Botany

પન્નગચંપો

પન્નગચંપો : વનસ્પતિઓના એકદળી (લિલિયોપ્સીડા) વર્ગમાં આવેલા ઝિંજીબરેસી (આર્દ્રકાદિ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Alpinia zerumbet. (Pers.) Burtt & R. M. Smith syn. A. speciosa (Wendl.) K. Schum. A. natans Rosc. (ગુ., બં. પન્નગચંપા; ત. સીતારુથાઈ; પશ્ચિમ ભારત ચંપા, નાગદમણી; દિલ્હી-ઇલાયચી) છે. વિતરણ : પન્નગચંપો ચીન, જાપાન, ઇન્ડો-ચાઇના, કંબોડિયા,…

વધુ વાંચો >

પપનસ

પપનસ : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના રુટેસી (નારંગ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrus grandis (Linn) Osbeck. syn. C. decumana Linn; C. maxima (Burm f.) Merrill (સં. મધુકર્કટી, શતવેધી, કરુણ, મલ્લિકા પુષ્પ; હિં. બતાવી નીંબૂ, મહાનીંબૂ, કન્નાનીંબૂ, ચકોતરા,  સદાફલ; બં. વાતવિ લેબુ, મિષ્ટ લેબુ, જમ્બુરા લેબુ, ચકોતરા, મહાનીબુ, મ. પનીસ, પપનસ,…

વધુ વાંચો >

પપૈયું

પપૈયું : દ્વિદળી વર્ગના કેરિકેસી (એરંડકર્કટી) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Carica indica L. (સં. વાતકુંભફલ, મધુકર્કટી, એરંડકર્કટી, એરંડચિર્ભટ; હિં. પપાયા, પપીતા, એરંડકકડી, એરંડખરબૂજા; બં. પપેયા, પેપે, પપીતા વાતાલેબુ; મ. પપઇ, પપાયા; ગુ. પપૈયું, પોપૈયો, એરંડકાકડી, પપમ; પં. પપીતા, એરંડખરબૂઝા, તમ. પપ્યાય, બપ્પાગાઈ, પપ્પલિ; મલા. ઓમાકાઇ, કર્માસુ; તે. બોપ્પયિ; ક.…

વધુ વાંચો >

પરરોહી વનસ્પતિ

પરરોહી વનસ્પતિ : જમીનમાં મૂળ ન ધરાવતી અને જમીનથી ઊંચે અન્ય વનસ્પતિ કે જીવાધાર (substratum) પર થતી વનસ્પતિ. તે યજમાન (host) વનસ્પતિની શાખાઓ ઉપર, શાખાઓની ખાંચોમાં કે વૃક્ષની છાલ પર માત્ર ભૌતિક આધાર લઈને રહે છે. કેટલીક પરરોહી વનસ્પતિઓ ખડકો અને ટેલિગ્રાફના વાયર પર પણ થાય છે. તે હવામાંથી કે…

વધુ વાંચો >

પરસ્પરતા

પરસ્પરતા : સજીવોની વિવિધ જાતિઓ વચ્ચે થતી એક પ્રકારની ધનાત્મક આંતરપ્રક્રિયા. તે બે ભિન્ન જાતિઓનું એકબીજા પર પૂર્ણપણે અવલંબિત પરસ્પર લાભદાયી (સહકારાત્મક) સહજીવન છે અને ઉષ્ણ પ્રદેશોમાં અન્ય પ્રદેશો કરતાં વધારે સામાન્ય હોય છે. આ સહવાસ (association) ગાઢ, ઘણુંખરું સ્થાયી, અવિકલ્પી (obligatory) અને બંનેના અસ્તિત્વ માટે અનિવાર્ય હોય છે. પરસ્પરતા…

વધુ વાંચો >

પરાગનયન (Pollination)

