હર્ષલ, જ્હૉન સર (જ. 1792; અ. 1871) : અંગ્રેજ વિજ્ઞાની, ખ્યાતનામ ખગોળવિદ અને તત્વવેત્તા. હજારો સમીપ દ્વિ-તારકો (binary stars), તારકવૃંદો અને નિહારિકાઓની શોધ કરી. અવકાશીય સંશોધનો અને અભ્યાસના સંદર્ભમાં તેમણે ફોટોગ્રાફી, પૉઝિટિવ અને નેગેટિવ જેવા શબ્દો શોધીને પ્રચલિત કર્યા.

જ્હૉન સર હર્ષલ

સિલ્વર હેલાઇડના નિગ્રાહક (fixer) તરીકે સોડિયમ થાયોસલ્ફાઇડની શોધ કરી. ઉપરાંત નીલહરિત-પ્રકારની પ્રક્રિયા શોધી કાઢી. તે બહુમુખી પ્રતિભા ગણાય છે. તેની શોધોનો મુખ્ય વિષય ખગોળ હતો અને તે ક્ષેત્રે ખગોળવિજ્ઞાનને લગતાં જરૂરી ઉપકરણોની શોધ અને રચના પણ કરી હતી.

પ્ર. છ. પટેલ