Arabic literature
અહલે હદીથ
અહલે હદીથ (હદીસ) : ભારત-પાક-બાંગલાદેશ ઉપખંડના મુસ્લિમોના બે મુખ્ય સંપ્રદાયોમાંથી એક, અહલે સુન્નત વલજમાઅત, જે ‘સુન્ની’ નામથી વધુ જાણીતો છે. તેના એક પંથના અનુયાયીઓ અહલે હદીથ કહેવાય છે. તેઓ બીજા સુન્ની મુસ્લિમોથી અમુક ગૌણ બાબતોમાં મતભેદ ધરાવે છે, પણ મૂળભૂત મુખ્ય ધાર્મિક સિદ્ધાંતોમાં સુન્ની સંપ્રદાયને અનુસરે છે. અહલે હદીથ-પંથીઓ કુરાન…
વધુ વાંચો >અંતરા
અંતરા (જ. 525; અ. 615) : આરબ કવિ. નામ અંતરા. અટક અબૂ અલ્ મુગલ્લસ. તેની મા હબસી ગુલામ અને પિતા કબીલા અબસનો સરદાર શદ્દાદ હતો. અંતરા કાળા રંગનો હોવાથી કબીલાના લોકો અને તેનો પિતા તેને તુચ્છ ગણતા; પરંતુ ‘દાહિસ’ની લડાઈ(ઈ. સ. 568-608)માં તલવાર અને વીરતાનું પ્રદર્શન કરવાથી અને તેનાં શૌર્યપૂર્ણ…
વધુ વાંચો >ઇકદુલ ફરીદ
ઇકદુલ ફરીદ : મહાન અરબી સાહિત્યકાર અને લેખક. ઇબ્ન અબ્દ રબ્બિહ(ઈ. 860-940)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. તેનો અર્થ અનુપમ મોતીમાળા થાય છે. તેને આઠમી સદીના મુસ્લિમ સ્પેનના બૌદ્ધિક ઇતિહાસનું એક અતિ ઉજ્જ્વળ પ્રકરણ ગણવામાં આવ્યું છે. કુર્તબામાં (Corodova) જન્મેલો તેનો લેખક હિશામ પહેલાનો ગુલામ હતો, પણ પાછળથી તેને આઝાદ કરવામાં આવ્યો હતો.…
વધુ વાંચો >ઇકબાલ અબ્બાસ આરત્યાની
ઇકબાલ અબ્બાસ આરત્યાની (જ. 1896-97 આરત્યાની, ફ્રાંસ; અ. 10 ફેબ્રુઆરી 1956 રોમ, ફ્રાંસ) : અરબી-ફારસી ભાષાના અર્વાચીન સાહિત્યયુગના વિદ્વાન, સાહિત્યકાર. તેઓ વિવેચક, સંશોધક, સંપાદક અને અનુવાદક તરીકે પણ વિખ્યાત હતા. એમણે સર સ્ટેઇનલી લેનપૂલના મહાગ્રંથ ‘મોહમેડન ડીનેસ્ટીઝ’નો ‘તબકાતે સલાતીને ઇસ્લામ’ના નામે ફારસીમાં અનુવાદ કરેલો. ઉપરાંત, ‘તરજુમાનુલ-બલાગહ’ના સંપાદક અહમદ આતશની તુર્કી પ્રસ્તાવનાનો…
વધુ વાંચો >ઇદરીસી