પરાગનયન (Pollination) પુષ્પમાં આવેલા પુંકેસરના પરાગાશયમાં ઉદ્ભવતી પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાસન પર થતું સ્થાનાંતરણ. આવૃતબીજધારી વનસ્પતિઓમાં પ્રજનન-અંગ તરીકે પુષ્પનો વિકાસ થાય છે. આ પુષ્પમાં નર-પ્રજનન-અંગ તરીકે પુંકેસર અને માદા-પ્રજનન-અંગ તરીકે સ્ત્રીકેસર ઉત્પન્ન થાય છે. પ્રત્યેક પુંકેસર-તંતુ (filament), પરાગાશય (anther) અને યોજી(connective  પુંકેસર-તંતુ અને પરાગાશયને જોડતી પેશી)નું બનેલું હોય છે. જ્યારે સ્ત્રીકેસર…

વધુ વાંચો >

પરાગરજ

પરાગરજ : આવૃતબીજધારી અને અનાવૃતબીજધારી વનસ્પતિઓના પુષ્પમાં આવેલા પુંકેસરની પરાગધાનીમાં ઉદભવતું લઘુબીજાણુ. લઘુબીજાણુજનન (microsporogenesis) દરમિયાન લઘુબીજાણુમાતૃકોષ (microspore mother cell) કે પરાગમાતૃકોષ(pollen mother cell)નું અર્ધસૂત્રીભાજનથી વિભાજન, થતાં તે પરાગચતુષ્ક (pollen tetrad) તરીકે ઉત્પન્ન થાય છે. તે એકગુણિત (haploid) રંગસૂત્રો ધરાવે છે અને અંકુરણ પામી નર-જન્યુજનક અવસ્થા ઉત્પન્ન કરે છે. તે ખૂબ…

વધુ વાંચો >

પરાગવિદ્યા (palynology)

પરાગવિદ્યા (palynology) : પરાગરજની બાહ્યરચના તથા તેનાં લક્ષણોના અભ્યાસ સાથે સંકળાયેલ વનસ્પતિશાસ્ત્રની શાખા. ‘પેલિનૉલૉજી’ શબ્દનો ઉપયોગ સૌપ્રથમ વાર હાઇડ અને વિલિયમ્સે (1845) કર્યો હતો. પરાગરજ બીજધારી વનસ્પતિઓમાં ઉત્પન્ન થતું લઘુબીજાણુ (microspore) છે. તેની દીવાલ દ્વિસ્તરીય હોય છે. બહારની બાજુ આવેલું સ્તર ‘બાહ્યકવચ’ (exine) તરીકે અને અંદરની બાજુ આવેલું સ્તર ‘અંત:કવચ’…

વધુ વાંચો >

પરાગાશય (microsporangia)

પરાગાશય (microsporangia) : પુંકેસરનો ટોચ ઉપરનો ભાગ. તે યોજી વડે પુંકેસર તંતુ સાથે જોડાયેલું હોય છે અને તે ચાર લઘુબીજાણુધાની (microsporangium) કે પરાગધાની (pollensac) ધરાવે છે. તે ચતુષ્કોટરીય હોય છે અને યોજી તરીકે ઓળખાતી વંધ્યપેશીનો સ્તંભ ધરાવે છે. તેની બંને બાજુએ પરાગાશયના ખંડ આવેલા હોય છે. પ્રત્યેક પરાગાશયખંડ બે લઘુબીજાણુધાની…

વધુ વાંચો >

પરિપક્વન (maturation)

પરિપક્વન (maturation) : સજીવોમાં આપમેળે સાકાર થતી વિકાસ-પ્રક્રિયા. જીવ આપમેળે વધે છે, વિકસે છે. આ માટેની અંતર્ગત શક્તિ તેનામાં પડેલી હોય છે. વનસ્પતિ હોય, પશુ-પંખી હોય, જીવ-જંતુ હોય કે માનવ-બાળ હોય; તે આપોઆપ પાંગરે છે, તેનું કદ વધે છે, શરીર સુઢ થાય છે અને સમજદારી કેળવાય છે. આ આપમેળે સાકાર…

વધુ વાંચો >