Drama
રંગકસબ
રંગકસબ : દૃશ્યરચના (દૃશ્યબંધ, દૃશ્ય). નાટકમાં જે બને છે તે ઘટનાનું સ્થળ-સૂચન એટલે દૃશ્યરચના. એને દૃશ્યબંધ અથવા દૃશ્ય પણ કહેવાય છે. સૌપહેલાં પ્રેક્ષકોનું ધ્યાન રંગમંચ તરફ આકર્ષવાનું કામ દૃશ્યબંધ કરે છે. તેથી હવે અહીં શું બને છે, તે વિશેની ઉત્કંઠા પ્રેક્ષકોના મનમાં ઊભી થાય. નટોના અભિનયને અર્થપૂર્ણ અને પ્રભાવી બનાવવાનું…
વધુ વાંચો >રંગભૂમિ
રંગભૂમિ : મુંબઈમાં 1949માં સ્થપાયેલી નાટ્યસંસ્થા. પ્રતાપ ઓઝા, વિષ્ણુકુમાર વ્યાસ, લીલા જરીવાલા, મધુકર રાંદેરિયા, મંગળદાસ પકવાસા, ગુણવંતરાય આચાર્ય વગેરેના સથવારે અમર જરીવાલાના મહામંત્રીપદે આ સંસ્થાએ અનેક નાટકોની રજૂઆત કરી; અને પ્રતાપ ઓઝા, વિષ્ણુકુમાર વ્યાસ વગેરેએ એમાં યથોચિત ફાળો આપ્યો. દસ વર્ષની કારકિર્દી પછી આ સંસ્થાએ નાટ્યમિલન યોજ્યું અને ‘નાટ્યરંગ’ નામનું…
વધુ વાંચો >રંગમંચ
રંગમંચ (1961) : પંજાબી નાટ્યલેખક તથા દિગ્દર્શક બળવંત ગાર્ગી લિખિત ભારતીય રંગભૂમિનો ઇતિહાસ. આ કૃતિને 1962ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. બળવંત ગાર્ગી(જ. 1918)એ પંજાબી રંગભૂમિ પર નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમનાં કેટલાંક નાટકો પરદેશમાં અનુવાદ પામ્યાં છે અને ભજવાયાં છે. પુરસ્કૃત ગ્રંથમાં પ્રાચીન કાળથી માંડીને અર્વાચીન પ્રવાહો…
વધુ વાંચો >રંગમંડળ (1939) :
રંગમંડળ (1939) : અમદાવાદમાં જાણીતા મરાઠી નાટ્યકાર મામા વરેરકરની પ્રેરણાથી એલિસબ્રિજ આરોગ્ય સમિતિ દ્વારા સ્થપાયેલી નાટ્યસંસ્થા. રંગમંડળ ગુજરાતમાં અવેતન રંગભૂમિની ઇમારતની પાયાની ઈંટ બન્યું, એમાં જાણીતા સામાજિક કાર્યકર હીરાલાલ ભગવતી પત્રકાર નીરુભાઈ દેસાઈ, લેખક ગિરીશ ભચેચ, નટ-દિગ્દર્શક ધનંજય ઠાકર અને અરુણ ઠાકોર વગેરે સંકળાયેલા હતા. તેઓએ શરૂઆતમાં એકાંકીઓ (‘સોયનું નાકું’,…
વધુ વાંચો >રંગા, લક્ષ્મીનારાયણ
રંગા, લક્ષ્મીનારાયણ (જ. 4 ફેબ્રુઆરી 1934, બીકાનેર, રાજસ્થાન) : હિંદી નાટ્યકાર અને વાર્તાકાર. તેમણે હિંદીમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘પૂર્ણમિદમ્’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ રાજસ્થાન સરકારના ભાષા વિભાગમાં અનુવાદ પ્રમુખપદેથી સેવાનિવૃત્ત થયા છે. 1952થી તેમણે લેખનકાર્ય શરૂ કર્યું. તેમનું…
વધુ વાંચો >રંગાવલિ
