Film
રાઠોડ, કાન્તિલાલ
રાઠોડ, કાન્તિલાલ (જ. 12 ડિસેમ્બર 1924, રાયપુર; અ. 28 સપ્ટેમ્બર 1988, મુંબઈ) : કાર્ટૂનચિત્રોના પ્રથમ ભારતીય નિર્માતા. તેમનો ઉછેર બંગાળી વાતાવરણમાં થયેલો. તેમણે શાન્તિનિકેતનમાં કલાનો અભ્યાસ કર્યો અને પછી અમેરિકા ગયા. આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ શિકાગોમાં તેમણે ઍનિમેશન-કાર્ટૂન ચલચિત્રનો અભ્યાસ કર્યો. 1954થી ’56 દરમિયાન અમેરિકાની સાઇરેક્યુસ યુનિવર્સિટીમાં દસ્તાવેજી ચલચિત્ર-નિર્માણ અને સંપાદન…
વધુ વાંચો >રાઠોડ, કેશવ
રાઠોડ, કેશવ (જ. 16 ઑગસ્ટ 1954, ગાંડલા) : ગુજરાતી ફિલ્મોના કથા-પટકથાકાર, દિગ્દર્શક ઉપરાંત ગાયક, ગીતકાર અને સંગીતકાર. ઑલ ઇન્ડિયા રેડિયો પર લોકસંગીત અને સુગમસંગીતના કાર્યક્રમો આપી કારકિર્દી આરંભનાર કેશવ રાઠોડની લોકકથા કહેવાની શૈલીથી પ્રભાવિત થઈ ગાયક-કવિ-સંગીતકાર નીનુ મઝુમદારે તેમને લેખન તરફ વાળ્યા. 1971માં તેઓ મુંબઈ આવ્યા અને મનહર રસકપૂર-દિગ્દર્શિત ‘વાલો…
વધુ વાંચો >રાણકદેવી
રાણકદેવી : ગુજરાતી ચલચિત્ર. ઐતિહાસિક કથાનક પર આધારિત ‘રાણકદેવી’નું નિર્માણ 1946 અને ફરી 1973માં થયું. સનરાઇઝ પિક્ચર્સનું ‘રાણકદેવી’ વિષ્ણુકુમાર વ્યાસના નિર્દેશન સાથે 1946માં રજૂ થયું હતું. સ્વાર્પણ અને ત્યાગની આ પ્રેમકથાનું આલેખન મોહનલાલ ગોપાળજી દવે અને પટકથાનું આલેખન વિષ્ણુકુમાર વ્યાસનાં હતાં. પ્રસિદ્ધ કવિ કરસનદાસ માણેકે સંવાદો લખ્યા હતા અને ગીતો…
વધુ વાંચો >રાણા, દગ્ગુબાતી
રાણા, દગ્ગુબાતી (જ. 14 ડિસેમ્બર 1984, ચેન્નાઈ, તમિલનાડુ) : અભિનેતા, નિર્માતા. રામાનાયડુ દગ્ગુબાતીને ચાહકો રાણા દગ્ગુબાતીના નામથી ઓળખે છે. તમિલ, તેલુગુ, હિન્દી ફિલ્મોમાં અભિનય કરીને દેશભરમાં જાણીતા થયેલા રાણા દગ્ગુબાતીનો આખો પરિવાર ફિલ્મમેકિંગ અને અભિનયમાં સક્રિય છે. તેમના દાદા ડી. રામાનાયડુ એક જમાનાના દક્ષિણની ફિલ્મોના ખૂબ જાણીતા ફિલ્મનિર્માતા હતા. તેમના…
વધુ વાંચો >રામચંદ્રન્, એમ. જી.
