English literature

મૂર, મૅરિયાના ક્રેગ

મૂર, મૅરિયાના ક્રેગ (જ. 15 નવેમ્બર 1887, સેન્ટ લૂઈ, મિસૂરી, અમેરિકા; અ. 5 ફેબ્રુઆરી 1972, ન્યૂયૉર્ક) : અમેરિકન કવયિત્રી. બાહ્ય જગતના બારીકીભર્યા નિરીક્ષણમાંથી તેમણે નૈતિક અને બૌદ્ધિક સમજ અને સૂઝ તારવ્યાં છે. તે તેમના દીર્ઘ કવનકાળ દરમિયાન તેમનાં સાથી કવિઓ દ્વારા સારી પ્રશસ્તિ પામ્યાં હતાં. 1909માં જીવશાસ્ત્રનો વિષય લઈ પેન્સિલ્વેનિયાની…

વધુ વાંચો >

મૅકડાયાર્મિડ, હ્યૂ

મૅકડાયાર્મિડ, હ્યૂ (જ. 10 જૂન 1892, લૅંગહોમ, ડમ્ફ્રીશાયર, સ્કૉટલૅન્ડ; અ. 9 સપ્ટેમ્બર 1978, એડિનબરો) : વીસમી સદીના પૂર્વાર્ધના અગ્રગણ્ય સ્કૉટિશ કવિ અને નવજાગૃતિકાળના આગેવાન વિચારક. તેમનું મૂળ નામ ક્રિસ્ટૉફર મરી ગ્રીવ. તેમના સમયના ચર્ચાસ્પદ ઉદ્દામવાદી વલણ ધરાવતા, સ્કૉટિશ અસ્મિતા અને રાષ્ટ્રવાદના પુરસ્કર્તા લેખક. પિતા ટપાલી. શિક્ષણ લૅંગહોમ અકાદમી અને યુનિવર્સિટી…

વધુ વાંચો >

મૅકનીસ, લૂઇ

મૅકનીસ, લૂઇ (જ. 12 સપ્ટેમ્બર 1907, બેલફાસ્ટ; અ. 3 સપ્ટેમ્બર 1963, લંડન) : બ્રિટિશ કવિ અને નાટકકાર. વીસમી સદીના ચોથા દાયકામાં કંઈક અકાવ્યાત્મકતા, પ્રતિબદ્ધતા અને સમસામયિકતા ધરાવતી ‘નવી કવિતા’ની મંડળીના સભ્ય. તે મંડળી સાથે ડબ્લ્યૂ. એચ. ઑડન, સી. ડી. લૂઇસ અને સ્ટીફન સ્પેન્ડર જેવા કવિઓ જોડાયેલા હતા. 1926થી 1930 સુધી…

વધુ વાંચો >

મેકફાર્કહર, કૉલિન

મેકફાર્કહર, કૉલિન (જ. 1745; અ. 2 એપ્રિલ 1793; એડિનબરો) : સ્કૉટલૅન્ડના મુદ્રક. ઍન્ડ્રૂ બેલના સહયોગથી તેમણે 1768માં ‘એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ની સ્થાપના કરી. મોટેભાગે તે ‘બ્રિટાનિકા’ના મુદ્રક પણ હતા, કારણ કે તેની પ્રથમ આવૃત્તિની નકલો તેમની પ્રકાશનકચેરી (નિકલસન સ્ટ્રીટ) ખાતે વેચાણમાં મુકાઈ હતી, પણ એકંદરે તે અજ્ઞાત રહ્યા છે. તેમના જન્મ અંગેનાં…

વધુ વાંચો >

મૅકલીશ, આર્ચિબાલ્ડ

મૅકલીશ, આર્ચિબાલ્ડ (જ. 7 મે 1892, ઇલિનૉઈ, યુ.એસ.; અ. 20 એપ્રિલ 1982, બૉસ્ટન) : અમેરિકન કવિ, નાટકકાર અને આદર્શ શિક્ષક. જાહેર અધિકારી તરીકે તેમની રચનાઓમાં ઉદાત્ત લોકશાહી માટેની નિસબત પ્રકટ થાય છે. અલબત્ત, તેમનાં અતિ રમણીય ઊર્મિકાવ્યોમાં તો વધારે અંગત સૂર સંભળાય છે. યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી બૉસ્ટનમાં 3 વર્ષ…

