Chemistry
સિલિકા જેલ (Silica gel)
સિલિકા જેલ (Silica gel) : સિલિકા(SiO2)નું અસ્ફટિકીય (amorphous) સ્વરૂપ અને જાણીતો શુષ્ક્ધાકારક. સોડિયમ સિલિકેટ(Na2SiO3)ના દ્રાવણમાં ઍસિડ ઉમેરવાથી મેટાસિલિસિક ઍસિડ (H2SiO3) ઉત્પન્ન થાય છે જે સરેશના દ્રાવણ જેવા કલિલીય (colloidal) સ્વરૂપમાં હોય છે. Na2SiO3 + 2HCl H2SiO3 + 2NaCl તેને પારશ્લેષણ (dialysis) દ્વારા શુદ્ધ કરવામાં આવે છે. આલ્કૉક્સાઇડ[દા.ત., Si(OEt)4]ના જળવિભાજનથી પણ…
વધુ વાંચો >સિલિકાયુક્ત નિક્ષેપો
સિલિકાયુક્ત નિક્ષેપો : સિલિકાનું બંધારણ ધરાવતા નિક્ષેપો. આ પ્રકારના નિક્ષેપો સ્પષ્ટપણે અલગ પડતી બે પ્રકારની દ્રાવણની ક્રિયા દ્વારા અસ્તિત્વમાં આવે છે : 1. રાસાયણિક પ્રક્રિયા અને 2. કાર્બનિક પ્રક્રિયા. 1. રાસાયણિક ઉત્પત્તિ ધરાવતા સિલિકાયુક્ત નિક્ષેપો : ક્વાર્ટઝ (SiO2) તદ્દન અદ્રાવ્ય છે; પરંતુ સિલિકાનાં કેટલાંક સ્વરૂપો કુદરતમાં મળતાં અલ્કલીય જળમાં ઠીક…
વધુ વાંચો >સિલિકોન (Silicone)
સિલિકોન (Silicone) : એકાંતરે ઑક્સિજન તથા સિલિકન પરમાણુઓ ધરાવતાં શૃંખલાયુક્ત બહુલકો પૈકીનો ગમે તે એક. અહીં સિલિકન (Si) પરમાણુઓ સાથે કાર્બનિક સમૂહો જોડાયેલાં હોય છે. રાસાયણિક દૃષ્ટિએ તેઓ પૉલિઑર્ગેનોસિલોક્ઝેન (polyorganosiloxan) અથવા પૉલિકાર્બસિલોક્ઝેન સંયોજનો છે. દા.ત., પૉલિડાઇમિથાઇલ સિલોક્ઝેન. ઇંગ્લૅન્ડમાં 1900ની સાલમાં કિપિંગે આ સંયોજનોની શોધ કરી હતી. અકાર્બનિક આણ્વીય સંરચના પર…
વધુ વાંચો >સિલિકોન કાર્બાઇડ
સિલિકોન કાર્બાઇડ : ઘર્ષણ (ગ્રાઇન્ડિંગ) ક્રિયા માટે વપરાતા અપઘર્ષકોમાંનું એક અપઘર્ષક (abrasive). અપઘર્ષકો બે પ્રકારનાં છે : કુદરતી અને કૃત્રિમ. રેત-પથ્થરો, એમરી અને કોરન્ડમ – એ કુદરતી અપઘર્ષકો છે, જ્યારે કૃત્રિમ અપઘર્ષકોમાં ઍલ્યુમિનિયમ ઑક્સાઇડ (Al2O3) અને સિલિકોન કાર્બાઇડ (Sic) મુખ્ય છે. રેત-પથ્થરોમાં મુખ્ય ઘટક સિલિકોન ઑક્સાઇડ છે, જ્યારે એમરી અને…
વધુ વાંચો >સિલીનિયમ (Selenium)
સિલીનિયમ (Selenium) : આવર્તક કોષ્ટકના 16મા (અગાઉના VI B) સમૂહનું રાસાયણિક તત્ત્વ. સંજ્ઞા Se. સ્વીડિશ વૈજ્ઞાનિક જે. જે. બર્ઝેલિયસ અને તેમના સાથી જે. જી. ગાહને જોયું કે સલ્ફ્યુરિક ઍસિડના ઉત્પાદન માટેની લેડ ચેમ્બર પ્રવિધિમાં ચેમ્બરના તળિયે રહી જતો અવસાદ (sediment) અણગમતી (offensive) વાસ આપે છે. ગંધકના દહન દરમિયાન મળતા આ…