રામચંદ્રન્, એમ. જી. (જ. 1917, કૅન્ડી, શ્રીલંકા; અ. 24 ડિસેમ્બર 1987, ચેન્નાઈ) : દક્ષિણ ભારતીય ચિત્રોના અભિનેતા અને રાજકારણી. મૂળ નામ : મારુદર ગોપાલમેનન રામચંદ્રન્. તમિળ ચિત્રોમાં આદર્શવાદી અને ભલા તથા પરદુ:ખભંજક નાયકની જ મોટાભાગે ભૂમિકાઓ ભજવીને એક આદર્શ છબિ ઉપસાવનાર આ અભિનેતા ‘એમજીઆર’ તરીકે લોકપ્રિય બન્યા હતા. તેમના જન્મ…
વધુ વાંચો >રામરાજ્ય
રામરાજ્ય : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1943. ભાષા : હિંદી. શ્ર્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : પ્રકાશ પિક્ચર્સ. દિગ્દર્શક : વિજય ભટ્ટ, સંવાદ : સંપતલાલ શ્રીવાસ્તવ ‘અનુજ’. ગીતકાર : રમેશ ગુપ્તા. સંગીત : શંકરરાવ વ્યાસ. કલા નિર્દેશન : કનુ દેસાઈ. છબિકલા : પી. જી. કુકડે. મુખ્ય કલાકારો : શોભના સમર્થ, પ્રેમ અદીબ,…
વધુ વાંચો >રામારાવ, એન. ટી.
રામારાવ, એન. ટી. (જ. 28 મે 1923, નિમ્માકુરુ, આંધ્રપ્રદેશ; અ. 18 જાન્યુઆરી 1996, હૈદરાબાદ) : ચલચિત્રોના ખ્યાતનામ અભિનેતા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી. પિતા લક્ષ્મીરામ અને માતા વેંકટરામ્મા. સ્નાતક થયા બાદ 1947માં મદ્રાસ સેવા પંચમાં નાયબ રજિસ્ટ્રાર તરીકે જોડાયા, પણ 3 સપ્તાહના અત્યંત ટૂંકા ગાળામાં તે કામગીરી છોડી ફિલ્મક્ષેત્રે પ્રવેશ્યા. 1949થી ’82…
વધુ વાંચો >રામૈયા, બી. એસ.
રામૈયા, બી. એસ. (જ. 1905, બટલાગુંડુ, મદુરાઈ પાસે) : તમિળના જાણીતા લેખક, વિવેચક, નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમના સાહિત્યના ઇતિહાસની કૃતિ ‘માણિક્કોડિ કલમ’ માટે 1982ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. અધવચ્ચે ચોથા ધોરણથી શાળા છોડ્યા બાદ તેમણે સ્વપ્રયત્ને અભ્યાસ કર્યો. કેવળ ટૂંકી વાર્તાઓ જ પ્રગટ કરતા પખવાડિક ‘માણિક્કોડિ’માં…
વધુ વાંચો >રામોજી રાવ ચેરુકુરી
રામોજી રાવ ચેરુકુરી (જ.16 નવેમ્બર 1936, પેદાપરુપુડી, કૃષ્ણા જિલ્લો, આંધ્રપ્રદેશ) : રામોજી ગ્રૂપના અધ્યક્ષ અને મીડિયા મુઘલ. એક કૃષિ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. માતાપિતા ચેરુકુરી વેંકટ સુબમ્મા અને ચેરુકુરી વેંકટ સુબૈયા. બે બહેનો રંગનાયક્મ્મા અને રાજ્યલક્ષ્મી. પરંપરાગતપણે પરિવાર ખેતી સાથે જોડાયેલો હોવાના કારણે રામોજી રાવને ગળથૂથીમાં જ કૃષિસંબંધી જ્ઞાન મળેલું.…
વધુ વાંચો >રાય, સત્યજિત
રાય, સત્યજિત (જ. 2 મે 1921, પશ્ચિમ બંગાળ; અ. 23 એપ્રિલ 1992) : ચલચિત્રજગતમાં ભારતનું નામ રોશન કરનાર દિગ્દર્શક, લેખક અને સંગીતકાર. પિતા : સુકુમાર રાય, માતા : સુપ્રભા. સત્યજિત રાયનું બાળપણનું હુલામણું નામ માણિક હતું. તેઓ બે વર્ષના હતા ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. તેને પરિણામે તેમનું બાળપણ…
વધુ વાંચો >