ઇદરીસી (જ. 1100, ક્યુટા, સ્પેન; અ. 1161, સિસિલી) : અરબી ભૂગોળવેત્તા. અબૂ અબ્દુલ્લાહ મુહંમદ ઇબ્ન મુહંમદ અલ્-ઇદરીસી સ્પેનના સમ્રાટ રૉજર બીજાના દરબારમાં મુખ્ય આભૂષણરૂપ હતો. પોતાની ભૂગોળ વિશેની કૃતિ ‘નુઝ્હતુલ્-મુશ્તાક ફી ઇખ્તિરાકિલ આફાક’ એણે આશ્રયદાતા રૉજર બીજાને અર્પણ કરી હતી. આ પુસ્તકના ભારત વિશેના ભાગનું ડૉ. સૈયદ મકબુલ અહમદ દ્વારા…
વધુ વાંચો >ઇન્સાને કામિલ (અલ્-ઇન્સાનુલ કામિલ)
ઇન્સાને કામિલ (અલ્-ઇન્સાનુલ કામિલ) : અબ્દુલકરીમ જીલીની વિખ્યાત સૂફીવાદી કૃતિ. ‘અલ્-ઇન્સાનુલ કામિલ’ શબ્દ સૌપ્રથમ મહાન સૂફી ઇબ્નુલ્ અરબીએ યોજ્યો હતો. તેનો અર્થ ‘સંપૂર્ણ માણસ’ એમ થાય છે. તે તેમણે હજરત મુહંમદ પેગંબરસાહેબને લાગુ પાડ્યો હતો. મૌલાના જલાલુદ્દીન રૂમી સંપૂર્ણ માણસ માટે કેવળ ‘ઇન્સાન’ શબ્દનો પ્રયોગ કરે છે, કવિ ઇકબાલ તેનો…
વધુ વાંચો >ઇબ્દન હૌકલ
ઇબ્દન હૌકલ (જ. ઈ. સ.ની દસમી સદીનો પૂર્વાર્ધ, નસીબિન, મેસોપોટેમિયા; અ. 977) : પ્રસિદ્ધ અરબી ભૂગોળવેત્તા અને પ્રવાસી. પૂરું નામ અબુલ-કાસિમ મુહંમદ ઇબ્ન હૌકલ. પિતાનું નામ અલી. તેની પ્રખ્યાત ઐતિહાસિક કૃતિ ‘કિતાબુલ્-મઆરિફ’ છે. તેની ભૂગોળવિદ્યા પ્રવાસ અને નિરીક્ષણ પર આધારિત હોવાથી તે એક ઉત્તમ ભૂગોળવેત્તા અને મહાન પ્રવાસી તરીકે ખ્યાતિ…
વધુ વાંચો >ઇબ્નુલ અરબી
ઇબ્નુલ અરબી (જ. 28 જુલાઈ 1165, મુરસિયા (સ્પેન); અ. 16 નવેમ્બર 1240, દમાસ્કસ) : જાણીતા અરબી વિદ્વાન શેખ અબૂ બક્ર મુહયિઉદ્દીન મુહમ્મદ બિન અલી. તેઓ ‘ઇબ્નુલ અરબી’ના ઉપનામથી વધારે જાણીતા છે. એમને ‘અશ્-શયખુલ અકબર’ (સૌથી મહાન વિદ્વાન) પણ કહે છે. વતનમાંથી તેઓ ઇશ્બીલિયા આવતા રહ્યા અને 30 વર્ષ વિદ્યાપ્રાપ્તિમાં ગાળ્યાં.…
વધુ વાંચો >ઇસ્ફહાની, અબુલ ફરજ
ઇસ્ફહાની, અબુલ ફરજ (જ. 897, સીરિયાનું હબલ શહેર; અ. 967 બગદાદ) : મહાન અરબી ઇતિહાસકાર. તે છેલ્લા ખલીફા મરવાનનો વંશજ હતો. તેનો ગીતસંગ્રહ ‘કિતાબુલ અગાની’ હોલૅન્ડથી 21 ભાગમાં પ્રસિદ્ધ થયેલ છે. ઇસ્લામી સંસ્કૃતિના અભ્યાસ માટે તે ગ્રંથ એક મહત્ત્વનું સાધન ગણાય છે. પ્રસિદ્ધ ઇતિહાસકાર ઇબ્ન ખલ્દુન તે ગ્રંથને ‘આરબોનું રજિસ્ટર’…
વધુ વાંચો >