Chemistry

પ્રેસિયોડિમિયમ

પ્રેસિયોડિમિયમ : આવર્તકોષ્ટક(periodic table)ના III B સમૂહનાં લૅન્થેનાઇડ શ્રેણી તરીકે ઓળખાતાં દુર્લભ મૃદા તત્વો (rare earth elements) પૈકીનું એક ધાત્વિક તત્વ. સંજ્ઞા Pr. ઑસ્ટ્રિયન રસાયણવિદ સી. એફ. આઉઅર વૉન વેલ્સબેકે 1885માં તે સમયે ડિડિમિયમ તરીકે ઓળખાતા તત્વના એમોનિયમ ડિડિમિયમ નાઇટ્રેટ ક્ષારમાંથી વિભાગીય (fractional)  સ્ફટિકીકરણ દ્વારા પ્રેસિયોડિમિયમ અને નિયોડિમિયમ ક્ષારો જુદા…

વધુ વાંચો >

પ્રોજેસ્ટેરોન

પ્રોજેસ્ટેરોન : પ્રાણીઓના માદાના અંડાશય તથા ઓર(placenta)માં ઉદભવતો એક સ્ત્રૈણ અંત:સ્રાવ (female sex hormone). થોડી માત્રામાં તે નર તેમજ માદાની અધિવૃક્ક ગ્રંથિ (adrenal gland) દ્વારા તેમજ નરના વૃષણ દ્વારા પણ ઉત્પન્ન થાય છે. તેનું અણુસૂત્ર C21H30O2 છે. ગર્ભવતી માદા ભુંડના પિત્તપિંડમાંથી તે મેળવવામાં આવે છે. સ્ટિગ્મેસ્ટેરૉલ જેવા સ્ટીરૉઇડમાંથી પણ તેનું…

વધુ વાંચો >

પ્રોટીન

પ્રોટીન કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન તથા સામાન્યત: સલ્ફર ધરાવતા સંકીર્ણ ઉચ્ચ બહુલકો. (કેટલાંક પ્રોટીનમાં Fe, P જેવાં તત્વો પણ હોય છે.) પેપ્ટાઇડ સમૂહ (-CO-NH-) દ્વારા ઍમિનોઍસિડ એકબીજા સાથે જોડાઈને જે શૃંખલા બનાવે છે તેને પ્રોટીન બહુલક કહે છે. જીવંત પ્રાણીઓમાંનો આ મૂળભૂત એકમ (discrete entity) છે. તેનું નામ ગ્રીક શબ્દ ‘પ્રોટીઓસ’…

વધુ વાંચો >

પ્રોટૅક્ટિનિયમ

પ્રોટૅક્ટિનિયમ : આવર્ત કોષ્ટકના III ब સમૂહમાં આવેલ ઍક્ટિનાઇડ શ્રેણીનું વિકિરણધર્મી રાસાયણિક તત્વ. સંજ્ઞા Pa; પરમાણુક્રમાંક 91; પરમાણુભાર 231.0359. આ ધાતુ કુદરતમાં રેડિયમ કરતાં પણ અલ્પ પ્રમાણમાં પ્રાપ્ય છે. કુદરતી વિપુલતા 0.87 × 10–6 ppm. યુરેનિયમની સઘળી ખનિજોમાં તે હોય છે અને એક ટન ખનિજમાંથી આશરે 0.34 ગ્રા. Pa મળે છે.…

વધુ વાંચો >

પ્રોપેન

પ્રોપેન : આલ્કેન શ્રેણીના હાઇડ્રોકાર્બનોમાંનો ત્રીજો ઘટક. અણુસૂત્ર C3H8; તેનો અણુભાર 44.09; ઉ.બિં., –42.1° સે., ગ.બિં., –190° સે. અને પ્રજ્વલનાંક (flash point) –105° સે. છે. ઇથર અને આલ્કોહોલમાં તે દ્રાવ્ય છે, જ્યારે પાણીમાં તે અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય છે. તે એક શ્વાસરોધક (asphyxiant) રંગવિહીન વાયુ છે. પ્રાકૃતિક વાયુ અને પેટ્રોલિયમમાંથી તે…