વધુ વાંચો >

મૅકાર્થી, મેરી

મૅકાર્થી, મેરી (જ. 21 જૂન 1912, સિએટલ વૉશિંગ્ટન, યુ.એસ; અ. 25 ઑક્ટોબર 1989, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકાના મહિલા-નવલકથાકાર, વિવેચક અને ટૂંકી વાર્તાનાં લેખિકા. તીવ્ર બુદ્ધિશક્તિ વડે તેમણે રાજકારણથી માંડીને પ્રવાસન તેમજ મૈત્રી-સંબંધો જેવા થોકબંધ વિષયોમાં પ્રતિભાનો નવો ઉજાસ પાથર્યો. 40 ઉપરાંત વર્ષોથી તે અમેરિકાના બૌદ્ધિક જગત પર છવાઈ રહ્યાં. 1933માં…

વધુ વાંચો >

મેજર, ક્લૅરન્સ

મેજર, ક્લૅરન્સ (જ. 31 ડિસેમ્બર 1936, ઍટલાન્ટા, જ્યૉર્જિયા) : અમેરિકાના લેખક અને સંપાદક. અશ્વેત પ્રજાસમુદાયની ચેતના તથા તેમના આત્મસન્માનને લગતા કાવ્યલેખન માટે તેઓ સવિશેષ પ્રસિદ્ધિ પામ્યા છે. ‘સ્વૅલો ધ લેક’ (1970) તથા ‘સિમ્પટમ ઍન્ડ મૅડનેસ’(1971)ની રચનાઓમાં તેમણે લોકબોલી, લયબદ્ધતા અને વિવિધ મનોભાવોના રુચિકર સંયોજન વડે અશ્વેત મન:સ્થિતિ તથા અનુભૂતિ આલેખવાનો…

વધુ વાંચો >

મેટરલિંક, મૉરિસ

મેટરલિંક, મૉરિસ (જ. 29 ઑગસ્ટ 1862, ઘેંટ, બેલ્જિયમ; અ. 6 મે 1949, નાઇસ, ફ્રાન્સ) : બેલ્જિયન કવિ અને નાટ્યકાર. પૂરું નામ મેટરલિંક કાઉન્ટ મૉરિસ (મૂરિસ) પૉલિડૉર મેરી બર્નાર્ડ. ઘેંટ યુનિવર્સિટીમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ. લયબદ્ધ ગદ્યમાં લખાયેલાં એમનાં નાટકો દેશવિદેશની રંગભૂમિ પર સફળ રીતે ભજવાયાં છે. પ્રતીકવાદી સાહિત્યસર્જનમાં એમનું પ્રદાન નોંધપાત્ર છે.…

વધુ વાંચો >

મૅન્સફીલ્ડ, કૅથરિન

મૅન્સફીલ્ડ, કૅથરિન (જ. 14 ઑક્ટોબર 1888, વેલિંગ્ટન, ન્યૂઝીલૅન્ડ; અ. 9 જાન્યુઆરી 1923, ફૅન્તેનબ્લૉ, ફ્રાન્સ) : બ્રિટિશ ટૂંકી વાર્તાનાં નિષ્ણાત લેખિકા. મૂળ નામ કૅથલીન મૅન્સફીલ્ડ બૉચેમ્ય, પણ સાહિત્યિક નામ ‘કૅથરિન મૅન્સફીલ્ડ’થી ઓળખાયાં. શિક્ષણ શરૂઆતમાં ન્યૂઝીલૅન્ડમાં લીધું, અને 15 વર્ષની વયે ક્વીન્સ કૉલેજ, લંડનમાં પ્રવેશ લીધો. બે વર્ષ સુધી સંગીતનો પદ્ધતિસરનો અભ્યાસ…

વધુ વાંચો >

મૅરિયટ, ફ્રેડરિક

મૅરિયટ, ફ્રેડરિક (જ. 10 જુલાઈ 1792, લંડન; અ. 9 ઑગસ્ટ 1848, લધમ, નૉર્ફોક, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ નવલકથાકાર અને નૌકાસૈન્યના અફસર. ટોબાયસ સ્મૉલેટ પછી દરિયાના અનુભવોને નવલકથામાં લઈ આવનાર પ્રથમ નવલકથાકાર. 14 વર્ષની વયે બ્રિટિશ નૌસેનામાં કૅડેટ તરીકે દાખલ થયા હતા. 1830માં કૅપ્ટન(ભૂમિદળના લેફ્ટેનન્ટ કર્નલની સમકક્ષ)ની રૅન્કમાંથી સ્વેચ્છાએ નિવૃત્ત થયા પહેલાં…

વધુ વાંચો >