વધુ વાંચો >સિલેન-સંયોજનો (Silanes)
સિલેન–સંયોજનો (Silanes) : સિલિકન તત્ત્વનાં હાઇડ્રાઇડ સંયોજનો. સિલિકન મર્યાદિત સંખ્યામાં સંતૃપ્ત હાઇડ્રાઇડો (SinH2n + 2) બનાવે છે, જે ‘સિલેન’ તરીકે જાણીતાં છે. આ સંયોજનો સરળ શૃંખલાવાળાં, શાખાન્વિત (n = 8 સુધી) હોવા ઉપરાંત ચક્રીય સંયોજનો (SinH2n) (n = 5, 6) તરીકે પણ હોય છે. 1857માં વોહલર તથા બફ (Buff) દ્વારા…
વધુ વાંચો >સિલ્વર (રસાયણશાસ્ત્ર)
સિલ્વર (રસાયણશાસ્ત્ર) : આવર્તક કોષ્ટકના 11મા (અગાઉના Ib) સમૂહનું રાસાયણિક તત્ત્વ, કીમતી ધાતુઓ પૈકીની એક. સંજ્ઞા Ag. લૅટિન શબ્દ argentum (ચળકતું અથવા સફેદ) પરથી આ સંજ્ઞા લેવાઈ છે. અગાઉ તેમના ઉપયોગને કારણે ‘ચલણી ધાતુઓ (coinage metals)’ તરીકે ઓળખાતી ત્રણેય ધાતુઓ – કૉપર (તાંબુ), સિલ્વર અને ગોલ્ડ (સોનું) તત્ત્વીય અથવા પ્રાકૃતિક…
વધુ વાંચો >સિલ્વર નાઇટ્રેટ
સિલ્વર નાઇટ્રેટ : સિલ્વરનું સૌથી વધુ અગત્યનું સંયોજન અને રાસાયણિક પ્રક્રિયક. રાસાયણિક સૂત્ર : AgNO3. સિલ્વરને મંદ નાઇટ્રિક ઍસિડ(HNO3)માં ઓગાળી દ્રાવણને સંકેન્દ્રિત કરતાં સિલ્વર નાઇટ્રેટના સ્ફટિક મળે છે. 3Ag + 4HNO3 → 3AgNO3 + NO↑+ 2H2O જો સિલ્વરમાં તાંબા(કૉપર)ની અશુદ્ધિ હોય તો અવશેષને આછા રક્તતપ્ત (dull red-heat) તાપમાન સુધી ગરમ…
વધુ વાંચો >સિંજ રિચાર્ડ લૉરેન્સ મિલિંગ્ટન
સિંજ, રિચાર્ડ લૉરેન્સ મિલિંગ્ટન (જ. 28 ઑક્ટોબર 1914, લિવરપૂલ, ઇંગ્લૅન્ડ; અ. 18 ઑગસ્ટ 1994, નૉર્વિક, નૉર્ફોક) : બ્રિટિશ જૈવરસાયણવિદ અને 1952ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના માર્ટિનના સહવિજેતા. સિંજ 1928માં વિન્ચેસ્ટર કૉલેજ, કેમ્બ્રિજમાં જોડાયા અને ત્રણ વર્ષ સુધી પ્રશિષ્ટ સાહિત્યનો અભ્યાસ કર્યા બાદ પ્રાકૃતિક વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. 1933માં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીની…
વધુ વાંચો >સિંદૂર
સિંદૂર : સીસા(લેડ)નો ચળકતા લાલ રંગનો પાઉડરરૂપ ઑક્સાઇડ. તે રેડ લેડ, લેડ ટેટ્રૉક્સાઇડ, મિનિયમ (minium) તેમજ ડાઇલેડ (II) લેડ (IV) ઑક્સાઇડ તરીકે પણ ઓળખાય છે. લિથાર્જ (litharge)[લેડ (II) ઑક્સાઇડ(PbO)]ને પરાવર્તની (reverberatory) ભઠ્ઠીમાં હવાના પ્રવાહમાં 450°થી 500° સે. તાપમાને ગરમ કરીને તે બનાવવામાં આવે છે. તેનો એક અસામાન્ય ગુણ એ છે…
વધુ વાંચો >