Drama
કાલ્દેરોં લા બાર્કા, પેદ્રો
કાલ્દેરોં લા બાર્કા, પેદ્રો (જ. 17 જાન્યુઆરી 1600, માડ્રિડ; અ. 25 મે 1681, માડ્રિડ) : સ્પેનના મહાન નાટ્યકાર. પિતા ઉગ્ર સ્વભાવના અને સરમુખત્યારવાદી હતા. કૌટુંબિક સંબંધોની તંગદિલીની તેમના યુવાન માનસ પર ઘેરી અસર પડી હતી. તેમનાં ઘણાં નાટકોમાં કુટુંબજીવનની કૃત્રિમતાની માનસિક તથા નૈતિક અસરોની વાત આવ્યા કરે છે. શાળાનો અભ્યાસ…
વધુ વાંચો >કાસમભાઈ
કાસમભાઈ (જ. 10 માર્ચ 1906, ઊંબરી, જિ. મહેસાણા; અ. 1969) : ગુજરાતની જૂની રંગભૂમિના નટ અને દિગ્દર્શક. પિતા નથ્થુભાઈ અને માતા રાજબાઈ. ભણતર કેવળ ત્રીજા ધોરણ સુધીનું. 1915માં છ મહિના પગાર વિના નકુભાઈ શાહની ‘શ્રી આર્યનૈતિક નાટક સમાજ’ કંપનીના બાલવૃન્દમાં ગીત ગાવાનું કામ કર્યું; પછી માસિક ત્રણ રૂપિયા પગાર થયો.…
વધુ વાંચો >કાસિન્યસ્કી, ઝિગ્મૂંટ
કાસિન્યસ્કી, ઝિગ્મૂંટ (જ. 19 ફેબ્રુઆરી 1812, પૅરિસ; અ. 23 ફેબ્રુઆરી 1895, પૅરિસ) : પોલૅન્ડના નામી કવિ તથા નાટ્યકાર. આગેવાન ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મ. પ્રારંભમાં કાયદાનો અભ્યાસ કરવા વૉર્સો યુનિવર્સિટીમાં જોડાયા. ત્યારબાદ 1829માં જિનીવામાં અભ્યાસ શરૂ કર્યો. મોટાભાગની જિંદગી તેમણે વિદેશોમાં ગાળી અને પોતાની કૃતિઓ પોતાના નામોલ્લેખ વગર જ પ્રગટ કરી. રશિયન…
વધુ વાંચો >કિર્લોસ્કર નાટક મંડળી
કિર્લોસ્કર નાટક મંડળી (1880) : બળવંત પાંડુરંગ કિર્લોસ્કર ઉર્ફે અણ્ણાસાહેબ કિર્લોસ્કરે સ્થાપેલી નાટક મંડળી. 1880માં એક પારસી નાટક મંડળીએ પાશ્ચાત્ય ઑપેરા નાટકની શૈલીમાં ભજવેલું સંગીત-નાટક અણ્ણાસાહેબે જોયું અને મરાઠીમાં એવો જ અખતરો કરી જોવાનો વિચાર એમના મનમાં આવ્યો. કાલિદાસના- ‘અભિજ્ઞાનશાકુન્તલમ્’નો મરાઠી અનુવાદ કર્યો અને તેમાં પોતાનાં ગીતો પણ ઉમેર્યાં. આ…
વધુ વાંચો >કિર્લોસ્કર બળવંત પાંડુરંગ (અણ્ણાસાહેબ)
કિર્લોસ્કર, બળવંત પાંડુરંગ (અણ્ણાસાહેબ) (જ. 31 માર્ચ 1843, ગુર્લહોસુર, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 2 નવેમ્બર 1885, ગુર્લહોસુર, જિ. ધારવાડ, કર્ણાટક) : મરાઠીના પ્રથમ શ્રેષ્ઠ સંગીત-નાટકકાર અને સંગીત-રંગભૂમિના શિલ્પી, ઉત્કૃષ્ટ રંગમંચઅભિનેતા, સંગીતજ્ઞ અને કવિ. મૂળ વતન રત્નાગિરિ જિલ્લાનું કિર્લોસી ગામ. તેથી અટક કિર્લોસ્કર. બાર વર્ષ સુધી કાનડી અને મરાઠી બંને ભાષાનું…
વધુ વાંચો >કીટન બસ્ટર
કીટન, બસ્ટર (જ. 4 ઑક્ટોબર 1895, Piqua કાન્સાસ, યુ. એસ.; અ. 1 ફેબ્રુઆરી 1966, લોસ એન્જેલિસ, કૅલિફૉર્નિયા, યુ. એસ.) : અમેરિકન હાસ્યનટ. મૂળ નામ જોસેફ ફ્રાન્સિસ કીટન. મૂક અમેરિકન ફિલ્મોના યુગના આ વિદૂષક અથાગ પરિશ્રમના પરિણામે વિશ્વભરમાં ઉચ્ચ કોટિના હાસ્યનટ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી શક્યા છે. તેમના ભાવવિહીન ચહેરાના કારણે…
વધુ વાંચો >કૃષ્ણમાચારી ધર્માવવિરમ્
કૃષ્ણમાચારી ધર્માવવિરમ્ (જ. 22 નવેમ્બર 1852, ધર્માવરમ્; અ. 30 નવેમ્બર 1913, આલુર) : ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના તેલુગુ ભાષાના ખ્યાતનામ નાટકકાર. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વેલ્લરીમાં, ઉચ્ચશિક્ષણ હૈદરાબાદમાં. એમણે તેલુગુ નાટ્યસાહિત્યને એક નવો જ વળાંક આપ્યો. એમણે એમનાં નાટકોમાં યક્ષગાન શૈલીનો પ્રયોગ કર્યો અને નાટકમાં પ્રસંગાનુરૂપ ગીતોનો પણ સમાવેશ કર્યો. એમણે…
વધુ વાંચો >કૃષ્ણાટ્ટમ્
કૃષ્ણાટ્ટમ્ : સંસ્કૃત નાટકો પરથી ઊતરી આવેલી નાટ્યશૈલીનો કુટિયાટ્ટમ્ નાટ્યપ્રકાર. કેરળ પ્રદેશ પ્રાચીન અને મધ્યયુગીન મંચનપ્રધાન કલાઓ(performing arts)નો ભંડાર છે. ત્યાં આદિવાસીઓનાં માનસમાં વસતાં ભૂતપ્રેત એમના જીવન પર પણ છવાઈ ગયાં છે. તૈય્યમ આવી એક વિધિવિધાનાત્મક (ritualistic) કલા છે, જેના અનેક પ્રકારો છે. ભદ્રકાળી અને દારિકાવધમ્ નાટ્યપ્રકાર પણ ગ્રામનિવાસીઓમાં પ્રચલિત…
વધુ વાંચો >કૅન્ડિડા
કૅન્ડિડા (1903) : જ્યૉર્જ બર્નાર્ડ શૉ (1856-1950) રચિત સામાજિક નાટક. વીસમી સદીની સામાજિક સમસ્યા પર આધારિત આ નાટક રૂઢિગત નાટકની પ્રતિકૃતિ (parody) છે. આ નાટકમાં લેખક સ્ત્રીના સામાજિક દરજ્જા વિશે વિચારે છે. સ્ત્રીપુરુષસંબંધને વણી લેતા આ નાટકમાં લગ્નવ્યવસ્થા કેન્દ્રસ્થાને છે. સ્ત્રીસ્વાતંત્ર્યના હિમાયતી શૉ અહીં સ્પષ્ટ કરે છે કે કોઈ પણ…
વધુ વાંચો >