Economics
શ્રમજીવી સંઘ
શ્રમજીવી સંઘ : શ્રમના બદલામાં વેતન મેળવી તેના પર જીવનારાઓનું સંગઠન. શ્રમ મુખ્યત્વે બે પ્રકારના હોય છે : શારીરિક અને માનસિક. શારીરિક શ્રમજીવીઓનાં સંગઠન મહદ્અંશે મજૂર સંઘ તરીકે અને માનસિક શ્રમજીવીઓનાં સંગઠન કર્મચારીમંડળ તરીકે ઓળખાય છે. કાર્યસ્થળે બનાવવામાં આવતાં પાયાનાં સંગઠનો એકત્રિત થઈને અમુક વિસ્તાર, રાજ્ય, દેશ અને દુનિયાનાં મહામંડળો…
વધુ વાંચો >શ્રમનું અર્થશાસ્ત્ર (Labour Economics)
શ્રમનું અર્થશાસ્ત્ર (Labour Economics) : ઉત્પાદન માટેના એક અત્યંત મહત્વના સાધન માનવશ્રમ માટેની માંગ અને તેના પુરવઠાનો અભ્યાસ કરતી અર્થશાસ્ત્રની એક શાખા. અર્થશાસ્ત્રીઓએ છેક ઍડમ સ્મિથના સમયથી એ મુદ્દો સ્વીકાર્યો છે કે અન્ય ચીજવસ્તુઓ અને સાધનો માટેનાં બજારોની તુલનામાં શ્રમ માટેનું બજાર કેટલીક મહત્વની બાબતોમાં જુદું પડે છે. શ્રમબજારની કામગીરીમાં…
વધુ વાંચો >શ્રોફ, અરદેશર દારાબશા
શ્રોફ, અરદેશર દારાબશા (જ. 4 જૂન 1899, મુંબઈ; અ. 27 ઑક્ટોબર 1965, મુંબઈ) : બાહોશ અર્થશાસ્ત્રી અને કુશળ વહીવટકાર. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને લંડન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં બી.એસસી.ની પદવી હાંસલ કરી અમેરિકન ચેઇઝ બૅંકમાં જોડાયા હતા. ભારત પરત આવી સિડનહામ કૉલેજ ઑવ્ કૉમર્સમાં એડવાન્સ્ડ બૅંકિંગના વિષયના પ્રાધ્યાપક નિમાયા હતા. ત્યારબાદ સફળ…
વધુ વાંચો >સબસિડી
સબસિડી : કોઈ વસ્તુ કે સેવાની પડતર-કિંમત અને બજાર-કિંમત વચ્ચેનો તફાવત ઉપભોક્તાવર્ગના હિતમાં ઘટાડવા માટે સરકાર કે અન્ય જાહેર સંસ્થાઓ દ્વારા ઉત્પાદકોને અપાતી આર્થિક સહાય. સામાન્ય રીતે આવી સહાય સાર્વજનિક ઉપભોગ(mass consumption)ની વસ્તુઓ અને સેવાઓ પર અપાતી હોય છે. તેનું કદ મહદ્અંશે જે તે વસ્તુ કે સેવાના ઉત્પાદનના પ્રમાણમાં નિર્ધારિત…
વધુ વાંચો >સમતુલા (equilibrium)
સમતુલા (equilibrium) : આર્થિક ઘટનાઓના વિશ્લેષણ માટેની એક વિભાવના (concept). તમામ આર્થિક કર્તાઓ(economic agents)નાં કાર્યો પરસ્પર સુસંગત હોય એવી સ્થિતિ; દા.ત., સ્પર્ધાત્મક બજારમાં કોઈ એક વસ્તુ માટેની માંગ અને પુરવઠા વચ્ચેની સમતુલા એવી કિંમત નક્કી કરે છે જે કિંમતે આર્થિક કર્તા તરીકે ગ્રાહકો તેમની ખરીદીમાં કે ઉત્પાદકો તેમના ઉત્પાદનમાં વધારો…
વધુ વાંચો >સમતૃપ્તિરેખા
સમતૃપ્તિરેખા : જુઓ તટસ્થ રેખા
વધુ વાંચો >સમર્થક તારણ (બૅન્કિંગ)
સમર્થક તારણ (બૅન્કિંગ) : ધીરેલાં નાણાંની સલામતી માટે જામીનગીરી તરીકે લખાવી લીધેલી અને ધિરાણની રકમ કરતાં વધારે બજાર-કિંમતવાળી માલમિલકત. બૅન્કો શૂન્યાવકાશમાંથી નાણું પેદા કરતી નથી. થાપણદારો તરફથી જે નાણાં મળે છે તેનું બૅન્કો ધિરાણ કરે છે. નાણાકીય સંચાલનની કાર્યદક્ષતાનો ઉપયોગ કરીને તે મળેલ નાણાં કરતાં વધારે રકમનું ધિરાણ કરી શકે…
વધુ વાંચો >સમર્સ, લૉરેન્સ એચ.
સમર્સ, લૉરેન્સ એચ. (જ. 30 નવેમ્બર 1954, ન્યૂહેવન, કનેક્ટિકટ) : અમેરિકન અર્થશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી અને લોકસેવક. પિતા અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક. શિક્ષણ હાર્વર્ડ યુનિવર્સિટીમાં. 1982માં સમર્સે ત્યાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. ‘પ્રેસિડેન્ટ કાઉન્સિલ ઑવ્ ઇકૉનૉમિક એડ્વાઇઝર્સ’માં સેવા આપ્યા પછી 1983માં હાર્વર્ડ પરત ગયેલા. 28 વર્ષની ઉંમરે કાયમી પ્રાધ્યાપકપદ (tenured faculty) મેળવનાર જૂજ વ્યક્તિઓમાંના તેઓ…
વધુ વાંચો >સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર
સમદૃષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર : અર્થશાસ્ત્રની એક શાખા. અર્થશાસ્ત્રનો અભ્યાસ મુખ્યત્વે બે શાખાઓના સંદર્ભમાં કરવામાં આવે છે; જેમાંથી એકને ‘એકમલક્ષી અર્થશાસ્ત્ર’ (Micro economics), તો બીજાને ‘સમદૃષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર’ (Macro economics) કહેવામાં આવે છે. ગ્રીક ભાષાના ‘Macro’ શબ્દનો અર્થ થાય છે વિસ્તીર્ણ અથવા મોટું અને તેથી જ્યારે અર્થશાસ્ત્રના અભ્યાસનો ફલક વિસ્તીર્ણ કે વિશાલ હોય…
વધુ વાંચો >સમાજવાદ
સમાજવાદ : ઉત્પાદનનાં તમામ સાધનોની પેદાશ, સર્જન, વહેંચણી તથા વિનિમય પર સમગ્ર સમાજની સામૂહિક માલિકી તથા પ્રભુત્વની તરફેણ કરતી આર્થિક અને રાજકીય વિચારસરણી. વિકલ્પે તેને ‘સમૂહવાદ’ (collectivism) પણ કહેવામાં આવે છે. તેનો ઉદ્ગમ કાર્લ માર્ક્સ(1818-83)ની રાજકીય વિચારસરણીમાંથી થયેલો હોવાથી તેને ‘માર્ક્સવાદ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાર્લ માર્ક્સની રજૂઆત મુજબ…
વધુ વાંચો >