Botany
ઑસ્ટ્રેલિયન બાવળ
ઑસ્ટ્રેલિયન બાવળ : વનસ્પતિઓના દ્વિદળી વsર્ગમાં આવેલા માઇમોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acacia auriculiformis A. Cunn. syn. A. moniliformis Griseb છે. ખીજડો, વિલાયતી આંબલી, ચંદુ ફળ, રાતો શિરીષ, લજામણી વગેરે તેના સહસભ્યો છે. તે સીધું, મધ્યમકદનું, 16 મી. જેટલી ઊંચાઈ ધરાવતું વૃક્ષ છે. તેની ઉપશાખાઓ ખૂણાવાળી હોય છે.…
વધુ વાંચો >કચનાર
કચનાર : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ સિઝાલ્પિની- ઓઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Bauhinia variegata Linn. [સં. કાંચનાર (કોવિદા); હિં. કચનાર; મ., બં. કાંચન; ત. શેમાંદરે, શિવષ્પુ માંદિરે; મલ. કોવિદાર; ક. કોચાલે, કચનાર; તે. દેવકાંચન; અં. માઉન્ટેન એબ્નોય, ઑર્કિડ ટ્રી] છે. તેના સહસભ્યોમાં કચુકિયા, ગલતોરો, રામબાવળ, ગરમાળો, આવળ,…
વધુ વાંચો >કડવાં તૂરિયાં
કડવાં તૂરિયાં : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની પ્રમાણમાં મોટી, વેલારૂપ વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Luffa acutangula var. amara (Roxb.) C. B. Clarke (સં. કટુકોશાતકી, તિક્ત કોશાતકી; હિં. કડવી તોરી; મ. રાન તુરઈ; બં. તિતો-તોરાઈ) છે. તે પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતમાં થાય છે અને તેને કૃષ્ટ (cultivated) જાતિનું વન્ય…
વધુ વાંચો >કડવી કાકડી
કડવી કાકડી : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વેલારૂપ વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo var. utilissimus Duthie & Fuller (સં. તિક્ત કર્કટિકા, હિં. તર-કકડી, અં. સ્નેક કુકુમ્બર) છે. તેનાં ફળ ઘણાં લાંબાં, અંડાકાર કે નળાકાર અને પાકે ત્યારે ચળકતા નારંગી રંગનાં હોય છે. આયુર્વેદ અનુસાર તે મૂત્રલ અને…
વધુ વાંચો >કડવી ગલકી
કડવી ગલકી : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Luffa aegyptica var. amara Mill syn. L. cylindrica L. (સં. તિક્ત, કોશાંતકી; મ. કડુદોડકી, ગીલકી; હિં. કડવી તોરઈ, ઝીમની તોરઈ; બં. ઝિંગા, તિન્પલાતા; ક. કાહિરે રૈવહિરી, નાગાડાળીથળી; તે. ચેટીબિરા, ચેટબિર્કાયા; ત. પોપ્પીરકમ્; અં. બિટરલ્યુફા) છે. તે વેલા…
વધુ વાંચો >કડવી દૂધી (તુંબડી)
કડવી દૂધી (તુંબડી) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lagenaria siceraria (Mol.) Standl. syn. L. leucantha Rusby; L. vulgaris Ser. (સં. કટુતુંબી, દુગ્ધિમા; મ. કડુ ભોંપાળાં; હિં. કડવી તોબી, તિતલોકી; બં. તિતલાઉ, કહીસોરે; ત. કરાઈ, તે. અલાબુક સરકાયા; અં. બિટર બૉટલ ગુર્ડ) છે. તે ભારતનાં…
વધુ વાંચો >કડવી પટોળ (પરવળ)
કડવી પટોળ (પરવળ) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Trichosanthes cucumerina Linn. (સં. કટુ પટોલ, અમૃતફલ, કષ્ટભંજન; હિં. વન્ય પટોલ; બં. બન પટોલ; ગુ. કડવી પટોળ (પરવળ); તે. ચેટીપોટ્લા; મલ. પેપાટોલમ.) છે. તે સમગ્ર ભારતમાં થાય છે. તે એક લાંબી, દ્વિગૃહી (dioecious), એકવર્ષાયુ અને સૂત્રારોહી (tendril…
વધુ વાંચો >કડાછાલ (ધોવડા – કુડા – કરી)
કડાછાલ (ધોવડા, કુડા, કરી) : Apocynaceae કુળની વનસ્પતિ. (હિં. कुरची, करा, कुरा; અં. Holarrhena antidysenterica.) કુડાનાં વૃક્ષ ઉષ્ણહિમાલયમાં આશરે 1,200 મીટર ઊંચાઈએ તથા ભારતનાં વનમાં લગભગ બધે જ, ઊંચાઈ ઉપર મળે છે. થાઇલૅન્ડ, વિયેટનામ, મલેશિયા તથા પૂર્વ ઈરાનમાં પણ મળે છે. કડાછાલ જુદાં જુદાં માપ અને સ્થૂલતાવાળા નાના પ્રતિવક્ર કકડા…
વધુ વાંચો >કડુ
કડુ : દ્વિદળી વર્ગમાં આવેલા સ્ક્રોફ્યુલારિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Picrorhiza kurroa Royle ex Benth. (સં. કટુક; હિં., બં. કુરુ, કુટ્કી; મ. કુટ્કી, ક. કેદાર, કુટુકી; તે., ત., મલ., કટુકરોહિણી) છે. તેના સહસભ્યોમાં ભીંતચટ્ટી, શ્વાનમુખ, જંગલી તમાકુ, તુરતી, તોરણિયા વગેરેનો સમાવેશ થાય છે. તે લગભગ 60 સેમી. ઊંચી,…
વધુ વાંચો >કણેર (કરેણ)
કણેર (કરેણ) : દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Nerium indicum Mill. syn. N. odoroum Soland. (સં. કરવીર મ. કણ્હેર; હિં. કનેર; બં. કરવી; ક. કણિગિલ, કણાગિલે; તે. કાનેરચેટ્ટુ, ગન્નરુ; તા. અલારિ, કરવીર; મલ. ક્વાવિરં; અં. ઇંડિયન ઓલીએન્ડર, સ્વીટ સેંટેડ ઓલીએન્ડર) છે. તે એક સદાહરિત ક્ષીરરસ…
વધુ વાંચો >