Entomology
રાતાં સરસરિેયાં
રાતાં સરસરિેયાં : સંઘરેલા અનાજને નુકસાન કરતી અગત્યની જીવાત. આ કીટકની મુખ્ય બે જાતિઓ જોવા મળે છે. ટ્રાયબોલિયમ કેસ્ટેનિયમ અને ટ્રાયબોલિયમ કન્ફ્યુઝમ, જેનો ઢાલપક્ષ (Coleoptera) શ્રેણીના ટેનેબ્રિયોનિડી કુળમાં સમાવેશ કરેલ છે. ભારતના લગભગ બધા જ પ્રદેશોમાં તેની હાજરી જોવા મળે છે. આ કીટક સૌપ્રથમ 1797માં નોંધાયેલ. તેનું મૂળ વતન ભારત…
વધુ વાંચો >રેશમના કીડા (silk worms)
રેશમના કીડા (silk worms) : રેશમના નિર્માણ માટે જાણીતી Bombyx mori ફૂદાની ઇયળ. તે રૂપાંતરણથી કોશેટા (pupa) બનાવતા રેશમના તાંતણા નિર્માણ કરી પોતાના શરીરની ફરતું રેશમનું કવચ (cocoon) બનાવે છે. રેશમનો તાર અત્યંત મજબૂત અને ચળકતો તાર છે. તેનો ઉપયોગ રેશમનાં કપડાં, ગાલીચા અને પડદા જેવી વસ્તુઓ બનાવવામાં થાય છે.…
વધુ વાંચો >લશ્કરી ઇયળ (army worm)
લશ્કરી ઇયળ (army worm) : જુવાર, મકાઈ, ડાંગર, ઘઉં, શેરડી, શુગર બીટ, કપાસ તેમજ અન્ય ખેતીપાકોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરતી બહુભોજી જીવાત. આ જીવાતનો સમાવેશ રોમપક્ષ (lepidoptera) શ્રેણીના Noctuidae કુળમાં કરવામાં આવે છે. શાસ્ત્રીય નામ : Mythimma separata. તેનો ઉપદ્રવ આખા દેશમાં ખરીફ અને શિયાળુ ઋતુમાં મોટા પ્રમાણમાં…
વધુ વાંચો >લાંબા માથાવાળું લોટનું કાંસિયું (long headed flour beetle)
લાંબા માથાવાળું લોટનું કાંસિયું (long headed flour beetle) : સંગૃહીત પાક અને તેની પેદાશોને નુકસાન કરતી એક જીવાત. તેનો સમાવેશ ઢાલપક્ષ (coleoptera) શ્રેણીનાં ટેનેબ્રિયોનિડી કુળમાં થયેલ છે. તેનું વૈજ્ઞાનિક નામ Laetheticus oryzae છે. પુખ્ત કીટક દેખાવે પાતળો અને ઉપર-નીચેથી ચપટો હોય છે, જે રાતા સરસિયાને મળતો આવે છે. પુખ્ત કીટક…
વધુ વાંચો >લીલી ઇયળ
લીલી ઇયળ : જુદા જુદા પાકને નુકસાન પહોંચાડતી એક ફૂદાની નિશાચર બહુભોજી ઇયળ (caterpillar). આ જીવાતની 6 જેટલી જાતો દુનિયામાં સર્વત્ર ફેલાયેલી છે. તેની ભારતમાં નુકસાન પહોંચાડતી જાતનો સમાવેશ રોમપક્ષ (Lepidoptera) શ્રેણીના Noctiuidae કુળમાં થયેલો છે. શાસ્ત્રીય નામ Helicoverpa armigera Hb.. નુકસાન કરતા પાકને અનુલક્ષીને તેને વિવિધ નામથી ઓળખવામાં આવે…
વધુ વાંચો >વંદો (Cockroach)
વંદો (Cockroach) : ઘરમાં ઉપદ્રવ કરનારો એક જાણીતો કીટક. સરળ-પક્ષ (Orthoptera) શ્રેણીના બ્લૅટિડી કુળમાં તેનો સમાવેશ થાય છે. Periplaneta americana અને Blatta orientalisના શાસ્ત્રીય નામે ઓળખાતી વંદાની બે જાતો માનવ-વસવાટના સાંનિધ્યમાં સર્વત્ર વસે છે. ભારતીય વંદો : બહુભક્ષી ભારતીય વંદો (Polyphaga indica, walker) : સમુદાય – સંધિપાદી, વર્ગ – કીટક,…
વધુ વાંચો >વાણિયો (dragon fly)
વાણિયો (dragon fly) : ઝીણી, પારદર્શક અને અત્યંત પાતળી પાંખની બે જોડ ધરાવતો એક સુંદર નિરુપદ્રવી કીટક. લઘુશ્મશ્રુ (Odonata) શ્રેણીના આ કીટકના સ્પર્શકો સાવ નાના અને વાળ જેવા હોય છે. તેનું શરીર પાતળું અને સહેજ લાંબું હોય છે. રંગે તે લાલ, લીલા કે વાદળી હોય છે. મણકા જેવા આકારની તેની…
વધુ વાંચો >વાંદો
વાંદો : દ્વિદળી વર્ગમાં આવેલા લોરેન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Dendrophthoe falcata (Linn. F) Ettingshausen syn. Loranthus falcatus Linn f.; L. longiflorus Desr. (સં. વૃક્ષાદની, વંદાક; હિં. બાંદા; બં. પરગાછા, મોંદડા; મ. બાંડગુળ, કામરૂખ, બાંદે, બાદાંગૂળ; ગુ. વાંદો; ક. બંદનીકે; તે. બાજીનીકે, મલ. ઇથિલ) છે. તે એક મોટી…
વધુ વાંચો >વેલાવાળી શાકભાજીની જીવાતો
વેલાવાળી શાકભાજીની જીવાતો : વેલાવાળાં દૂધી, તૂરિયાં, ગલકાં, ઘિલોડાં, પરવળ, કારેલાં, કાકડી, કંકોડાં અને કોળાં જેવી શાકભાજીને નુકસાન કરતી જીવાતો. આ પાકોમાં લગભગ પચાસ કરતાં પણ વધુ જાતની જીવાતો એક યા બીજી રીતે નુકસાન કરતી નોંધાયેલ છે. આવી નુકસાન કરતી જીવાતોથી શાકભાજીના ઉત્પાદનમાં સારો એવો ઘટાડો થતો હોય છે અને…
વધુ વાંચો >શ્વામરડૅમ યાન (Swammerdam Jan)
શ્વામરડૅમ યાન (Swammerdam Jan) (જ. 12 ફેબ્રુઆરી 1637, ઍમસ્ટરડૅમ; અ. 15 ફેબ્રુઆરી 1680, ઍમસ્ટરડૅમ) : ડચ પ્રકૃતિવિદ. તેમના જમાનામાં સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા સૂક્ષ્મ પદાર્થોનો ચીવટભર્યો અભ્યાસ કરવા માટે જાણીતા હતા. રક્તકણોનું નિરીક્ષણ અને વર્ણન કરનાર તેઓ પ્રથમ હતા (1658). સૂક્ષ્મ પદાર્થોના સંશોધનક્ષેત્રમાં તેમને એટલો બધો રસ જાગ્યો કે તબીબીનો અભ્યાસ…
વધુ વાંચો >