Botany
ગ્વાએકમ (અં. Lignum vitae, ગુ. દિવ્યા)
ગ્વાએકમ (અં. Lignum vitae, ગુ. દિવ્યા) : દ્વિદળીના યુક્તદલાના કુળ Zygophyllaceae-નું 8–10 મીટર ઊંચું ભરાવદાર છત્રી આકારનું વૃક્ષ. તે કુળના સહસભ્યોમાં કચ્છ અને ખારાઘોડામાં મળતો ધમાસો Fagonia, બરડા ડુંગર ઉપરથી જયકૃષ્ણ ઇન્દ્રજીએ મેળવેલો પેગિયો તે Peganum, ફક્ત કચ્છમાંથી ફા. બ્લેટરે નોંધેલો Seetzenia, જવલ્લે જ ભૂજિયા ડુંગર ઉપર મળતો પટલાણી તે…
વધુ વાંચો >ઘઉં
ઘઉં : માનવજાત માટે ડાંગર પછી ખોરાક તરીકે વપરાશમાં આવતો ખૂબ જ અગત્યનો ધાન્ય પાક. તે પોએસી (Poeceae) કુળમાંથી ઊતરી આવેલ છે. ટ્રિટિકમ પ્રજાતિ(Genus triticum)નો આ પાક વિવિધ જાતિઓ (species), જેવી કે ઍસ્ટિવમ, ડ્યૂરમ, ડાયકોકમ, મૉનોકોકમ, સ્પેલ્ટા આદિમાં વહેંચાયેલો છે. ઘઉંના પાકના ઉદભવસ્થાન વિશે હજુ સુધી એક ચોક્કસ સ્થાન નક્કી…
વધુ વાંચો >ઘાસ
ઘાસ : એકદળીય (monocot) પોએસી કુળની વનસ્પતિ. તેની જગતભરમાં 14 જનજાતિઓ (tribes), 600 ઉપરાંત પ્રજાતિઓ (genus) અને 9,000 ઉપરાંત જાતિઓ (species) જોવા મળે છે. ઘાસ માનવીને અત્યંત ઉપયોગી છે. સમગ્ર જગતનાં તૃણભક્ષી પ્રાણીઓ માટે ચારા અને દાણાની કુલ ખપતના લગભગ 53 % જેટલો જથ્થો ઘાસમાંથી મળી રહે છે. એકંદરે જોતાં,…
વધુ વાંચો >ચણા
ચણા : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cicer arietinum Linn. (સં. હરિમંથ, ચણક; હિં. ચના, છોલા; બં. ચણક; મ. હરભરા; તા. ક. કડલે; મલ. કટાલા; ફા. નખુદ; અ. હમસ; અં. બૅંગાલ ગ્રામ, હૉર્સ ગ્રામ, ચિક પી ગ્રામ) છે. તે કઠોળ વર્ગનો પાક છે. તેનો છોડ…
વધુ વાંચો >ચણોઠી (ગુંજા)
ચણોઠી (ગુંજા) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Abrus precatorius Linn. (સં. ગુંજા; હિં. ગુંજા, ઘુઘચી, ચોટલી, ચિરમિટી; બં. કુંચ; મ. ગુંજ; ક. ગુલુગુંજે, એરડુ; તે. ગુલવિંદે; ફા. ચશ્મે ખરૂસ્; અં. ક્રેબ્સ આઇ, ઇંડિયન લિકરિસ, વીડ ટ્રી) છે. તે બહુવર્ષાયુ અરોમિલ (glabrescent) વીંટળાતી આરોહી વનસ્પતિ…
વધુ વાંચો >ચમારદુધેલી (નાગલા દુધેલી)
ચમારદુધેલી (નાગલા દુધેલી) : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ક્લેપિયેડેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pergularia daemia (Forsk.) Chiov syn. P. extensa N. E. Br.; Daemia extensa R.Br (સં. ફલકંટકા, ઇંદિવરા; મ. ઉતરણી, ઉતરંડ; હિં. ઉતરણ; ક. કુરૂટિગે, કુટિગ; તા. વેલિપારૂત્તિ; તે. ગુરુટિચેટ્ટ, જસ્તુપુ; મલા. વેલિપારૂત્તિ) છે. તે વાસ મારતી ક્ષીરરસયુક્ત વળવેલ…
વધુ વાંચો >ચમેલી (જૅસ્મિન)
ચમેલી (જૅસ્મિન) : દ્વિદળી વર્ગમાં આવેલા ઑલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum grandiflorum Linn. (સં. ચંબેલી, ચેતકી, જાતિ, માલતી; હિં. ચંબેલી; મ. જાઈ; ક. જાજિમલ્લિગે; તે. જાજી, માલતી; મલા. પિચ્યાકં, માલતી; અં. સ્પૅનિશ જૅસ્મિન, કૉમન જૅસ્મિન) છે. તે મોટી આરોહણ કરવા મથતી કે વળવેલ સ્વરૂપ ક્ષુપ વનસ્પતિ છે…
વધુ વાંચો >ચયાપચય (વનસ્પતિ)
ચયાપચય (વનસ્પતિ) વનસ્પતિકોષમાં નિરંતર થતી કુલ જૈવ-રાસાયણિક ક્રિયાઓ. સામાન્ય રીતે જે પ્રક્રિયાઓમાં સરળ રચના અને નીચા ઊર્જાસ્તરવાળા નાના અણુઓમાંથી ઊંચા ઊર્જાસ્તરવાળા પરસ્પરમાં ગૂંથાયેલા ઘટકોવાળા મોટા ઊર્જાસમૃદ્ધ અણુઓનું નિર્માણ થાય તેમને ચય (anabolism) અને જેમાં ઊર્જાસમૃદ્ધ સંયોજનોમાં રહેલ જૈવિક ઊર્જા મુક્ત થાય તેમજ કોઈ પણ ઘટકનું વિઘટન થાય તેને અપચય (catabolism)…
વધુ વાંચો >ચંદન (સુખડ)
ચંદન (સુખડ) : દ્વિદળી વર્ગના સેન્ટેલેસી કુળનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Santalum album Linn. (સં. હિં. મ. ચંદન; ક. શ્રીગંધમારા; તે. ચંદનમુ; તા. મલા. ચંદનમારં; ફા. સંદલ; અ. સંદલે, અબાયદ; અં. સેંડલવૂડ) છે. તે નાનાથી માંડી મધ્યમ કદનું (8–10 મી. ઊંચું) અર્ધ-પરોપજીવી (semi-parasite), સદાહરિત (evergreen) અને પાતળી શાખાઓ ધરાવતું વૃક્ષ…
વધુ વાંચો >ચારોળી
ચારોળી : દ્વિદળી વર્ગમાં આવેલા એનાકાર્ડિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Buchanania Lanzan spreng. syn. B. latifolia Roxb. (સં. ચાર, રાજાદન, અજકર્ણ; બં. પિયાલ, આસના, પિયાશાલ; હિં. ચિરૌંજી; મ. ચાર, ચારોળી; ક. મોરાંપ્ય, મોરવે, મોરટી, ચાર્વાલ; તા. કારપ્યારૂક્કુ-પ્યુ; મલા. મુરળ; તે. ચારુપય્યુ, ચારુમામિંડી; ફા. બુકલે ખાજા; અ. હબુસ્સમીના; અં. આલ્મંડેટ…
વધુ વાંચો >