કડવી કાકડી : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વેલારૂપ વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo var. utilissimus Duthie & Fuller (સં. તિક્ત કર્કટિકા, હિં. તર-કકડી, અં. સ્નેક કુકુમ્બર) છે. તેનાં ફળ ઘણાં લાંબાં, અંડાકાર કે નળાકાર અને પાકે ત્યારે ચળકતા નારંગી રંગનાં હોય છે. આયુર્વેદ અનુસાર તે મૂત્રલ અને વામક છે.

શોભન વસાણી