Botany
મોગરી
મોગરી : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના બ્રેસિકેસી (ક્રુસિફેરી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Raphanus caudatus Linn. syn. R. sativus var. caudatus (Linn.) Vilmorin; R. sativus var. mougri Helm; R. raphanistrum sub sp. caudatus (Linn.) Thell (હિં. સુંગ્રા, મુંગ્રા, સીંગ્રી; ગુ. મોગરી; અં. રૅટ ટેઇલ રેડિશ) છે. તે જાંબલી નીલાભ (glaucous)…
વધુ વાંચો >મોગરો (મદનબાણ)
મોગરો (મદનબાણ) : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીદા) વર્ગના ઓલિયેસી (પારિજાતક) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum sambac (Linn) Ait. (સં. મુદગર, મલ્લિકા, ભૂપદી, વાર્ષિકી, કુન્દમ્, માધ્યં, સપ્તલા, અસ્ફીતા, શીતભીરુ; હિં. મોતીઆ, બનમલ્લિકા, ચંબા, મોઘરા; બં. મોતીઆ, મોગરા; મ. મોગરા, બટ-મોગરી; ગુ. મોગરો, બટ-મોગરો; તે. બૉડ્ડુમલ્લે, ગુંડુમલ્લે; તા. ગુંડુમલ્લી ઈરૂવાડી; ક. ઇંદ્રવતીંગે,…
વધુ વાંચો >મોથ
મોથ : એકદળી વર્ગમાં આવેલા સાયપરેસી (મુસ્તાદિ) કુળમાં આવેલી એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cyperus rotundus Linn. (સં. જલતૃણ, નાગરમુસ્તા, મુસ્તા; ભદ્રમુસ્તા, કુરુબિલ્વ, હિં. મોથ, મુથ, નાગરમોથ; બં. મુથ, મુથ, નાગરમુથી, મ. મોથ, લહવાળા; ગુ. મોથ, ચીઢો, ચિયો, ગુંદરડો, નાગરમોથ, તા. કોરે કિલંગુ, તુંગગડાઈ; તે. તુંગમુસ્તે, નાગરમુસ્તા; મલ. કરિમુતાના; ક.…
વધુ વાંચો >મૉનો ઝાક
મૉનો ઝાક (લ્યુસિયન) (જ. 9 ફેબ્રુઆરી 1910, પૅરિસ; અ. 31 મે 1976) : ફ્રેંચ જૈવરસાયણશાસ્ત્રી. તેમણે પ્રયોગશાળા મદદનીશ તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો અને ક્રમે ક્રમે તે જ પૅશ્ચર સંસ્થા, પૅરિસના અધ્યક્ષ બન્યા. બીજા વિશ્વયુદ્ધમાં બધું કાર્ય મૂકી ‘ફ્રેંચ રેઝિસ્ટન્સ મૂવમેન્ટ’માં 1945થી 1953 સુધી જોડાયા. તેમણે પોતાના વિદ્યાર્થીઓ આન્દ્ર વુલ્ફ અને…
વધુ વાંચો >મૉન્સ્ટેરા
મૉન્સ્ટેરા : જુઓ શૂર્પણખા.
વધુ વાંચો >મોરપંખ
મોરપંખ : અનાવૃતબીજધારી વિભાગમાં આવેલા ક્યુપ્રેસેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Thuja orientalis Linn. syn. Biota orientalis Endl. (હિં. મયૂરપંખ, મોરપંખી; ગુ. મયૂરપંખ; અં. ઑરિયેન્ટલ આર્બર-વાઇટી) છે. વિતરણ : તે ઉત્તર અને ઉત્તર-પૂર્વ ચીન, કોરિયા અને જાપાનની મૂલનિવાસી છે. તે તાઇવાન અને મધ્યએશિયામાં વિતરણ પામેલી છે. 18મી સદીના પૂર્વાર્ધથી…
વધુ વાંચો >મોરવેલ
મોરવેલ : દ્વિદળી (મેગ્નોલિયૉપ્સીડા) વર્ગમાં આવેલા રેનન્ક્યુલેસી (વત્સનાભ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Clematis triloba Heyne ex. Roth (સં. મૂર્વા, લઘુપર્ણિકા, ત્રિપર્ણી, મધુરસા; હિં. ચૂરણાહાર, મૂવા, મરીરફલી; મ. રંજની, મોરવેલ, મહુરશી; બં. મૂર્વા, મુર્ગા, મુરહર; ગુ. મોરવેલ, ત્રેખડિયો વેલો, ક. સૌગવલ્લી; તે. સાંગા, ચાગચેટ્ટ; તા. મરૂલ; અં. બોસ્ટ્રિંગ હેંપ)…
વધુ વાંચો >મોરશિખા [મખમલી (સીલોશિયા)]
મોરશિખા [મખમલી (સીલોશિયા)] : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલ ઍમરેન્થેસી (અપામાર્ગાદિ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Celosia cristata Linn. syn. C. argentea var. cristata (Linn.) Kuntze. (સં. મયૂરશિખા, બર્હિચૂડા; હિં. મોરશિખા, લાલમુર્ગા; મ. મણયારશિખા, મોરશેંડા, મયૂરશિખા; અં. ગાર્ડન કૉક્સકૉમ્બ) છે. વિતરણ : તે સામાન્યત: આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને એશિયાના કેટલાક…
વધુ વાંચો >મોરૈયો
મોરૈયો : વનસ્પતિઓના એકદળી (લીલીયોપ્સીડા) વર્ગમાં આવેલા પોએસી (ગ્રેમિનીતૃણાદિ) કુળનું એક તૃણ. તેનું વૈજ્ઞાનિક નામ Panicum miliaceum Linn. (સં. વરક, પ્રિયંગુ; હિં. ચેના, ચીન, બરી; બં. ચીના; મ. વરો, વરી, ધાનોર્યા; ગુ. વરી, મોરૈયૌ, ચીની; તા. પાનીવારાગુ, કડુકાન્ની, ટિને; તે. વારગાલુ, વરીગા, કોર્રલુ; મલા. ટિના; ક. બારાગુ, પ્રિયંગુ; અં. કૉમન…
વધુ વાંચો >મૉર્નિંગ ગ્લૉરી
મૉર્નિંગ ગ્લૉરી : જુઓ નારવેલ.
વધુ વાંચો >