Botany
જિરેનિયેસી (Geraniaceae)
જિરેનિયેસી (Geraniaceae) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે જિરેનિયમ પ્રજાતિ (Geranium genuis) તથા અન્ય જાતિઓ – મુખ્યત્વે પેલાર્ગોનિયમ (Pelargonium) જાતિઓ ધરાવે છે. તેમાં 300થી પણ અધિક પ્રજાતિઓનો સમાવેશ થયેલ છે. મૂળ દક્ષિણ આફ્રિકામાં ઊગતી જિરેનિયમ કુળની વનસ્પતિનું ઉદ્યાનમાં સુશોભન માટે ઇંગ્લૅન્ડમાં ઈ. સ. 1690માં પ્રથમ વાર વાવેતર થયું.…
વધુ વાંચો >જીતેલી (ઘીતેલી)
જીતેલી (ઘીતેલી) : જુઓ ‘પોયણાં.’
વધુ વાંચો >જીર્ણતા (senesaence)
જીર્ણતા (senesaence) : સજીવમાં થતી એક દેહધાર્મિક ક્રિયા. સજીવ નાશવંત છે. પૂરું આયુષ્ય ભોગવનારો દેહ નષ્ટ થવા પહેલાં ર્જીણતાની પરિસ્થિતિમાંથી પસાર થાય છે. જીર્ણતામાં જૈવિક ક્રિયાઓની ક્ષમતામાં ઘટાડો થવા લાગે છે. આ સમયગાળામાં ચય ક્રિયાઓ મંદ પડે છે અને અપચય ક્રિયાઓની ગતિ ઝડપી બને છે. કોષવિભાજન મર્યાદિત થતું રહે છે;…
વધુ વાંચો >જુનીપેરેસી
જુનીપેરેસી : અનાવૃત બીજધારી વર્ગના (gymnosperm) શંકુદ્રુમ (conifer) સમૂહનું એક કુળ. આ કુળમાં 75 જેટલી પ્રજાતિઓનો સમાવેશ થાય છે. અમેરિકામાં આ કુળની પ્રજાતિઓ વધુમાં વધુ પ્રમાણમાં મળી આવે છે. વૃક્ષો અથવા ક્ષુપો, પર્ણો ચિરલગ્ની, સન્મુખ અથવા ભ્રમીરૂપ, મોટે ભાગે નાનાં અને શલ્ક જેવાં, કેટલીક વાર દ્વિરૂપી; વનસ્પતિ એકગૃહી. નર શંકુ…
વધુ વાંચો >જુવાર
જુવાર : એકદળી વર્ગના પોએસી (ગ્રેમિની) કુળની ચારા અને ધાન્ય તરીકે ઉગાડવામાં આવતી વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sorghum bicohor (Linn.) Moench (સં. યાવનાલ, હિં. જવાર, મ. જવારી, અં. ગ્રેટ મિલેટ) છે. રંગસૂત્રો : 2 એન 20. જુવારના છોડને ‘પોએસી’ કુળના અન્ય છોડની જેમ તંતુમૂળ હોય છે. છોડ જમીનથી એકલ દાંડીમાં…
વધુ વાંચો >જૅકેરેન્ડા :
જૅકેરેન્ડા : દ્વિદળી વર્ગના બિગ્નોનિયેસી વનસ્પતિકુળની એક પ્રજાતિ. તેના સહસભ્યોમાં : રગતરોહીડો, બૂચ, ખરખરિયો (કાઇજેલિયા) વગેરેનો સમાવેશ થાય છે. Jacaranda acutifolia syn mimosifolia ઝાડ આયુર્વિજ્ઞાનની ર્દષ્ટિએ અગત્યનું છે. તે સિફિલિસ જેવા જાતીય રોગને મટાડે છે. હાથા (tool handles) બનાવવામાં પણ તેને ઉપયોગમાં લેવાય છે. ઉનાળામાં પાન ખરી ગયાં હોય અને…
વધુ વાંચો >જૅક્વૅમૉન્શિયા
જૅક્વૅમૉન્શિયા : દ્વિદળી વર્ગના કૉન્વોલ્યુલેસી કુળની વનસ્પતિની એક પ્રજાતિ. લૅ. Jacquemontia violatia. તેના સહસભ્યોમાં મૉર્નિંગ ગ્લોરી, અમરવેલ, સમુદ્રવેલ વગેરેનો સમાવેશ થાય છે. ઠીક ઠીક ઝડપથી વધનારી J. violata નામે ઓળખાતી આ વેલને લગભગ બધે ઠેકાણે સહેલાઈથી ઉછેરી શકાય છે. આ વેલ બારેમાસ લીલીછમ રહે છે અને ફૂલ પણ બારેમાસ આવે…
વધુ વાંચો >જેઠીમધ
જેઠીમધ : દ્વિદળી વર્ગમાં આવેલા લેગ્યુમિનોઝી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Glucyrrhiza glabra Linn. (સં. યષ્ટિમધુ, હિં. મુલેઠી, અં. લિકોરિસ રૂટ) છે. દવા વગેરેમાં વપરાતાં જેઠીમધનાં મૂળ કે જેઠીમધનું લાકડું છોડનાં ભૂસ્તારી મૂળ અને ભૂમિગત પ્રકાંડ છે. જેઠીમધનું વાવેતર યુરોપમાં સ્પેન, ઇટાલી, ઇંગ્લૅન્ડ, ફ્રાંસ અને જર્મનીમાં તથા યુ.એસ.માં થાય…
વધુ વાંચો >જેન્શિયન (જેન્શિયન મૂળ)
જેન્શિયન (જેન્શિયન મૂળ) : મધ્ય અને દક્ષિણ યુરોપ તથા તુર્કીમાં ઊગતા Gentiana lutea Linn (કુળ: Gentianaceae)નાં સૂકવેલાં મૂળ અને પ્રકંદ. તે 10થી 20 સેમી. લાંબા અને મૂળ હોય તો 2.5 સેમી. સુધીના અને પ્રકંદ હોય તો 6 સેમી. સુધીના વ્યાસના નળાકાર ટુકડા તરીકે મળે છે. મૂળની સપાટી ઉપર ઊભી કરચલીઓ…
વધુ વાંચો >જેન્શિયાનેસી
જેન્શિયાનેસી : સપુષ્પ વનસ્પતિના દ્વિબીજપત્રી (dicotyledon) સમૂહનું એક કુળ. આ કુળની વનસ્પતિ મોટે ભાગે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ, ગાંઠામૂળી ધરાવતી, છોડ સ્વરૂપની અને ભાગ્યે જ ક્ષુપ સ્વરૂપની હોય છે. પર્ણ સાદાં, સન્મુખી, ચતુષ્ક, ભાગ્યે જ એકાંતરિક, અન્-ઉપપર્ણીય; પુષ્પવિન્યાસ પરિમિત પ્રકારનો, ક્યારેક દ્વિશાખીય; પુષ્પ નિયમિત, દ્વિલિંગી, અધોજાયી, ચતુ: કે પંચઅવયવી, નિપત્રયુક્ત; વજ્રપત્રો…
વધુ વાંચો >