English literature

વૉલપોલ, હૉરેસ

વૉલપોલ, હૉરેસ (જ. 24 સપ્ટેમ્બર 1717, લંડન; અ. 2 માર્ચ 1797) : અંગ્રેજી ભયજનક નવલકથાઓના રચયિતા તથા પત્રલેખક. શિક્ષણ એટન અને કિંગ્ઝ કૉલેજ, કેમ્બ્રિજમાં. પિતા રૉબર્ટ વૉલપોલ. હૉરેસનું જીવન અત્યંત સમૃદ્ધ રીતે વ્યતીત થયું. 1741માં પાર્લમેન્ટમાં સભ્ય તરીકે અને 1768માં ત્યાંની સંસદ(હાઉસ)માં સભ્ય તરીકે નિમણૂક. સંસદસભ્ય તરીકે સભાઓમાં તેમની નિયમિત…

વધુ વાંચો >

વૉલ્ટર, ડી લા મૅર

વૉલ્ટર, ડી લા મૅર (જ. 25 એપ્રિલ 1873, શાર્લ્ટન, કૅન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 22 જૂન 1956, મિડલસેક્સ) : બ્રિટિશ કવિ, ટૂંકી વાર્તાના લેખક તથા સંપાદક. શિક્ષણ સેંટ પૉલ કોઈર સ્કૂલમાં. પ્રથમ વાર્તા ‘Kismet-Sketch’ સામયિકમાં વૉલ્ટર રેમલના તખલ્લુસથી પ્રકાશિત થઈ. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘સૉંગ્ઝ ઑવ્ ચાઇલ્ડહૂડ’ હતો. 1908થી એમને સરકાર તરફથી પેન્શન…

વધુ વાંચો >

વ્હિટમૅન, વૉલ્ટ

વ્હિટમૅન, વૉલ્ટ (જ. 31 મે 1819, વેસ્ટ હિલ, લાગ આઇલૅન્ડ, ન્યૂયૉર્ક, યુ.એસ.; અ. 26 માર્ચ 1892, કૅમ્ડન) : અમેરિકન કવિ, પત્રકાર અને નિબંધકાર. આઠ સંતાનોમાં ત્રીજા જન્મેલા વૉલ્ટરે પોતાનું નામ પાછળથી ‘વૉલ્ટર’ને બદલે ‘વૉલ્ટ’ રાખેલું. માતા લૂઇસા વાન વેલ્સર; પિતા વૉલ્ટર વ્હિટમૅન. વડવાઓ મૂળ ઇંગ્લૅન્ડમાંથી અમેરિકા આવીને કનેક્ટિકટ રાજ્યમાં અને…

વધુ વાંચો >

શઙ્કુણ્ણિનાયર, એમ. પી.

શઙ્કુણ્ણિનાયર, એમ. પી. (જ. 4 માર્ચ 1917, મેષતુર, જિ. પાલઘાટ, કેરળ) : મલયાળમ ભાષાના વિવેચક. તેઓ સંસ્કૃત, અંગ્રેજી અને તમિળ ભાષાના તેજસ્વી વિદ્વાન છે અને સંસ્કૃતમાં ‘શિરોમણિ’નું બિરુદ તેમજ કલાના વિષય સાથે એમ.એ.ની ડિગ્રી ધરાવે છે. ચેન્નાઈની કૉલેજમાં ખૂબ લાંબો સમય અધ્યાપનની યશસ્વી કારકિર્દી પછી નિવૃત્ત થઈને હવે (2002માં) સ્વતંત્ર…

વધુ વાંચો >

શરદચંદ્ર, જી. એસ. ચેટ્ટી

શરદચંદ્ર, જી. એસ. ચેટ્ટી (જ. 3 મે 1938, નંજાન્ગુડ, મૈસૂર, કર્ણાટક) : ભારતીય અંગ્રેજી કવિ. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી બી.એ.; બી.એલ.; ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી એમ.એસ.; ઓસ્ગોડે હૉલ લૉ સ્કૂલ, કૅનેડામાંથી એલએલ.એમ.; આયોવા યુનિવર્સિટીમાંથી એમ.એફ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે અમેરિકાની મિસૂરી યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગના પ્રાધ્યાપક તરીકે અધ્યાપન કરવા સાથે લેખનકાર્ય આરંભ્યું. 1964માં તેઓ…

વધુ વાંચો >

શારદાપ્રસાદ, એચ. વાય.

