મેકફાર્કહર, કૉલિન (જ. 1745; અ. 2 એપ્રિલ 1793; એડિનબરો) : સ્કૉટલૅન્ડના મુદ્રક. ઍન્ડ્રૂ બેલના સહયોગથી તેમણે 1768માં ‘એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ની સ્થાપના કરી. મોટેભાગે તે ‘બ્રિટાનિકા’ના મુદ્રક પણ હતા, કારણ કે તેની પ્રથમ આવૃત્તિની નકલો તેમની પ્રકાશનકચેરી (નિકલસન સ્ટ્રીટ) ખાતે વેચાણમાં મુકાઈ હતી, પણ એકંદરે તે અજ્ઞાત રહ્યા છે. તેમના જન્મ અંગેનાં સ્થળ, તારીખ પણ સુનિશ્ચિત નથી. ‘બ્રિટાનિકા’ના પ્રસ્થાનકાર તરીકે એટલી હકીકત ચોક્કસ છે કે ‘બ્રિટાનિકા’ના શરૂઆતના ગ્રંથોનું સંપાદન (1788–97) તેમણે કર્યું હતું.

મહેશ ચોકસી