Astronomy

હર્ટ્ઝસ્પ્રુંગ–રસેલ આલેખ

હર્ટ્ઝસ્પ્રુંગ–રસેલ આલેખ : તારાકીય (steller) તાપમાન અને નિરપેક્ષ માન(magnitude)નો આલેખ. બીજી રીતે વર્ણપટીય (spectral) પ્રકાર અથવા વર્ણ (રંગ) અને જ્યોતિ(luminosity)નો આલેખ. આ આલેખને હર્ટ્ઝસ્પ્રુંગ–રસેલ (HR) આકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. નિરપેક્ષ માન એ નિજી (સ્વાયત્ત) તેજસ્વિતાનું માપ છે તેને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય છે. 10 પાર્સેક (parsec) અંતરેથી…

વધુ વાંચો >

હર્ષલ જ્હૉન સર

હર્ષલ, જ્હૉન સર (જ. 1792; અ. 1871) : અંગ્રેજ વિજ્ઞાની, ખ્યાતનામ ખગોળવિદ અને તત્વવેત્તા. હજારો સમીપ દ્વિ-તારકો (binary stars), તારકવૃંદો અને નિહારિકાઓની શોધ કરી. અવકાશીય સંશોધનો અને અભ્યાસના સંદર્ભમાં તેમણે ફોટોગ્રાફી, પૉઝિટિવ અને નેગેટિવ જેવા શબ્દો શોધીને પ્રચલિત કર્યા. જ્હૉન સર હર્ષલ સિલ્વર હેલાઇડના નિગ્રાહક (fixer) તરીકે સોડિયમ થાયોસલ્ફાઇડની શોધ…

વધુ વાંચો >

હર્ષલ વિલિયમ (સર)

હર્ષલ, વિલિયમ (સર) (જ. 1738, હેનોવર, જર્મની; અ. 1822) : બ્રિટિશ ખગોળવિદ. જન્મે જર્મન. 1751માં યુરેનસ ગ્રહ શોધી કાઢવા બદલ તેમને સારી એવી ખ્યાતિ મળી. ઉપરાંત તેમણે નિહારિકાઓની સમજમાં મોટો ફાળો આપ્યો હતો. તેમના સમયમાં નિહારિકાઓ અને તારાવિશ્વો(galaxies)ની સંખ્યાની જાણકારીમાં ઘણો વધારો થયો. તેઓ દૂરબીનના નિર્માતા પણ ગણાય છે. કેટલાંક…

વધુ વાંચો >

હંસપાશ (Cygnus Loop)

હંસપાશ (Cygnus Loop) : હંસમંડળ(Cygnus)માં આવેલી વાયુના ગોટાના ગોળ કવચ જેવી નિહારમયતા (nebulosity) ધરાવતી અથવા પાશ એટલે કે દોરડાના ગોળ ફાંસા (loop) જેવો આકાર ધરાવતી તંતુમય વિરાટ નિહારિકા. આ નિહારિકા ઉત્સર્જિત પ્રકારની (emission nebula) છે. હંસની નિહારિકાનો વ્યાપ અંદાજે 80 પ્રકાશવર્ષ જેટલો છે અને તે આપણાથી આશરે 2,500 પ્રકાશવર્ષ દૂર…

વધુ વાંચો >

હાઈ એનર્જી ઍસ્ટ્રૉફિઝિકલ ઑબ્ઝર્વેટરી (HEAO) ઉપગ્રહ શ્રેણી

હાઈ એનર્જી ઍસ્ટ્રૉફિઝિકલ ઑબ્ઝર્વેટરી (HEAO) ઉપગ્રહ શ્રેણી : અધિક શક્તિ ધરાવતાં ક્ષ-કિરણો અને કૉસ્મિક કિરણોનો ખગોળ-ભૌતિકીય અભ્યાસ કરવા માટે તૈયાર કરવામાં આવેલા અમેરિકાના ઉપગ્રહોની શ્રેણી. તેને High Energy Astrophysical Observatory અથવા ટૂંકમાં HEAO નામ આપવામાં આવ્યું હતું. આ શ્રેણીમાં કુલ ત્રણ ઉપગ્રહો હતા, જેની વિગતો નીચે પ્રમાણે છે : HEAO-1…

વધુ વાંચો >

હાઇડ્રોજન અને ડ્યુટેરિયમ (હાઇડ્રોજન–1 અને 2)

