પી રમેશ

સિપ્પી, રમેશ (જ. 23 જાન્યુઆરી 1947, કરાંચી, પાકિસ્તાન) : ચલચિત્ર-સર્જક. શાળામાં ભણતા ત્યારથી સ્ટુડિયોમાં જતા-આવતા રહેતા, ચિત્રોનાં શૂટિંગ રસપૂર્વક જોતા. મોટા થઈને પોતે સારાં ચિત્રો બનાવશે એવો નિર્ધાર મનોમન થતો જતો હતો તેને કારણે અભ્યાસમાં મન ચોંટતું નહોતું; પણ ચિત્રોના નિર્માતા-દિગ્દર્શક પિતા જી. પી. સિપ્પીએ તેમને લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં…

વધુ વાંચો >

સિંઘ કે. એન.

સિંઘ, કે. એન. (જ. 1 સપ્ટેમ્બર 1908, દહેરાદૂન; અ. 31 જાન્યુઆરી 2000, મુંબઈ) : હિંદી ચલચિત્રજગતના સર્વપ્રથમ લાક્ષણિક અભિનયશૈલી ધરાવનારા પીઢ ખલનાયક. આખું નામ કૃષ્ણ નિરંજન સિંઘ. પિતા ચંડીપ્રસાદ જાણીતા વકીલ. કૉલેજનું શિક્ષણ ભારતમાં – પૂરું કર્યા બાદ ઇંગ્લૅન્ડ જઈને બૅરિસ્ટર બન્યા અને સ્વદેશ પાછા આવીને પરિવારના વકીલાતના વ્યવસાયમાં દાખલ…

વધુ વાંચો >

સિંહા તપન

સિંહા, તપન (જ. 2 ઑક્ટોબર 1924, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : ચલચિત્રનિર્માતા – દિગ્દર્શક. તેઓ બંગભૂમિના એક એવા ચલચિત્રનિર્દેશક છે, જેમણે પોતાની કારકિર્દીમાં બે પરસ્પરવિરોધી સિદ્ધિઓ મેળવી છે. એક બાજુ તેમણે પોતાનાં ઉદ્દામ કથાનકો સાથે નિતનવા પ્રયોગો કરીને સાર્થક ચિત્રો બનાવ્યાં છે અને બીજી બાજુ તેમણે વ્યાવસાયિક રીતે સફળ ચિત્રો પણ…

વધુ વાંચો >

સિંહા શત્રુઘ્ન

સિંહા, શત્રુઘ્ન (જ. 17 મે 1941, મુંબઈ, મહારાષ્ટ્ર) : ચલચિત્ર-અભિનેતા અને રાજકારણી. હિંદી ચલચિત્રોમાં ખલનાયકમાંથી નાયક તરીકે લોકપ્રિયતા મેળવીને પછી રાજકારણમાં ઝુકાવી ભારતીય જનતા પક્ષના સાંસદ તરીકે રાજ્યસભામાં સભ્યપદ મેળવી, ભાજપના નેતૃત્વ હેઠળની મિશ્ર સરકારમાં કેન્દ્રીય પ્રધાનપદું મેળવનાર શત્રુઘ્ન સિંહાનો પરિવાર મૂળ બિહારનો છે, પણ વર્ષોથી તેઓ મુંબઈમાં જ રહે…

વધુ વાંચો >

સિંહાસન (ચલચિત્ર)

સિંહાસન (ચલચિત્ર) : નિર્માણ-વર્ષ : 1980. ભાષા : મરાઠી. શ્ર્વેત અને શ્યામ. દિગ્દર્શક : જબ્બાર પટેલ. કથા : અરુણ સાધુની નવલકથા પર આધારિત. પટકથા : વિજય તેન્ડુલકર. છબિકલા : સૂર્યકાન્ત લવંડે. સંગીત : હૃદયનાથ મંગેશકર. મુખ્ય કલાકારો : સતીશ દુભાષી, નીલુ ફૂળે, અરુણ સરનાઇક, શ્રીરામ લાગુ, મોહન આગાશે, નાના પાટેકર.…

વધુ વાંચો >

સીમાબદ્ધ

સીમાબદ્ધ : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1971. ભાષા : બંગાળી. શ્વેત અને શ્યામ. દિગ્દર્શક અને સંગીત : સત્યજિત રાય. કથા : શંકરની નવલકથા પર આધારિત. છબિકલા : સૌમેન્દુ રોય. મુખ્ય પાત્રો : શર્મિલા ટાગોર, બરુણ ચંદા, પરામિતા ચૌધરી, અજય બેનરજી, હરાધન બેનરજી, હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. દેશનાં અર્થતંત્રમાં આવેલાં પરિવર્તનો વેળાએ સમૃદ્ધિ અને…

વધુ વાંચો >