Botany
હરડે
હરડે દ્વિદળી વર્ગમાં આવેલા કૉમ્બ્રીટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Terminalia chebula Retz. (સં. હરીતકી, અભયા, પથ્યા; હિં. હરડ, હડ, હર્રે; બં. હરીતકી; મ. હિરડા; ક. અણિલેકાયી; ત. કદુક્કાઈ; તે. કરક્કાઈ; ઉ. કારેવી; અ. એહલીલજ; ફા. હલીલ; અં. ચિબુલિક માયરોબેલન) છે. સ્વરૂપ : તે 15–24 મી. ઊંચું, 1.5–2.4 મી.ના…
વધુ વાંચો >હરમો
હરમો : દ્વિદળી વર્ગમાં આવેલા પેપિલિયોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ougeinia oojeinensis (Roxb) Hochr. Syn. O. dalbergioides Benth. (સં. તિનિશ; હિં. તિનસુના, તિરિચ્છ; બં. તિલિશ; મ. તિવસ, કાળા પળસ; ક. તિનિશ; ગુ. હરમો, તણછ; તે. તેલ્લા મોટુકુ; તમ. નરિવેંગાઈ; મલ. માલાવેન્ના; ઉ. બંધોના, બંજન) છે. તે નાનાથી માંડી…
વધુ વાંચો >હરમો બાવળ
હરમો બાવળ : દ્વિદળી વર્ગમાં આવેલા માઇમોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acacia leucophloea willd. syn. A. alba willd. (સં. અરિમેદ, શ્વેત બુરબુર; બં. સફેદ બબુલ; હિં. સફેદ કીકર, સફેદ બબુલ; મ. હીવર, નીમ્બરી, પાન્ઢરી બબુલ; ગુ. હરમો બાવળ, પીળો બાવળ, હરી બાવળ; ક. બીલીજાલી; ત. વેલ્વાયાલમ; તે. તેલ્લા…
વધુ વાંચો >હરિત લીલ
હરિત લીલ : લીલનો એક પ્રકાર. અર્વાચીન મત પ્રમાણે હરિત લીલને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે : (1) ક્લૉરોફાઇટા (ક્લૉરોફાઇકોફાઇટા) અને (2) કારોફાઇટા (કારોફાઇકોફાઇટા). ક્લૉરોફાઇટામાં લગભગ 20,000 જેટલી અને કારોફાઇટામાં 294 જાતિઓ નોંધાઈ છે. નિવાસસ્થાન : મોટા ભાગની લીલ જલજ હોય છે, છતાં કેટલીક જાતિઓ ઉપહવાઈ (subaerial) છે. ઉપહવાઈ…
વધુ વાંચો >હર્બેરિયમ
હર્બેરિયમ : જુઓ વનસ્પતિ સંગ્રહાલય.
વધુ વાંચો >હળદર
હળદર એકદળી વર્ગમાં આવેલા ઝિન્જિબરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Curcuma longa Linn. syn. C. domestica Val (સં. હરિદ્રા; મ. હલદ; હિં. હરદી, હલ્દી; બં. હલુદ; ક. આભિનિન, અરષણુ; તે. પાસુપુ, પસુપુ; તા. મંજલ, મંચલ; મલ. મન્નસ; ફા. જરદચોબ; અ. કંકુમ, ઉરુકુસ્સુફર; અં. ટર્મરિક) છે. સ્વરૂપ : તે 60–90…
વધુ વાંચો >હળદરવો
હળદરવો : દ્વિદળી વર્ગમાં આવેલા રૂબિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Adina cordifolia (Roxb.) Hook f. ex Brandis (સં. હારિદ્રાક, હરિદ્રુ, પીતદારુ, બહુફલ, કદમ્બક; હિં. હલ્દ, હલ્દુ, કરમ; બં. કેલીકદંબ, ધૂલિકદંબ, દાકમ; મ. હેદ, હલદરવા, હેદુ; ગુ. હેદ, હળદરવો; કો. એદુ; ક. અરસિંટેગા, યેટ્ટેગા; મલ. ત. મંજકદંબ; ઉ. હોલોન્ડો; તે.…
વધુ વાંચો >હંસરાજ (તનુબીજાણુધાનીય = લેપ્ટોસ્પોરેન્જિયેટી)
હંસરાજ (તનુબીજાણુધાનીય = લેપ્ટોસ્પોરેન્જિયેટી) : ત્રિઅંગી વનસ્પતિઓના ફિલિકોફાઇટા (પ્ટેરોફાઇટા) વિભાગનો એક વર્ગ. આ વર્ગમાં 232 પ્રજાતિઓ અને લગભગ 8,680 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમને ‘હંસરાજ’ (fern) તરીકે ઓળખાવવામાં આવે છે. તે ઉષ્ણકટિબંધીય વર્ષા-જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં થતી હોવા છતાં સમશીતોષ્ણ પ્રદેશોમાં પણ જોવા મળે છે. તે ભેજવાળી, છાયાયુક્ત અને ઠંડી…
વધુ વાંચો >હાઇડ્રિલા
હાઇડ્રિલા : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા હાઇડ્રૉકૅરિટેસી કુળની એક જલજ પ્રજાતિ. તે તળાવો અને નદીઓમાં વિપુલ પ્રમાણમાં નિમગ્ન (submerged) સ્થિતિમાં મળી આવે છે. Hydrilla verticillata Pregl.(હિં. બં. ઝાંગી, કુરેલી; તે. પુનાચુ, પાચી, નચુ; પં. જાલા, મુંબઈ-સાખરી શેવાળ; ગુ. બામ)નું પ્રકાંડ પાતળું અને નાજુક હોય છે. તેની ગાંઠો પરથી અસ્થાનિક (adventitious)…
વધુ વાંચો >હાઇડ્રૉફાઇલેસી
હાઇડ્રૉફાઇલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે ઑસ્ટ્રેલિયા સિવાય બધા ખંડોમાં વ્યાપક પ્રમાણમાં વિતરણ પામેલું છે. ખાસ કરીને પશ્ચિમ-ઉત્તર અમેરિકામાં તે પુષ્કળ પ્રમાણમાં થાય છે અને દક્ષિણ તરફ મેગેલનના જલસંયોગી (strait) સુધી વિસ્તરેલું છે. આ કુળ લગભગ 20 પ્રજાતિઓ અને 265 જાતિઓ ધરાવે છે; તે પૈકી 15 પ્રજાતિઓ…
વધુ વાંચો >