હાઇડ્રોજન અને ડ્યુટેરિયમ (હાઇડ્રોજન–1 અને 2) : આવર્તક (periodic) કોષ્ટકમાં પ્રથમ સ્થાન ધરાવતું હલકામાં હલકું તત્વ અને તેનો પ્રથમ સમસ્થાનિક (isotope). હાઇડ્રોજન–1 : સામાન્ય સંજોગોમાં હાઇડ્રોજન ગંધ, સ્વાદ અને રંગવિહીન વાયુ છે. તેની રાસાયણિક સંજ્ઞા (H) છે. તેની ન્યૂક્લિયસમાં ધનવિદ્યુતભાર ધરાવતો એક પ્રોટૉન હોય છે અને તેની આસપાસની કક્ષામાં ભ્રમણ…

વધુ વાંચો >

હાર્વર્ડ વર્ગીકરણ-પદ્ધતિ

હાર્વર્ડ વર્ગીકરણ-પદ્ધતિ : તારાઓને, તેમના પ્રકાશના વર્ણપટમાં જણાતી ફ્રૉનહૉફર (Fraunhofer) શોષણરેખાઓના આધારે વિવિધ વર્ગોમાં વહેંચવાની પદ્ધતિ. આ વર્ગીકરણ-પદ્ધતિનો વિકાસ હાર્વર્ડ યુનિવર્સિટીની વેધશાળા ખાતે, પિકરિંગ (Pickering) નામના ભૌતિકવિજ્ઞાની, જેઓ 1877માં વેધશાળાના નિયામક હતા, તેમની રાહબરી નીચે થયો. તારાઓના વર્ણપટનો પ્રકાર મુખ્યત્વે તો તેમની સપાટીના તાપમાન પર જ આધાર રાખે છે; એટલે…

વધુ વાંચો >

હિપાર્કસ

હિપાર્કસ (જ. ઈ. પૂ. 190; અ. ઈ. પૂ. 120) : ગ્રીક ખગોળવિદ અને ગણિતશાસ્ત્રી. ખગોળવિદ્યાનો પદ્ધતિસર અભ્યાસ કરનારાઓમાં અગ્રેસર. ત્રિકોણમિતિની શોધ કરી. ચાંદ્ર-માસ અને સૌરવર્ષનો સમયગાળો ગણતરીથી નક્કી કર્યો. વિષુવ (equinoxes) પુરસ્સીણ(precession)ની શોધ કરનાર સંભવત: તે પ્રથમ હતા. 850 સ્થિર તારાઓનું કૅટલૉગ તૈયાર કર્યું. તારાઓના માનાંક (magni-tudes) નિર્દેશિત કર્યા. ચંદ્રનું…

વધુ વાંચો >

હેન્નેસી ઑબ્ઝર્વેટરી અને હેગ ઑબ્ઝર્વેટરી દેહરાદૂન

હેન્નેસી ઑબ્ઝર્વેટરી અને હેગ ઑબ્ઝર્વેટરી, દેહરાદૂન : એક કાળે દેહરાદૂનમાં કાર્યરત બે વેધશાળાઓ. આમાંની એક તે હેન્નેસી વેધશાળા. આનું નામ જે. બી. એન. હેન્નેસી(J. B. N. Hennessy)ના નામ પરથી પાડવામાં આવ્યું હતું. તેઓ તત્કાલીન અંગ્રેજ રાજ્યના સર્વે ઑવ્ ઇન્ડિયાના ટ્રિગોનૉમેટ્રિકલ બ્રાન્ચના ડેપ્યુટી સર્વેયર જનરલ હતા. રૉયલ સોસાયટીના પણ તેઓ ફેલો…

વધુ વાંચો >

હેન્રી ડ્રેપરની સારણી (Henry Draper Catalogue : HD)

હેન્રી ડ્રેપરની સારણી (Henry Draper Catalogue : HD) : હાર્વર્ડ કૉલેજ ઑબ્ઝર્વેટરીમાં સંશોધન કરતી અમેરિકાની મહિલા ખગોળવિજ્ઞાની ઍની કૅનોને (Annie Jump Cannon : 1863–1941) તારાઓના વર્ણપટનું સંકલન કરીને બનાવેલું તારાપત્રક. આ નામ ખગોળફોટોગ્રાફીમાં અગ્રેસર હેન્રી ડ્રેપર (Henry Draper : 1837–1882) નામના અમેરિકાના ખગોળવિજ્ઞાની અને ઉપકરણો બનાવનારના માનમાં આપવામાં આવ્યું છે.…

વધુ વાંચો >