Education

રાય, (ડૉ.) નિહારરંજન મહેન્દ્રરાય

રાય, (ડૉ.) નિહારરંજન મહેન્દ્રરાય (જ. 1903 કાહેન, જિ. મૈમનસિંગ, બાંગ્લાદેશ; અ. 30 ઑગસ્ટ 1981) : કલાસૌંદર્યના ઉપાસક, ઇતિહાસ અને સાહિત્યક્ષેત્રના એક પ્રતિભાવંત વિદ્યાપુરુષ. બ્રાહ્મોસમાજના પ્રતિષ્ઠિત બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતા મહેન્દ્રરાય એક આદર્શ શિક્ષક અને બંગભંગ તથા સ્વદેશીની ચળવળના રંગે રંગાયેલા. પિતાનો સ્વદેશપ્રેમનો વારસો પુત્રે જાળવ્યો. અનુશીલન સમિતિમાં અને ક્રાંતિકારી દળ…

વધુ વાંચો >

રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા

રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા : જુઓ નૅશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન

વધુ વાંચો >

રિચર્ડ્ઝ, આઇવર આર્મસ્ટ્રૉંગ

રિચર્ડ્ઝ, આઇવર આર્મસ્ટ્રૉંગ (જ. 26 ફેબ્રુઆરી 1893, સૅન્ડબૅચ, ચેશાયર, ઇંગ્લૅન્ડ; અ. 7 સપ્ટેમ્બર 1979, કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર) : આંગ્લ વિવેચક, કવિ અને વિદ્વાન શિક્ષક. કાવ્યવાચનની નવી રીતિ વિકસાવવામાં તેઓ અત્યંત પ્રભાવક પરિબળ બની રહ્યા અને તેમના અભિગમના પરિણામે ‘ન્યૂ ક્રિટિસિઝમ’ એટલે કે નવ્ય વિવેચનાની સંકલ્પના પ્રચલિત બની. તેઓ મનોવિજ્ઞાનના વિદ્યાર્થી હતા.…

વધુ વાંચો >

લક્ષ્મીબાઈ કૉલેજ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન, ગ્વાલિયર

લક્ષ્મીબાઈ કૉલેજ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન, ગ્વાલિયર : એશિયા ખંડની મોટામાં મોટી શારીરિક શિક્ષણની તાલીમ સંસ્થા. આ સંસ્થાની શરૂઆત ઑગસ્ટ 1957માં ગ્વાલિયરમાં થઈ હતી. એટલે કે જ્યારે ભારતમાં 1857માં થયેલ ‘સ્વાતંત્ર્ય-સંગ્રામ’ની શતાબ્દીની ઉજવણી થતી હતી તે સમયે આ સંસ્થા સ્થપાઈ હતી. ભારતનાં મહાન વીરાંગના મહારાણી લક્ષ્મીબાઈનું મૃત્યુ ગ્વાલિયરમાં થયું હતું અને…

વધુ વાંચો >

લાઇસિયમ્સ

લાઇસિયમ્સ : સાહિત્ય અને વિજ્ઞાનના શિક્ષણ માટે સ્થપાયેલાં, અમેરિકાની કૉલેજોમાં સ્વતંત્ર રીતે ચલાવાતાં અભ્યાસવર્તુળો. મૅસેચૂસેટ્સની મિલબેરી સંસ્થામાં પ્રથમ અમેરિકન લાઇસિયમ્સની સ્થાપના 1826માં કરવામાં આવેલી. આ વિચાર જોસાયા હૉલબ્રુકનો હતો. તેમની રાહબરી હેઠળ આ સંસ્થાની 100 જેટલી શાખાઓ માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં ઊભી કરવામાં આવી હતી. ખાસ કરીને પરિપક્વ ઉંમરની…

વધુ વાંચો >

લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (L. D. Institute of Indology)

લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (L. D. Institute of Indology) : આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજીની પ્રેરણાથી અને અમદાવાદના લાલભાઈ પરિવારના સક્રિય સહયોગથી શ્રેષ્ઠીવર્યશ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ સને 1956માં લાલભાઈ દલપતભાઈની સ્મૃતિમાં આ સંસ્થાની સ્થાપના કરી. મુનિશ્રી પુણ્યવિજયજીએ દસ હજાર પ્રાચીન હસ્તપ્રતો અને સાત હજાર અપ્રાપ્ય પુસ્તકો સંસ્થાને શરૂઆતમાં ભેટ આપ્યાં હતાં.…

વધુ વાંચો >

લીનાબહેન મંગળદાસ

લીનાબહેન મંગળદાસ (જ. 18 ઑગસ્ટ 1915, અમદાવાદ) : ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં બાળકલ્યાણ પ્રવૃત્તિ ચલાવતા ‘શ્રેયસ’ વિદ્યાસંકુલનાં સ્થાપક. ધનિક કુટુંબમાં જન્મ. પિતા અંબાલાલ સારાભાઈ જાણીતા ઉદ્યોગપતિ હતા. માતાનું નામ સરલાદેવી. તેમના વડવા મગનભાઈ શેઠે ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળાની સ્થાપના કરી હતી. એ વારસો લીનાબહેને ‘શ્રેયસ’ વિદ્યાકીય સંકુલ દ્વારા જાળવી રાખ્યો…

વધુ વાંચો >

લેવિસ, ફ્રૅન્ક રેમંડ

લેવિસ, ફ્રૅન્ક રેમંડ (જ. 14 જુલાઈ 1895, કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર, ઇંગ્લૅન્ડ; અ. 14 એપ્રિલ 1998, કેમ્બ્રિજ) : અંગ્રેજી સાહિત્યના પ્રાધ્યાપક અને વિવેચક. શિક્ષણ કેમ્બ્રિજ ખાતે. ઇમૅન્યુઅલ કૉલેજમાં ઇતિહાસ અને અંગ્રેજી સાહિત્યનો તલસ્પર્શી અભ્યાસ. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઍમ્બુલન્સ વિભાગમાં મદદનીશ તરીકે યુદ્ધમોરચે કામ કરેલું. ઇમૅન્યુઅલ કૉલેજ અને પાછળથી ડાઉનિંગ કૉલેજમાં અંગ્રેજીના વ્યાખ્યાતા.…

વધુ વાંચો >

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ : ગાંધીજીના રચનાત્મક કેળવણીના ખ્યાલને લઈ ગ્રામાભિમુખ કેળવણીનું કામ કરતી ગુજરાતની સુપ્રસિદ્ધ શિક્ષણસંસ્થા. ગાંધીજીએ વર્ધા શિક્ષણ પરિષદમાં નઈ તાલીમનો વિચાર દેશ સમક્ષ રજૂ કર્યો. શ્રી નાનાભાઈ ભટ્ટ અને શ્રી મનુભાઈ પંચોળીએ 1937માં ગ્રામાભિમુખ કેળવણીનો પાયો ગ્રામદક્ષિણામૂર્તિ આંબલામાં નાખ્યો. તેમાં ગ્રામસમાજ માટેની વિદ્યાની ઉપાસના કેન્દ્રમાં હતી, એટલે અભ્યાસક્રમો નવા…

વધુ વાંચો >

વર્બા, સિડની

વર્બા, સિડની : રાજકીય સંસ્કૃતિની વિભાવનામાં પાયાનું પ્રદાન કરનાર અભ્યાસી. તેઓ કાર્લ એચ. ફોરઝાઇમર યુનિવર્સિટીના પ્રાધ્યાપક છે. 1959માં પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી તેમણે ડૉક્ટરેટની પદવી મેળવી. વર્તનલક્ષી રાજ્યશાસ્ત્રના વિકાસ સાથે બીજી ઘણી નવી વિભાવનાઓ વિકસી. તેમાંની એક વિભાવના રાજકીય સંસ્કૃતિની હતી. સિડની વર્બાએ આ ક્ષેત્રે વિશિષ્ટ અભ્યાસો કરી અભ્યાસીઓનું ધ્યાન દોર્યું. રાજકીય…

વધુ વાંચો >