Entomology

અળશી (કીટક)

અળશી (કીટક) : ઉચેળા અથવા રોવ બીટલના નામથી ઓળખાતું ઢાલપક્ષ શ્રેણીનું સ્ટેફિલિનિડી કુળનું કીટક. કોહવાયેલ સેન્દ્રિય પદાર્થ, છાણ તથા પ્રાણીજ પદાર્થો તેનો ખોરાક છે. તે પોતાનો ઉદરપ્રદેશ વારંવાર ઉપરની બાજુએ ઊંચો કરે છે. તેની શૃંગિકા લાંબી અને વાળવાળી હોય છે. આ કીટક જમીનની સપાટી કોતરી તેના નાના રજકણોની નીચે ભરાઈ…

વધુ વાંચો >

અળસિયું

અળસિયું : સમુદાય : નૂપુરક Annelida; વર્ગ : અલ્પલોમી (oligochaeta); શ્રેણી : નિયોઑલિગોકીટા (Neooligochaeta); પ્રજાતિ : ફેરેટિમા (Pheretima); જાતિ : પૉસ્થુમા (posthuma). ભારતમાં સામાન્યપણે રહેનારું પ્રાણી. દુનિયામાં અળસિયાની આશરે 1,8૦૦ જાતિઓ અસ્તિત્વ ધરાવે છે, જેમાંની લગભગ 4૦ જેટલી ભારતમાં મળી આવે છે. તે ભેજવાળી, પોચી જમીનમાં મોટી સંખ્યામાં રહે છે.…

વધુ વાંચો >

અંજીર ફૂદું

અંજીર ફૂદું : એક ઉપદ્રવી કીટક. અંજીર ફૂદા(એફિસ્ટિયા કૉટેલા)નો રોમપક્ષશ્રેણીના પાયરેલિડી કુળમાં સમાવેશ કરવામાં આવેલ છે. સંગ્રહેલ ચોખા, ઘઉંનો લોટ તથા બીજાં અનાજ અને સૂકાં ફળમાં આ જીવાતથી નુકસાન થાય છે. અનાજ દળવાની મિલોમાં પણ તેનો ઉપદ્રવ થાય છે. આ કીટક ભૂખરા રંગનો હોય છે. રતાશ પડતી સફેદ ઇયળ પોતાની…

વધુ વાંચો >

આગિયો

આગિયો (firefly) : ઢાલપક્ષ શ્રેણીના લેમ્પિરિડી કુળનું અનાજને નુકસાન કરતું કીટક. તેનું શાસ્ત્રીય નામ Lampyris noctiluca છે. ઇયળ અવસ્થામાં ગોકળગાયના માંસ પર જીવે છે. પુખ્ત કીટક ખોરાક લેતું નથી. પુખ્ત કીટક(લંબાઈ 5થી 25 મિમી.)ના ઉદરપ્રદેશના છઠ્ઠા અને સાતમા ખંડની અને ઇયળોના આઠમા ખંડની નીચે પ્રકાશ પેદા કરનાર અંગ આવેલાં હોય…

વધુ વાંચો >

આંધળાં જીવડાં

આંધળાં જીવડાં (lesser grain borer, Rhizopertha dominica) : ઢાલપક્ષ (Coleoptera) શ્રેણીના Bostrychidae કુળમાં સમાવિષ્ટ થતા કીટકો. આ કીટક નાના લંબગોળાકાર અને ઘેરા ભૂખરા રંગના હોય છે. તેમનું માથું વક્ષની નીચેની બાજુએ વળેલું હોવાથી ઉપરથી જોતાં માથું દેખાતું નથી. આ કીટક સંગ્રહેલ ઘઉં, બાજરી, ચોખા, જુવાર, મકાઈ, ડાંગર વગેરેમાં પડે છે.…