રંગાવલિ : પ્રયોગશીલ નાટ્યજૂથ (1977-1985), વડોદરા. વડોદરાના ‘રંગાવલિ’ નાટ્યજૂથમાં કેન્દ્રમાં હતા નટ અને દિગ્દર્શક ઉત્પલ ત્રિવેદી. 1977થી 1985ની વચ્ચે આ જૂથે અનેક એકાંકીઓ (‘વતેસરની વાત’, ‘ડાયલનાં પંખી’, ‘તમે સુંદર છો’ વગેરે); સળંગ નાટકો (‘હું જ મિસ્ટર આનંદ’, ‘સૉલ્યુશન એક્સ’, ‘પ્રતિશોધ’ વગેરે); ભવાઈનાટ્યો (‘અમે રે પોલીસ, તમે ચોર’, ‘ખુશનુમા ખયાલનો ખેલ’…
વધુ વાંચો >રાગિણી
રાગિણી (જ. 16 ઑક્ટોબર 1955, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિ, ફિલ્મો અને ટી.વી. સીરિયલોની પ્રસિદ્ધ અભિનેત્રી. સંગીતકાર પિતા સુરેશ શાહ (સુરેશતલવાર સંગીતકાર જોડીમાંના એક) અને અભિનેત્રી માતા પુષ્પા શાહની પુત્રી અને રંગભૂમિ, ટી.વી.ની અભિનેત્રી ચિત્રા વ્યાસની બહેન રાગિણીએ ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ મુંબઈની મીઠીબાઈ અને નૅશનલ કૉલેજમાં કરેલો. કૉલેજના દિવસોમાં સંગીત…
વધુ વાંચો >રાજડા, મૂળરાજ
રાજડા, મૂળરાજ (જ.13 નવેમ્બર 1931, મુંબઈ; અ. 23 સપ્ટેમ્બર 2012, મુંબઈ) : કલાકાર, દિગ્દર્શક અને લેખક. સ્નાતક થયા પછી, મૂળરાજ રાજડાએ કેબલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને દેના બેન્કમાં બે વર્ષ કામ કર્યું હતું. તેમણે 1959માં ગુજરાતી નાટક લખીને અભિનય કરીને મનોરંજન ક્ષેત્રે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. મૂળરાજ રાજડાએ મુખ્યત્વે હિન્દી, ગુજરાતી…
વધુ વાંચો >રાજીવ
રાજીવ (જ. 1945, દિલ્હી; અ. 28 ડિસેમ્બર 1993, મુંબઈ) : ગુજરાતી ફિલ્મોના અભિનેતા. રાજીવનું મૂળ નામ જગદીશ ગઢિયા હતું. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લીધા પછી, અભિનય-શિક્ષણ માટે પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો. માતાપિતાની ઇચ્છાને કારણે સી. એન. ફાઇન આર્ટસ કૉલેજ અમદાવાદ ખાતે ચિત્રકલાનો અભ્યાસ પણ કર્યો. કારકિર્દીનો આરંભ કેન્દ્ર સરકારના માહિતીખાતાના…
વધુ વાંચો >રાજેન્દ્રનાથ
રાજેન્દ્રનાથ (જ. 1947) : હિંદીના જાણીતા નટ-દિગ્દર્શક. 1967માં એમણે દિલ્હીમાં ‘અભિયાન’ નાટ્યસંસ્થા શરૂ કરી, અને ગાંધીજીના જીવન અંગેનું વિવાદાસ્પદ નાટક ‘હત્યા એક આકારકી’ (લેખક : લલિત સેહગલ) પ્રસ્તુત કર્યું. બે દાયકા સુધી આ સંસ્થાને માર્ગદર્શન આપતા રાજેન્દ્રનાથે મુખ્યત્વે વિજય તેન્ડુલકરનાં નાટકો પ્રસ્તુત કર્યાં અને એ ઉપરાંત અન્ય ભારતીય ભાષાઓમાં બાદલ…
વધુ વાંચો >