શારદાપ્રસાદ, એચ. વાય. (જ. 15 એપ્રિલ 1924, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ તથા ભારતીય અંગ્રેજી લેખક અને અનુવાદક. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી બી.એ. (ઑનર્સ) અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં ફેલોશિપ મેળવી. તેઓ સરકારી સેવામાંથી નિવૃત્ત થયા બાદ લેખનકાર્યમાં પરોવાયા. તેઓ 1966-78 અને 1980-88 સુધી વડાપ્રધાનના માહિતી-સલાહકાર, 1978-80 સુધી ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ માસ કૉમ્યુનિકેશનના…

વધુ વાંચો >

શેક્સપિયર, વિલિયમ

શેક્સપિયર, વિલિયમ (જ. 23 એપ્રિલ 1564, સ્ટ્રૅટફર્ડ–અપોન–એવન; અ. 23 એપ્રિલ 1616, સ્ટ્રૅટફર્ડ–અપોન–એવન, ઇંગ્લૅંડ) : વરિષ્ઠ અંગ્રેજ કવિ અને નાટ્યકાર. તેમના જીવન વિશે પૂર્ણ અને પ્રમાણભૂત માહિતી ઉપલબ્ધ નથી. આઠ ભાઈબહેનોમાં ત્રીજા ક્રમના. પિતા જૉન શેક્સપિયર, વગ ધરાવતા સ્થાનિક વેપારી; માતા મેરી આર્ડન, રોમન કૅથલિક જમીનદાર પિતાનાં પુત્રી. સ્થાનિક શાળામાં પ્રાથમિક…

વધુ વાંચો >

શેડવેલ, ટૉમસ

શેડવેલ, ટૉમસ (જ. 1642 ?, નૉર્ફોક, ઇંગ્લૅન્ડ; અ. 19 નવેમ્બર 1692, લંડન) : અંગ્રેજ નાટ્યકાર અને રાજકવિ. માનવસ્વભાવના આચરણ અને રીતભાત વિશેનાં હાસ્યપ્રધાન નાટકોના રચયિતા અને જૉન ડ્રાયડનના કટાક્ષના પાત્ર તરીકે સવિશેષ જાણીતા થયેલા. મિડલ ટેમ્પલ, લંડન અને કેમ્બ્રિજમાં શિક્ષણ લીધેલું. અંગ્રેજ રાજા ચાર્લ્સ બીજાની ઇંગ્લૅન્ડની ગાદી પર પુન:સ્થાપના થઈ…

વધુ વાંચો >

શૅપિરો, કાર્લ

શૅપિરો, કાર્લ (જ. 10 નવેમ્બર 1913, બાલ્ટિમોર, મૅરિલૅન્ડ, અમેરિકા) : નામી લેખક. તેમણે વર્જિનિયા યુનિવર્સિટી તથા બાલ્ટિમોર ખાતેની પ્રૅટ લાઇબ્રેરી સ્કૂલમાં અભ્યાસ કર્યો. તેમણે અનેક સંસ્થાઓમાં શિક્ષણકાર્ય કર્યું. તેમાં 1968થી ડૅવિસ ખાતેની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં બજાવેલી કામગીરી કીમતી લેખાય છે. કલેક્ટેડ પોએમ્સ, 1948-78 (1978) નામના તેમના કાવ્યસંગ્રહમાં વિવિધ કાવ્યરૂપો પરત્વે તેમનું…

વધુ વાંચો >

શેલી, પર્સી બૅશી

શેલી, પર્સી બૅશી (જ. 4 ઑગસ્ટ 1792, ફિલ્ડ પ્લેસ, સસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 8 જુલાઈ 1822, લિવૉર્નો દરિયો, ટ્સ્કૅની, ઇટાલી) : અપ્રતિમ અંગ્રેજ રોમૅન્ટિક કવિ, નાટ્યકાર અને વિવેચક. પિતા બૅરોનેટ ટિમોથી શેલી ધનિક અને વ્હિગ પક્ષના. પોતાનો સૌથી મોટો પુત્ર પર્સી પાર્લમેન્ટમાં રાજકીય નેતૃત્વ પ્રાપ્ત કરે તેવી પિતાની મહેચ્છા હતી. સાયૉન…

વધુ વાંચો >