ઇન્સાને કામિલ (અલ્-ઇન્સાનુલ કામિલ) : અબ્દુલકરીમ જીલીની વિખ્યાત સૂફીવાદી કૃતિ. ‘અલ્-ઇન્સાનુલ કામિલ’ શબ્દ સૌપ્રથમ મહાન સૂફી ઇબ્નુલ્ અરબીએ યોજ્યો હતો. તેનો અર્થ ‘સંપૂર્ણ માણસ’ એમ થાય છે. તે તેમણે હજરત મુહંમદ પેગંબરસાહેબને લાગુ પાડ્યો હતો. મૌલાના જલાલુદ્દીન રૂમી સંપૂર્ણ માણસ માટે કેવળ ‘ઇન્સાન’ શબ્દનો પ્રયોગ કરે છે, કવિ ઇકબાલ તેનો ‘મર્દેમોમિન’ એવો અર્થ કરે છે, જ્યારે જર્મન ફિલસૂફ નિત્શે એને ‘સુપરમૅન’ કહે છે.

એહમદહુસેન નૂરમોહંમદ કુરેશી