વધુ વાંચો >

પ્રોમીથિયમ

પ્રોમીથિયમ : લૅન્થેનાઇડ દુર્લભ મૃદા (rare earth) શ્રેણીનું અનુપસ્થિત રાસાયણિક તત્વ. સંજ્ઞા Pm. માનવજાતના લાભાર્થે પવિત્ર અગ્નિ પૃથ્વી ઉપર લાવનાર ગ્રીક દેવતા પ્રોમીથિયસના નામ ઉપરથી આ તત્વનું નામ પ્રોમીથિયમ પાડવામાં આવ્યું છે. તે આવર્તકોષ્ટકના IIIb સમૂહનાં સંક્રાંતિક તત્વોની એકમાત્ર આંતરિક સંક્રાંતિક (inner transition) ધાતુ છે. તે કુદરતમાં મળી આવતું નથી.…

વધુ વાંચો >

પ્રૉસ્ટાગ્લૅન્ડિન

પ્રૉસ્ટાગ્લૅન્ડિન : વૈવિધ્યપૂર્ણ શરીરક્રિયાધર્મી અસરો દર્શાવતાં પ્રાકૃતિક, રાસાયણિક રીતે અન્યોન્ય સંબંધિત, લાંબી (20–કાર્બન) શૃંખલાવાળા ચરબીજ ઍસિડોનો સમૂહ. પુર:સ્થ (prostate) ગ્રંથિમાંથી મેળવવામાં આવેલો હોવાથી તેનું ‘પ્રૉસ્ટાગ્લૅન્ડિન’ નામ પ્રચલિત થયું છે. શરીરનાં અન્ય અંગો યકૃત, મૂત્રપિંડ વગેરેમાં પણ તે ઉત્પન્ન થાય છે. પ્રૉસ્ટાગ્લૅન્ડિન શરીરના નિયંત્રણતંત્રના એક ભાગ તરીકે વર્તે છે. તંત્રના બીજા…

વધુ વાંચો >

પ્લાસ્ટિક

પ્લાસ્ટિક : ઉષ્મા અથવા દબાણ વડે જેમને ઢાળી કે ઘાટ આપી શકાય તેવા પદાર્થો. મોટાભાગના આવા પદાર્થો સંશ્લેષિત બહુલકી (polymeric) રેઝિનો છે. જોકે કેટલાક કુદરતી પદાર્થો પર પણ તે આધારિત હોય છે; દા.ત., સેલ્યુલોઝ વ્યુત્પન્નો (derivatives), લાખ વગેરે. તેમના બે મુખ્ય વર્ગ છે : (i) ઉષ્મા-સુનમ્ય (thermoplastic) પદાર્થો, અને (ii)…

વધુ વાંચો >

પ્લૂટોનિયમ

પ્લૂટોનિયમ : આવર્તકોષ્ટકના IIIb સમૂહની ઍક્ટિનાઇડ શ્રેણીનું વિકિરણધર્મી અનુયુરેનિયમ (transuranium) તત્વ. સંજ્ઞા : Pu; પરમાણુક્રમાંક : 94; પરમાણુભાર : 239.11. 1940માં અમેરિકન વૈજ્ઞાનિકો ગ્લેન ટી. સીબૉર્ગ, એડવિન એમ. મેકમિલન, જૉસેફ ડબલ્યૂ. કૅનેડી અને આર્થર સી. વાલે યુરેનિયમ–238 (U–238) ઉપર ડ્યુટેરોન કણોનો મારો (bombardment) ચલાવી તેની શોધ કરી હતી. 1942માં કનિંઘમે…

વધુ વાંચો >

પ્લૅટિનમ

પ્લૅટિનમ : આવર્તકોષ્ટકના VIIIમા સમૂહમાં આવેલ રાસાયણિક ધાતુ-તત્વ. આ સમૂહમાંની છ ધાતુઓમાં રુથેનિયમ, રોડિયમ, પેલેડિયમ તથા ઓસ્મિયમ અને ઇરિડિયમ સાથે પ્લૅટિનમનો સમાવેશ થાય છે. તે સૌથી વધુ વપરાતી ધાતુ હોવાથી આ છ ધાતુઓના સમૂહને પ્લૅટિનમ સમૂહની ધાતુઓ કહેવામાં આવે છે. પુરાણા સમયની પ્લૅટિનમની બનેલી હાથ-કારીગરીની વસ્તુઓ મળી આવી છે, પણ…

વધુ વાંચો >