વધુ વાંચો >

ઇયળ

ઇયળ (larva) : પુખ્તાવસ્થા પ્રાપ્ત કરતાં પહેલાં કીટકોને પ્રાપ્ત થતી ઈંડા પછીની પહેલી અવસ્થા. કીટકના શરીર પરનું આવરણ નિર્ભેદ્ય કાઇટીનયુક્ત કઠણ પદાર્થમાંથી બનેલું હોવાથી શરીરની અંદર આવેલા અવયવોને વિકાસ માટે સુવિધા મળી રહે તે માટે કીટકો સૌપ્રથમ કેટલીક અપક્વ અવસ્થામાંથી પસાર થતા હોય છે. વિવિધ સમૂહોના કીટકોની ઇયળો વિભિન્ન પ્રકારની…

વધુ વાંચો >

ઊધઈ

ઊધઈ (Termite) : શરીરમાંના પ્રજીવોની મદદથી લાકડું, કાગળ અને સેલ્યુલૉઝયુક્ત પદાર્થોને ખાઈને નુકસાન કરતા કીટકો. સમુદાય સંધિપાદ; વર્ગ : કીટક; શ્રેણી : ભંગુર પક્ષ કે સમપક્ષી (Isoptera); કુળ : ટર્મિટિડી (Termitidae). ગુજરાતમાં સામાન્ય પ્રજાતિઓ અને જાતિઓ : 1. ટ્રાયનર્વિસટર્મિસ બાયફોર્મિસ, 2. યુટર્મિસની જાતિઓ (Eutermis sp.), 3. ટર્મિસ (અથવા સાઇક્લોટર્મિસ ઓબેસર,…

વધુ વાંચો >

ઍક્ટિનોમાયકોસિસ

ઍક્ટિનોમાયકોસિસ : Actinomycosis israelli અને A. bovis નામના જીવાણુઓથી મનુષ્ય તથા અન્ય પ્રાણીઓને થતા રોગો. આ જીવાણુઓના ગ્રામ ધન, દંડાણુ અથવા શાખાયુક્ત ઉચ્ચ જીવાણુઓ એમ પ્રકારો છે. તે મનુષ્યો તથા અન્ય પુખ્ત પ્રાણીઓના શરીરમાં પરોપજીવી તરીકે રહે છે અને પેશીજળમાં સલ્ફરયુક્ત કણોનું ઉત્પાદન કરે છે. 50 % દરદીઓમાં તેનો ચેપ…

વધુ વાંચો >

ઍગેરિકેલ્સ

ઍગેરિકેલ્સ : બેસિડિયોમાયસિટ્સ ગદા ફૂગ (club fungus) વર્ગની અને સામાન્ય રીતે ઝાલર ફૂગ (gill-fungus) નામથી ઓળખાતી ફૂગનું એક ગોત્ર. આ ગોત્ર 16 કુળમાં અને 4,000 જાતિમાં વહેંચાયેલું છે. Agaricaceae સૌથી જાણીતું કુળ છે. આ કુળના બીજાણુ(spores)ધારી કોષો (બેસિડિયા), ઝાલર નામથી ઓળખાતા પાતળા પટ (sheet) પર છવાયેલા હોય છે. આર્થિક ધોરણે…

વધુ વાંચો >

એરોસૉલ

એરોસૉલ (aerosol) : પ્રવાહી અથવા ઘન કણોનું (0.15 થી 5 m કદ) વાયુમાં સ્થાયી નિલંબન (suspension). એરોસૉલ શબ્દપ્રયોગ આવા નિલંબનનો છંટકાવ કરી શકે તેવા પાત્ર (package) માટે પણ વપરાય છે. ધુમ્મસ, ધુમાડો વગેરે કુદરતી એરોસૉલનાં ઉદાહરણો છે. વાતાવરણને અતિવિશાળ એરોસૉલ ગણી શકાય. વાલ્વ દબાવતાં જ વિવિધ પ્રકારના પદાર્થનો એરોસૉલ છંટકાવ…

વધુ વાંચો >